કચ્છમાં નકલી-બાયો કેમીકલ દવાઓનો ધુમ વેપલોઃ કોણે બાંધી લીધા માસીક સલીયાણા?
કચ્છ કલેકટર ક્રોસ તપાસ કરાવે : જિલ્લા વ્યાપી પ્રકરણો ખુલશે
ધરતીપુત્રો-જગતના તાતની હાલત કફોડી : ખેડુતોના હિતોનુ યુરીયા ખાતર તો કચ્છમાં ઉદ્યોગોમાં વેચાતુ આડેધડ ઝડપાય જ છે, હવે બાયોલોજીકલ દવાઓ-બીટી કપાસ પણ નિયમો વિરૂદ્ધ જ પધરાવતા હોવાની ચકચાર : અમુક બની બેઠેલા એગ્રોવાળાઓને જિલ્લા ખેતીવાડી અધિકારી-કવોલીટી કન્ટ્રોલ ઓફીસરોની મીઠીનજર હેઠળ મોકળુ મેદાન હોવાની ઉઠતી ફરીયાદ
બાયોલોજીકલ દવાઓ બનાવવાની સરકારની પરવાનગી જ નથી, એટલે કોઈ માન્ય અને સારી કંપની આ દવા બનાવતી નથી, પરંતુ રાજકેટ-અંકલેશ્વર બાજુથી આવી દવાઓ કચ્છમાં બીલ વિના જ ધુમ ઠલવાઈ રહી છે, અને કેટલાક એગ્રોવાળાઓ જિલ્લાભરમાં છાનેછપને આ દવાઓનું કરી રહ્યા છે બેફામ વેંચાણ : બીલ વગર આવતી હોવાથી મજબુરવશ નિદોર્ષ ખડેુતોને સસ્તામાં જ અપાતી હોય છે
અમારી ટીમ જિલ્લાભરમાં સરપ્રાઇજ તપાસો કરતી રહે છે, રેંડમ્લી સેમ્પલ પણ લેવાતા હોય છે, બાકીના આક્ષેપો તદન પાયાવીહોણા છે : શ્રી પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી-કચ્છ)
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના હિતાર્થે અનેકવીધ ભગીરથ પ્રયાસો સાથે નવતર યોજનાઓ જાહેર કરતી રહી છે પરંતુ એ જ સરકારના અમુક સરકારી બાબુઓની લાપરવાહી ફરી ગુનાહિત બેદરકારીથી થકી આ યોજનાઓ અને સુવિધાઓ ખેડુતો સુધી પહોચાડવાના બદલે અમુક ભેજાબાજ નફાખોરો તરફ ડાયવર્ટ થતી હોય છે. યુરીયા ખાતર સબસીડીયુકત ભાવે સરકાર ખેડુતોને ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરે છે પરંતુ તે સસ્તુ ખાતર ઉદ્યોગા તરફ જતુ રહે છે અને કચ્છમાં પણ આવા અનેક કિસસાઓ ફરીયાદ સ્વરૂપે જ જોવાઈ ચૂકયા છે. આવી ફરીયાદેો સમયે ખેતીવાડી વિભાગ અને તેના કવોલીટી કન્ટ્રોલ ઓફીસરની ભુમિકાઓ સામે પણ સવાલ ઉભા થવા પામતા જ હોય છે દરમ્યાન જ હવે કચ્છમાં ખેતી વાડી અધિકારી તથા કવોલીટી કન્ટેરોલ ઓફીસર્સના નાક નીચે જ બાયોલોજીકલ દવાઓ કે જે તદન ગેરકાયદેસર છે તેનો વેપલો જિલ્લામાં અમુક બની બેઠેલા એગ્રોવાળાઓ ધુમ વેંચાણ કરી રહ્યા છે અને તેના પેટે જ ખેતીવાડી વિભાગના બની બેઠેલાઓ દ્વારા પણ આ વેંચાણની સામે આંખમિંચામણા કરવા પેટે મોટા માસિક સલીયાણાઓ બાધવામાં આવી ચૂકયા છે. આવો જ કઈક તાલ બીટી કપાસને લઈને પણ થવા પામી રહ્યો છે. બીટી અને નોબીટી કપાસ જે આવતો હોય છે તેમાં બાયો ટેકનોલોજીકલ એટલે કે બીટી કપાસનાસીડસના વેંચાણ પર પ્રતિબંધ છે તેમ છતા પણ અમુક એગ્રોવાળા જિલ્લામાં બેધડક રીતે આવો વેપલો કરી રહ્યા છે અને તેમાં પણ ખેતીવાડીના જવાબદારો દ્વારા આંખ આંડા કાન કરી અને માસીક હપ્તાઓ ઉઘરાવવામાં આવતા હોવાની ફરીયાદ સપાટી પર આવવા પામી રહી છે. આ ફરીયાદ સંદભે સહેજ વિગતે વાત કરીએ તો પ્રત્યેક જિલ્લામાં સરકાર દ્વારા એગ્રીકલ્ચર કવોલીટી કન્ટ્રોલ ઓફીસરની નિમણુકો કરવમાા આવી છે. જે તે જિલ્લાઓમાં એગ્રોની દુકાન, જંતુનાશક દવાઓ, બિયારણ, ખાતર સહિતના વેંચાણ બાબતે સરકારની નીતી નિયમો અનુસાર લાયસન્સ-પરવાના આપવાનુ કામ તેમનું મુખ્ય હોય છે. બાયોલોજીકલ દવાઓ છે તેના વેંચાણ પર બેન છે. પરંતુ બાયોલોજીકલ દવાઓનુ બેફામ વેંચાણ કચ્છમાં થવા પામી રહ્યું હોવાનુ મનાય છે. આ દવાઓ સ્ટાર્ન્ડ કંપનીઓ મેન્યુફેકચરીંગ કરતી નથી.કોઈ કંપની પાસે આવી દવાઓની મેન્યુફેકચરીગની સરકારની પરવાનગી નથી. એટલે કોઈ સારી અને માન્ય કંપની આ દવાઓ બનાતવી નથી. પરંતુ રાજકોટ અને અંકલેશ્વર જેવા વીસ્તારોમાં આવી દવાઓ ગેરકાયદેસર રીતે બેફામ બની રહી છે અને બીલ વગર તેનો ધુમ વેપલો પણ થવા પામી રહ્યો છે. ખેડુતોને આવી દવાઓની જરૂરીયાત હોય છે માટે બીલ વગરની જ દવાઓ ખરીદી લેતા હોય છે. રાજકોટ-અંકલેશ્વર પટ્ટામાથી આવી દવાઅ બીલ વગરની એગ્રો દુકાનોમાં આવી રહી છે અને આવી દુકાનોવાળા પણ ખુલ્લીને નહી પણ છાને છપને દવાઓ સંગ્રહ કરી અને ખડુતોને વગર બીલે સસ્તામાં વહેચી રહ્યા છે. આવા બની બેઠેલા દુકાનદારો પાસે કવોલીટી કન્ટરોલ ઓફીસર અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા મહીને પાંચ-૧૦ હજારના સલીયાણા બાંધવામા આવતા હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે. આવી જ રીતે કચ્છમાં કપાસનું પણ ઘણુ ઉત્પાદન થાય છે. ત્યારે બીટી કપાસ અને નોન બીટી કપાસના સીડસ આવે છે. અહી બાયોટકનોલોજી સીડસને મંજુરી નથી. પરંતુ ખેડુતોને જરૂર હોય છે અને અમુક એગ્રોવાળા વહેચતા હોય છે તેથી આવા અમુક વેચાણ કરનારા દુકાનદારો પાસે પણ આ ખેીવાડી વિભાગના બની બેઠલા અધિકારીઓ દ્વારા માસીક સલીયાણાઓ બાંધવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે. બીલ વગરનુ વેચાણ, સસ્તામાં વેંચાય, નફો વધુ થતો હોય છે. ખરેખર તો આ બાયોની દવાઓ જેની પાસેથી પકડાયા, નકલી જંતુનાશક દવાઓ તેઓની સામે ખેતીવાડી અધિકારી કચ્છ-ભુજએ કડક કાર્યવાહી કરવાની થતી હોય છે, તેના લાયસન્સ હંગામી નહી કાયમી ધોરણે જ રદ કરી દેવાના થતા હોય છે પરંતુ અહી કોઈ જ એવી મોટી જિલ્લાવ્યાપી થયેી કાર્યવાહી જોવાતી નથી. બીજીતરફ આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પટેલને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, બીટી કપાસનુ વાવેતર તો બે માસમા પૂર્ણ થઈ જતુ હોય છેઅ ને હાલમાં તેનુ વાવેતર થતુ નથી. વાત રહી બાયોકેમીકલ દવાઓની તો આ સંદર્ભે સંમયાંતરે તપાસ કરવામાં આવતી જ હોય છે અને તેના રેંડમલી સેમ્પલો મોકલવામાં આવતા રહે છે. કચ્છમાં બાયોલોજીકલ દવાના વેંચાણની કોઈ ફરીયાદ વ્યકિતગત રીતે અમારા ધ્યાને આવેલ નથી, અમારી ટીમ અને સ્ટાફ સતર્ક છે અને સરકારની નીતી નિયમો અનુસારની અમલવારી ચોકકસાઈથી કરાવી જ રહ્યો છે. બાકીના આક્ષેપો તદન પાયાવિહોણા જ હોવાનુ શ્રી પટેલે આ તબક્કે કહ્યુ હતુ.

Comments