Trending News
સ્થાનિક સમાચાર

નારી શકિત સાથે સીએમનો સંવાદ : કુકમાના રાજીબેન વણકરે રજુ કરી કુળદેવી સખી મંડળ ની કાર્યપ્રદ્વતિ

31 July





અમે વેસ્ટ પ્લાસ્ટીકથીવણાટનું કામ કરીએ છીએ, મારા ઘરે જ હાલમાં ૧૦ મશીન લાગેલા છે, હવે અમારા ગામમાં આ કામનુ એક વર્કશોપ બને તો સોનામાં સોગદ ભળે : રાજીબેનએ સરકાર સમક્ષ લગાવી ગુહાર


ગાંધીનગર : આજ રોજ રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. મુખ્યપ્રધાન રાજયભરની મહીલાઓના સખીમંડળના સ્વસહાય જુથની સાથે વન ટુ વન ચર્ચા પરામર્શ કર્યા હતા અને તેમાં કચ્છના કુકમા ગામના કુળદેવી સખી મંડળના સ્વસહાય જુથના સભ્ય રાજીબેન વણકર અવધનગરનાઓએ પરામર્શ કર્યા હતા અને તેઓનું સખીમંડળ કઈ રીતે કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેની વિગતો રજુ કરી હતી. રાજીબેનને જણાવ્યુ હતુ કે, જે પ્લાસ્ટીક અબોલ જીવો માટે ઘાતક બને છે અને જે પ્લાસ્ટીક ધરતીમાં ખાતરમાં ભળતા પણ નુકસાન કારક બને છે તે પ્લાસ્ટીક વેસ્ટમાથી અમે વણાટ કામ કરી રહ્યા છીએ. હાલમાં તેણી ખુદના ઘરે ૧૦ મશીનો સાથે આ કાર્ય કરી રહ્યા છે અને રૂપીયા પ૦થી માંડી અને પ૦૦૦ સુધીની વસ્તુઓ બનાવી તનુ વેંચાણ કરીરહ્યા છે. રાજયના મુખ્યપ્રધાનશ્રીએ રાજીબેનને પ૦૦૦ની કઈ વસ્તુનું વેેચાણ કરો છે તે સહિતી ચર્ચા કરી વિગતો સમજી હતી.

Comments

COMMENT / REPLY FROM