પોલીસનું ગૌરવ : પૂર્વ-પશ્ચીમ કચ્છ પોલીસ બેડામાં ચશસ્વી સેવા બજાવનારા ધડારીઓનું ડીજીપી ડીડ એવોર્ડથી સન્માન
અભિનંદન છે, ખિતાબ મેળવનારા સૌ સવાયા કચ્છી પોલીસ અધિકારીઓને..!
કચ્છમા ફરજ બજાવી ગયેલા શ્રી સુભાષ ત્રિવેદી, શ્રી કરણરાજ વાઘેલા, પરીક્ષીતા રાઠોડ, શ્રી મયુર પાટીલ સહીતના પોલીસ અધિકારીઓને ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા
હાલના પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ શ્રી વી વી ભોલાની કામગીરી પણ બીરદવાઇ
મુળ કચ્છના રહેવાસી અને સુરતની ગ્રીષ્મા મર્ડર મિસ્ટરી કેસમાં ગણતરીના દિવસોમાં આરોપીને ફાંસીના માંચડા સુધી પહોચાડવા માટે રચાયેલી સીટમાં ચાવીરૂપ ભુમિકા ભજવનાર રવિરાજસિંહ એસ જાડેજાને પણ ડીજીપી કમન્ડેશન ડીસ્ક(ગોલ્ડ)એવોર્ડ અપાયો : કચ્છમાં ઠેર-ઠેરથી સૌ પર થઈ રહી છે અભિનંદન વર્ષા
ગાંધીધામ : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરે છે. પોલીસ બેડામાં આ એવોર્ડ ફંક્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતે ૧૧૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી . ગતરોજ ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસ એકેડમી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં જેમાં પશ્ચિમ કચ્છમાં એકમાત્ર ભુજ એસઓજીના પી.આઈ.ની પસંદગી કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છ ના એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદકુમાર વિજાભાઈ ભોલાએ
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની નાબૂદીમાં નોંધપાત્ર કામગીરી કરી બિપરજોયના ખિદ્રત ટાપુમાંથી બે લોકોને બચાવી લીધા હતા. આ ઉપરાંત જિલ્લામાં નશા નાબૂદી માટે કરેલ નોંધપાત્ર કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સને ડામવા માટે રાજ્ય પોલીસ કટિબદ્ધ છે અને સરહદી જિલ્લામાં પ્રચલિત ડ્રગ્સની અફડાતફડીને ડામવામાં મહત્વની કામગીરી બજાવીને માધાપર નજીક ફાયરિંગ કરીને જિલ્લામાં એમ.ડી.નો પ્રથમ કેસ નોંધાયો છે. ૨.૧૦ કરોડની કિંમતનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું જેની નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત કચ્છમાં બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા સુભાષ ત્રિવેદીને ગોલ્ડ ડિસ્ક એવોર્ડ અને હાલમાં સીઆઈડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક પરિક્ષિતા રાઠોડ કે જેઓ અગાઉ પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા અને હવે સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઇન્ટેલિજન્સ મયુર પાટીલ અને એસપી તરીકે પશ્ચિમ કચ્છ મા ફરજ બજાવી ગયેલા અને હાલ વલસાડના એસપી કરણરાજ વાઘેલાને (પશ્ચિમ કચ્છ) સિલ્વર ડિસ્ક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે

Comments