Trending News
સ્થાનિક સમાચાર

શું કચ્છ સીએમ સમક્ષ પ્રાણપ્રશ્નોના ઉકેલની રજુઆત કરવાની હાથવગી તક ચુકી ગયુ?

30 July




તો મૃદુ અને મક્કમ સીએમભુપેન્દ્રભાઈએ કચ્છના પ્રાણ પ્રશ્નોની ચોકકસથી સેવી હો’ત ચિંતા તંત્ર; સાથે પણ યોજી હો’ત મીટીંગ..!



ગુજરાત રાજયના વિકાસ કર્ણધાર, સ્વભાવે તદન સરળ અને પ્રજામિખુતાની છબી ધરાવતા દાદા ભુપેન્દ્રભાઈ આજે કચ્છ પધાર્યા છે, ત્યારે કચ્છ આખાયના વિવિધ વિસ્તારોના અનેકવિધ મુળભુત પ્રશ્નોના ઉકેલ ઈચ્છનારા કચછીમાડુઓમાં પણ ફેલાયો છે મોટો આશાવાદ : સીએમશ્રી કાર્યક્રમોમાં જરૂરથી હાજરી આપે, પરંતુ પ્રજાજનોએ જે આશા સાથે  ખોબલે ખોબલે મતો આપ્યા છે તે જટીલ પ્રશ્નોના ઉકેલ તરફ પણ ગોર ફરમાવે તે ઈચ્છનીય




કચ્છ તો નરેન્દ્રભાઈનો લાડકવાયો જિલ્લો છે, નરેન્દ્રભાઈ જેટલો જ પ્રેમ-સ્નેહ કચ્છ પર હમેશા ભુપેન્દ્રભાઈ પટેલે વહેવડાવ્યો જ છે, આ વખતે પણ જો કચ્છનુ પ્રશાસન અને રાજકીય જગત સીએમશ્રી સાથે બેઠક યોજવાનુ આયોજન ઘડત અને તેમાં કચ્છના વર્તમાન વિવિધ પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો હોત તો ચોકકસથી સીએમ ભુપેન્દ્રભાઈ તેના ઉકેલ માટે સક્ષમ પ્રયાસો કરી જ દેખાડત..!



ગાંધીધામને નગરપાલીકાનો દરજજો મળ્યો છે, ભુજ પણ તેના માટે હકકદાર છે : આજ રોજ સીએમશ્રી ભુજ હતા તો ભુજની વિવીધ સંસ્થાઓ, વેપારી અગ્રણીઓ, રાજકીય આગેવાનોએ આ બાબતે પણ સીએમ સમક્ષ કરવી જોઈતી હતી મજબુત રજુઆત-દરખાસ્ત..!



ગાંધીધામ :  ગુજરાત રાજયના મુખ્યપ્રધાન આજ રોજ કચ્છ આવ્યા છે અને કેટલાક સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે તે આવકારદાયક છે પરંતુ હકીકતમાં સરકાર અને મુખ્યપ્રધાનશ્રી જયારે મોદીજીના લાડકવાયા જિલ્લા કચ્છમાં આવતા હોય તો આ જિલ્લાને હજુ શુ ખુટી રહ્યુ છે? કયા કારોણસર તે અભાવ કચ્છને સતાવી રહ્યો છે? કયા સંકલન કરવાની જરૂર છે? કયા વિભાગમાં કયા તબક્કે જરૂરી માર્ગદર્શન આપવાની આવશ્યકતા છે? આ બધી જ વિગતો અંકે કરવાની દીશામાં રીવ્યુ બેઠક જિલ્લાના વહીવટીતંત્રની સાથે પણ યોજવી જોઈતી હતી તેમ પ્રબુદ્ધવર્ગ કહી રહયો છે. સાથોસાથ જ બીજીતરફ કચ્છના રાજકીય જગતે પણ સીએમશ્રી જયારે ઘર આંગણે પધાર્યા છે ત્યારે તેઓને રજુઆત કરી અને કચ્છના અટકેલા વિવિધ પ્રાણપ્રશ્નો અથવા તો પાછળા ટુંકા ભુતકાળમાં કચ્છને સતાવેલા વિકરાળ સમસ્યારૂપ પ્રશ્નો બાબતે જરૂરથી રજુઆત કરતી એક મહત્વપૂર્ણ બેઠક જિલ્લા વડામથક ખાતે યોજવી જાઈતી હતી. સીએમશ્રી જો આ પ્રશ્નોથી રૂબરૂ થયા હોત આવી બેઠકોમાં તો કચ્છના વિકાસને વધુ ઝડપથી વેગ મળવા પામી ગયો હોત તેમ કહેવુ અસ્થાને નહી ગણાય. આજ રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ પધાર્યા તેને સૌ ઉમળકાભેર આવકારી જ રહ્યા છે પરંતુ તે સાથોસાથ ગુજરાત સરકાર અને કચ્છને લગતા અનેકવિધ પ્રશ્નો એવા છે કે, જેને લઈને પણ તેઓએ રીવ્યુ બેઠક યોજવી જરૂરી બની રહી હતી. જો આમ થવા પામ્યુ હોત તો કચ્છના અનેક પ્રશ્નોના ઉકેલને વેગ મળી જવા પામ્યો હોત. પરંતુ ન તો રાજયના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાનશ્રીએ આવી કોઈ બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો, ન તો પછી કચ્છના રાજકીય જગતે સીએમશ્રી સમક્ષ આવી કોઈ જ રજુઆતો કરવાની તસ્દી લીધી. નહી તો ગુજરાત સરકાર અને રાજયના મુખ્યપ્રધાન તો માંગ્યા વિના પણ કચ્છને માટે બધુ જ આપવા તૈયાર રહેતા હોય છે આવામાં તેમના સમક્ષ જો કોઈ સચોટ અને સારી દરખાસ્ત કે રજુઆત થાય તો તેઓ કચ્છના પ્રશ્નના ઉકેલ માટે નરેન્દ્રભાઈ જેવી જ તત્પરતા સદાય દાખવતા જ રહ્યા છે. શું કચ્છ સીએમ સમક્ષ પ્રાણપ્રશ્નોના ઉકેલની રજુઆત કરવાની તક ચુકી ગયુ?



..................



SRC ના બોર્ડમાં ગુજરાત સરકારના ટ્રસ્ટીની નિમણુંક મામલે કચ્છ કલેકટરથી સીએમ કેમ ન મેળવી માહીતી?



ગુજરાત સરકારના મહેસુલ વિભાગના રેવેન્યુ સેક્રેટરી હોદાની રૂહે એસઆરસી કે જયા કરોડોની જમીનોના સંચાલન થાય છે ત્યા છે સભ્ય, હજુ સુધી તેમની નિમણુક નથી થઈ? શા માટે ? સીએમશ્રીએ આ બાબતે વહીવટતંત્રના લેવા જોઈતા હતા પુછાણા?



ગાંધીધામઃ પૂર્વ્‌ કચ્છમાં આમ તો મોટા ભાગના પ્રશ્નો કેન્દ્રને સ્પર્શતા હોય છે રંતુ એસઆરસી જેવી એક મહાન સંસ્થા અહી કાર્યરત છે અને આ સંસ્થામાં કરોડોની જમીનોના આર્થીક સંચાલન કરવામા આવી રહ્યા છે. આ સંસ્થાના બોર્ડની જે રચના થયેલી છે તેમાં હોદાની રૂહે ગુજરાત સરકારના રેવેન્યુ ડે.સેક્રેટરી મહેસુલ વિભાગનાઓ નીમવામાં આવતા હોય છે. પરંતુ એક યા બીજા કારણોસર આ સંસ્થામાં હાલના સમયે આ પદ લાંબા સમયથી ખાલી જ પડયું છે. ન તો સંસ્થા દ્વારા સરકારનુ ધ્યાન દોરવામાં આવી રહ્યુ છે, કે ન તો પછી કચ્છના રાજકીય જગતને આ જગ્યા અહી ભરાય તે બાબતે સરકારને ધ્યાન દોરવાની ફુરસદ મળતી હોય.! તેવી સ્થિતી છેે. હકીકતમાં સીએમશ્રીએ આજે કચ્છ પધાર્યા છે ત્યારે કચ્છના રાજકીય જગતે આવી હાથ વગી તક ઝડપી લેવી જોઈતી હતી અને સીએમને સાચુ ધ્યાન દોરવુ જોઈતુ હતુ. જો એસઆરસીમાં રેવેન્યુ વિભાગ ગુજરાત રાજયના ઉપસચીવની ખાલી પડેલી જગ્યા ભરી દેવામાં આવે તો અહી કોઈ પણ પ્રકારના આર્થિક ગેરવહીવટ થવા પામતા હોય તો તેના પર સકારનો મોટો કન્ટ્રોલ આવી શકે તેમ છે. ૃ



.....................



લીઝ એટીઆર મુદ્દે મુખ્યમંત્રીને કરાશે રજૂઆત 

ભુજ : કચ્છ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરીના અભાવે રપપ લીઝધારકોના એટીઆર બંધ કરવામાં આવ્યા છે. ખાણકામ બંધ થતા અનેક પરિવારોના રોજગાર પર માઠી અસર પણ થઈ છે. કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. જે-તે સમયે મુખ્યમંત્રીએ તે દિશામાં યોગ્ય નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. કચ્છ ચાઈનાક્લે એસોસિએશનના સતીષભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છના ચાઈનાક્લે લીઝધારકો દ્વારા મુખ્યમંત્રીને ફરી રજૂઆત કરવામાં આવશે. કચ્છમાં ચાઈનાક્લે ઉપરાંત રેતી, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ વગેરેની લીઝ બંધ થવાથી રોજગારી ક્ષેત્રે મોટું નુકશાન થઈ રહ્યું છે. સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લેવાય તેવી લાગણી લીઝધારકોમાં પ્રવર્તી રહી છે. 



.......................





સીએમ ભુપેન્દ્રભાઈને કચ્છના પ્રાણ પ્રશ્નો અર્પણ..!


ખેડુતોને થતા અન્યાય..


ગાંધીધામ : ગુજરાત રાજયના વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તદન સૌમ્ય અને સાલસ સ્વભાવની છબી ધરાવી રહ્યા છે. પ્રજાનુ હિત સદાય તેમના હદયમાં બિરાજમાન હોય છે. આજ રોજ તેઓ કચ્છ પધાર્યા છે અને ગૌસવાના કાર્યમાં તેઓ સહભાગી થવા પધારીરહ્યા છે. આવા કાર્યક્રમોમાં રાજયના વિકાસના કર્ણધાર આવે તે આવકારદાયક જ હોય અને તેને સૌ બિરદાવી રહ્યા છે પરંતુ સાથોસાથ જ કહી રહ્યા છે કે, ગૌશાળામાં અબોલ જીવોના કાર્યોને જોવા-બીરદાવવા સીએમશ્રી પધારી શકે છે તો કચ્છ આખાયમા ગામડાઓથી માંડી અને મોટા શહેરોમાં ઓડધડ ફરતા અબોોલજીવો-રખઢતા ઢોરો મામલે કેમ કચ્છના પ્રશાસનથી કામગીરીનો રીવ્યુ ન મેળવાયો? કચ્છ આખાયમાં રખઢતા ઢોરોના લીધે અકસ્માતો સર્જાવવા કે પછી તેમના મોત થવાની ઘટનાઓ સતત બનતી જ રહેતી હોય છે. આ સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે પણ જો બેઠક થઈ હોત અને તેમાં જરૂરી દીશા નિર્દેશો અપાયા હોત તો તે પણ ગૌસેવા પ્રત્યેની જ કાર્યવાહી સમાન બની રહેત! આ ઉપરાંત ઘાસચારાવાળાઓ પણ આડેધડ વેચાણ કરી રહ્યા છે અને ટ્રાફીકને અડચણ બની રહ્યા છે તથા વૃદ્ધ કે મહીલાઓ આવા વીસ્તારોમાં અકસ્માતનો ભોગ બનતા જ રહે છે. તે અંગે પણ સીએમશ્રીએ જરૂરી સુચનાઓ આપવી જ જોઈતી હતી.


........................




કચ્છને પાણી મુદ્દે પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા જોઈએ તે વિષયો
’





- દુધઈ બ્રાન્ચ કેનાલના ટેન્ડરનું કામ હજુય અદ્વરતાલ?- ટેન્ડર ખુલ્યુ કે નહી? કામ અપાયુ કે કેમ? કેટલુ આગળ ધપ્યુ? - પાછલા ચાર દાયકામાથી કચ્છમાં કોઈ નવો મોટો વિશાળ ડેમ નથી બન્યો - જે ડેમ-જળાશયો છે તેના સંગ્રહની યોગ્ય વ્યવસ્થાઓનો અભાવ - માંડવી સમીપેના ડીસેલીનેશન પ્લાન્ટના કરોડોના પ્રોજેકટનું શું થયું? : નર્મદા નિગમ-પાણી પુરવઠા-સિંચાઈ સહિતના વિભાગોમાં પેંધી ગયેલા અધિકારીઓના ભ્રષ્ટ રાજની વધેલી ફરીયાદો : સીએમશ્રી કેમ ન કરે વક્રદ્‌ષ્ટી..!કચ્છમાં વાગડથી લઈ અને અંજાર-મુંદરા સહીતના વિસ્તારોમાં થાય છે ધુમ પાણી ચોરી : પાણી ચોરી બાબતે પા.પુ.બોર્ડ બેઠુ છે તદન પાણીમાં : સમ ખાવા પુરતી માત્ર એકાદ ફરીયાદ દાખલ કરે છે, બાકી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે જ પાણીચોરીને મળે છે છુટ : કચ્છીજનોના હિતનુ પાણી ઉદ્યોગો તાણી રહ્યા છે, સીએમશ્રી સમક્ષ કેમ આ અંગે ભોગગ્રસ્તો-વહીવટીતંત્ર સાચુ ચિત્ર રજુ ન કર્યુ..?


..........



પીજીવીસીએલ તંત્રની ભુજ-ગાંધીધામ સહિતમાં તદન લાપરવાહીભરી નિષ્કાળજી
’




- પીજીવસીએલ તંત્ર ભુજ- ગાંધીધામની ગત એકાદ-બે માસમાં તદન નિષ્ફળ કામગીરી રહી છે : ભુજમાં વીજતંત્રએ માત્ર ચાર-પાંચ અધિકારીઓની આગળ-પાછળ બદલીઓ કરીને કામગીરીનો સંતોષ માની લીધો, અસહય ગરમીમાં ભુજવાસીઓ કલાકો સુધી અકળાતા રહ્યા હતા, વીજતંત્ર પાસે કોઈ  જ જવાબ ન હોતો - આખાય રાજયમાં રેવેન્યુની રીતે જે સૌથી મોખરે આવતુ હશે તેવુ ગાંધીધામ સંકુલ પણ ચાર છાંટામાં વીજક્ષેત્રે અંધારપટ્ટ જ થઈ જતુ હતુ, કરોડો-અબજોના ટ્રાન્ઝેકશન અટકી ગયા હતા : વીજતંત્રના ગાંધીધામ સંકુલના પણ અધિકારીઓના પેટનુ પાણી જ ન હોતુ હાલતુ : પ્રજાભિમુખ સીએમ ભુપેન્દ્રભાઈ વીજતંત્રના કેમ ન આમળતા જાય કાન?


............


નેશનલ હાઈવે ઓથોરીટી



- નેશનલ હાઈવે ઓથોરીટી હેઠળ કચ્છમાં કામો થઈ રહ્યા છે, લીંપાપોત્તી જ ચલાવી રહ્યા છે, હાલમાં પણ લાખોની ખનીજચોરી આ રોડના કામમાં ઝડપાઈ, એથી પહેલા ૧૩ કરોડ જેટલી ખનીજચોરી અહીથી પકડાઈ હતી, આ રોડમાં ડાયવર્જન તદન કાચા બનાવી દીધા છે, વરસાદ પડતા વાહનોમા પંચર પડવાની સમસ્યાઓ વધી, ડામરના પાકકા ડાયવર્જન હેાવા જોઈએ - રસ્તો પણ નબળી ગુણવત્તાનો બનાવાઈ રહ્યો છે - નેશનલ હાઈવે ઓથોરીટી હેઠળના રસ્તાઓ ખખડધ જ પડયા છે પરંતુ ટોલટેક્ષ તગડા ઉઘરાવે છે, ટોલનાકાવાળાઓને કમાણીના પીળા પરવાના જ અપાયેલા છે - ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ખુબજ ફટકા પડી રહ્યા છે : સીએમશ્રી કેમ આ બાબતે પણ સંકલન સાંધીને ન અપાવી રાહત?




....................




શહેરો-નગરોમાં વરસાદમાં જળભરાવ : ઠેકેદારોના ભ્રષ્ટ કોન્ટ્રાકટની બોલબોલા



કચ્છમાં ભુજ-અંજાર-ગાંધીધામ-માંડવી સહીતના વિસ્તરાોમાં વરસાદ દરમ્યાન જળભરાવની મોટી સમસ્યાઓ જોઈછે : પ્રીમોન્સુન કામગીરી શું થઈ? સ્ટ્રોમ ડ્રેનેજ વોટરના કામોમાં ભયમુકત થઈ અને ઠેકેદારો ભ્રષ્ટાચાર આચરી રહ્ય છે ? સીએમશ્રીએ આ બાબતે જવાબદારોને સુચનો આપીને ખરેખર કરવી જોઈતી હતી કડક ટકોર




...................



આડેધડ પવનચક્કીઓના ફેલાયેલા પાંદડા-મીઠ્ઠાના ઓવરલોડ દોડતા ડમ્પરો-વાગડના અભ્યારણ્યમાં મીઠાની જમીનોમાં ગેરકાયદેસર પગદંડીઓ





 કચ્છભરમાં ઠેર-ઠેર પવનચક્કીઓ આડેધડ નાખી દેવાઈ છે, ખનીજચોરી સહિતના પ્રશ્નો તો અહી બન્યા જ હવે, નખત્રાણા વિસ્તારમાં હવે આ પવનચક્કીઓ રાષ્ટ્રીય પક્ષીઓના જીવ હણી રહી છે : વનવિભાગના કેમ ન લેવાય કડક પુાછણા? - ખાવડાની સરહદી ક્ષેત્રના વિસ્તારોથી મુંદરા-કંડલા સુધી આડેધડ મીઠ્ઠાના ડમ્પરોનો મોટેા ધમધમાટ છે, ઓવરલોડ ડમ્પરો કઈકના જીવ લઈ ચુકયા છે, આરટીઓ, પોલીસ સહિતનાઓના કાન શા માટે ન આમળવામાં આવે? વાગડમાં રક્ષિત અભ્યારણીયની  જમીનો પર રાજકારણીઓ અને માથાભારે તત્વો દ્વારા મીઠાની જમીનો માટે જુથ અથડામણ અને હત્યાઓ નિપજાાવઈ રહી છે, કેમ કાયમી ઉકેલ બાબતે સીએમશ્રી સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા પરામર્શ કરવા સમય ન કાઢે?




 

Comments

COMMENT / REPLY FROM