Trending News
ક્રાઈમ

વરસામેડીમાં અસામાજિક તત્ત્વોએ બે મોબાઈલની લૂંટ ચલાવી

30 July


પરપ્રાંતિય શ્રમિકોના ગળા પર છરી રાખી બનાવને આપ્યો અંજામ 



અંજાર : પૂર્વ કચ્છમાં જોખમાતી કાયદો વ્યવસ્થા વચ્ચે અંજાર તાલુકાના વરસામેડી ગામે રાતના સમયે પસાર થતા પરપ્રાંતિય શ્રમિકોને છરી બતાવી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેથી ચકચાર ફેલાઈ છે. 
આ બાબતે અંજાર પોલીસમાંથી મળેલી માહિતી મુજબ આંધ્રપ્રદેશના રાજેન્દ્રસિંગ વિજયસિંઘ જાટવે જણાવ્યું હતું કે, તેઓ રાત્રે પસાર થતા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો સ્પલેન્ડર બાઈક લઈને આવ્યા અને ફરિયાદીની ગરદન પર છરી રાખી ભયમાં મુકી બીજા ઈસમે વિવોનો ૧૧,૯૯૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ લૂંટી લીધો હતો. જયારે પશ્ચિમ બંગાળના શ્રમિકે અપૂરબાકુમાર બિપતતરન ઘોષના જણાવ્યા મુજબ તેમના ગળા પર છરી રાખીને ૧૦ હજારનો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. લૂંટ ચલાવીને બાઈક પર આવેલા બંને શખ્સો ભાગી ગયા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંજાર પોલીસે ગુનો દાખલ કરી આ શખ્સોને શોધી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 

Comments

COMMENT / REPLY FROM