Trending News
ક્રાઈમ

મુંદરા મેડીકલ ડ્રગ્સકાંડનો રેલો અમદાવાદ પહોંચ્યો : વધુ પ૦ હજાર ટ્રોમાડોલ ટેબ્લેટસ ઝડપાઈ

30 July

ટીમ કે.એન્જીનીયરની સતર્કતાભરી કાર્યવાહી તેજ





ગાંધીધામના સીએચએના એલઓએ(લાયસન્સ)કરો તત્કાળ સસ્પેન્ડ..!



રાજકોટની નિકાસકાર પેઢીના આફ્રીકામાં મેડીકલ ડ્રગ્સ હેરફેર કાંડની ચાલતી તપાસ : વધુ ખુલાસાઓ થશે



ગાંધીધામ : કચ્છના મુંદરા બંદરેથી આફ્રીકાના દેશોમાં દવાઓની આડમાં ડ્રગ્સ મોકલાઈ રહ્યુ હોવાના મોટા ઘટનાક્રમ પર મુંદરા કસ્ટમ વિભાગના કમિશ્નરશ્રી કે એન્જીનીયરની ટીમ દ્વારા તાજેતરમાંજ એક મોટી તવાઈ બોલાવી અને તેનો પર્દાફાશ કરી દીધો હતો. રાજકોટની પેઢી દ્વારા મુંદરાથી ચાલકીપૂર્વક ટ્રોમાડ્રોલ જે પ્રતિબંધીત દવા છે તેની નિકાસ કરવાના મોટા કારનામાનો ખુલાસો કરી દીધા બાદ આ પ્રકરણની તપાસ ગાંધીધામ-ગાંધીનગર, રાજકોટ સુધી હાથ ધરી હતી. રાજકોટમાંથી એજન્સીને સર્ચ દરમયાન કઈ જ હાથ નથી લાગ્યુ પરંતુ આ જ પ્રકરણનો રેલો હવે અમદાવાદ સુધી લંબાતો હોવાનુ સામે આવી રહ્યું છે. આ અંગે મળતી વધુ વિગતો અનુસાર મુંદરામાથી જે રીતે લેબલ વગરના બોકસવાળી ટ્રોમાડ્રોલ ડ્રગ્સ જે આઈએસઆઈના આતંકીઓ ઉપયોગમાં લે છે તે દવાઓનો વધુ જથ્થો મુંદરા કસ્ટમ સહિતની એજન્સીએ કરેલી સંકલનરૂપ કામગીરીના ભાગરૂપે અમદાવાદના એક વેરહાઉસમાં સર્ચ કર્યુ છે અને ત્યાથી વધુ જથ્થો બરામદ થવા પામી ચૂકયો છે. કહેવાય છે કે વધુ પ૦ હજાર જેટલી ટ્રોમાડોલની ગોળીઓ અમદાવાદના વેરહાઉસમાં કસ્ટમવિભાગે હસ્તકગત કરી લીધી છે અને તેની આગળની તપાસ હાથધરવામઆવી રહી છે. જેમ જેમ તપાસ આગળ ધપશે તેમ વધુ ખુલાસાઓ થવા પામશે.બીજીતરફ નાપાક આતંકીઓને મદદરૂપ થતા આ ટ્રોમાડોલ ડ્રગ્સના જથ્થાઓની હેરફેરમાં  ગાધીધામના સીએચએની ભુમિકા સામે આવી રહી હોય તો તેનો લાયસન્સ વિના વિલંબે તત્કાળ સસ્પેન્ડ કરી દેવુ જોઈએ.










 

Comments

COMMENT / REPLY FROM