મુંદરામાં મેડીકલ ડ્રગ્સ હેરાફેરીકાંડમાં નવા ધડાકા અગાઉ પણ રાજકોટની પેઢીએ રેકી-ટ્રાયલ કરી છે!
ટ્રોમાડોલ નિકાસ માટે દિલ્હી સ્થિતી કમિટીની પરવાનગી લેવી છે ફરજીયાત : રાજકોટની પેઢીએ પરવાનગી લીધેલી નથી
રાજકોટની નિકાસકાર પેઢીએ ૧૦૦ કરોડના ઝડપાયેલા કન્સાઈનમેન્ટ પહેલા પણ અમુક કન્ટેઈનર મુંદરાથી જે-તે દેશોમાં મેકલી આપ્યા છે, તે તમામની માહીતીઓ એજન્સી એકત્રિત કરતી હોવાનો વર્તારો : અગાઉ ડ્રગ્સ રવાના કરાયુ હતુ કે પછી માત્ર રેકી જ કરવામાં આવી હતી? તે સહિતની માહીતીઓ પણ મેળવાઈ રહી છે
કંડલા એસઆઈઆઈબી વિંગ દ્વારા રાજકોટની પેઢીએ મુંદરામાથી આફ્રીકા પ્રતિબંધિત ટ્રોમાડોલ ગોળીઓ ૧૦૦ કરોડની નિકાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા જ ઝડપી લીધા પછી તેજ બનાવાઈ તપાસ
ગાંધીધામ : કંડલા કસ્ટક કમિશ્નરશ્રી કે. ઈન્જીનીયરની ટીમ દ્વારા મુંદરામાથી મોટી માત્રામાં મેડીકલ ડ્રગ્સ સપ્લાય થઈ જાય તે પહેલા જ ચતુરાઈ અને સિફતપૂૃવક જાગૃતી દાખવી અને અહીથી ૧૦૦ કરોડ રૂપીયાની ગેરકાયદેસર માદક દવાઓ જપ્ત કરી લેવામા આવી છે. રાજકોટના નિકાસકારના બે કન્સાઈનમેન્ટ પશ્ચીમ આફ્રીકામાં જતા હતા. તેમાથી ૬૮ લાખ જેટલી ટ્રોમાડોલ જે પ્રતિબંધિત મનાય છે અને તેને એકસપોર્ટ કરવા માટે ચોકકસ પ્રકારની પરવાનગી લેવાની થતી હોય છે તેના વગર જ અહી નિકાસનો પ્રયાસ કરવામા આવતો હોવાની સ્થિતીએ આ દવાનો તગડો જથ્થો ઝડપી લેવાઈ છે અને કંડલા એસઆઈઆઈબીની વિગ સહિતની એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે. દરમ્યાન જ આ સમગ્ર પ્રકરણની શરૂઆતી તપાસની સાથોસાથ જ કેટલાક નવા ખુલાસાઓ પણ સામે આવવા પામી રહ્યા છે. કસ્ટમના સુત્રોની વાત માનીએ તો ડેકલોફેનાક અને ગેબેડોલની દવાઓ સાથે જે ટ્રોમાડેાલની ગોળીઓ બરામદ થવા પામી છે તે મેડીકલ ડ્રગ્સ અને એનસીબી એટલે કે નાર્કોટ્રીકસ બ્યુરો ઓફ કન્ટ્રોલના દાયરામાં આવી જાય છે. અને તેને એકસપોર્ટ કરવુ હોય તો ડ્રગ્સ કન્સલટેટીવી કમીટી કવર્ડ અન્ડર એનસીબી એન્ડ એનડીપીએસ-નવી દીલ્હી ખાતેથી મંજુરી લેવી પડતી હોય છે. કસ્ટમના સુત્રો જણાવી રહ્યા છે કે, આવી કોઈ જ મંજુરી સબંધિત પેઢી દ્વારા લેવામા આવેલી નથી. એટલુ માત્ર જ નહી પરંતુ જે બોક્ષ પકડાયા છે તેમાં પણ ઉત્પાદકો-મેન્યુફેચરર સહિતની કોઈ જ વીગતો દર્શાવવામા આવી નથી એટલે આ દવાઓ પણ ગેરકાયદેસર રીતે જ ઉત્પાદિત કરવામા આવી હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવવા પમાી રહ્યું છે. એટલુ માત્ર જ નહી પરંતુ અહી વાત એ પણ ની સામે આવવા પામી રહી છે કે, રાજકોટની જે પેઢીના આ બે કન્સાઈનમેન્ટ પકડાયા છે તેઓનો આ કોઈ પહેલો વહેલો ખેલ નથી. આથી પહેલા પણ આ પેઢી મુંદરા મારતે આફ્રીકામાં આ પ્રકારના જ કન્સાઈનમેન્ટ મોકલી આપેલ છે. જો કે, કસ્ટમના સત્તાવાર અને તપાસનીશ સુત્રો કહી રહ્યા છે કે, એ વાત સાચી છે કે આ પેઢીએ અગાઉ પણ કન્ટેઈનર મોકલેલા છે પરંતુ તેમાં ડ્રગ્સ ગયુ નથી તેમ અમારૂ માનવુ છે પરંતુ આ પેઢીએ ચોકકસથી રેકી-ટ્રાયલ કરવાના ઉદેશ્યથી અગાઉ કન્ટેઈનર મોકલ્યા હોઈ શકે છે. જો કે, આ બધી જ બાબતોની હાલમાં સર્વગ્રાહી તપાસ શરૂ કરવામા આવી છે અને આજ સાંજ સુધીમાં આ સબંધિત કેસમાં વધુ કેટલાક ખુલાસાઓ થવા પામી શકે છે.
..............
મુંદરા કસ્ટમ કમીશ્નરશ્રી કે. એન્જીનીયરની ટીમની જાગૃતી-સમયસુચકતા સરાહનીય
આ કેસમાં જે સીએચએ હોય તેનો એલઓએ(લાયસન્સ)કાયમી ધોરણે સસ્પેન્ડ જ કરી દેવો જોઈએ અને તેને કંડલા-મુંદરા સહિતના બંદરો પર બ્લેકલીસ્ટે જ જાહેર કરવો ઘટે : નાપાક આતંકવાદીઓ જે ડ્રગ્સની મદદથી મજબુત થતા હેાય તેના વેપલાઓ કરવામાં જેની સંડોવણી ખુલે તેને તો બક્ષવા જ જોઈએ
.....................
ડ્રગ્સ ગેરકાયદેસર ફેકટરીમાથી બન્યુ હોવાની શંકા :
ગાંધીનગરમાં મેન્યુફેકટરીંગ યુનિટની વકી..!
ગાંધીધામ : મુંદરામં જે મેડીકલ ડ્રગ્સનો ૧૦૦ કરેાડથી વધુની રકમનો જથ્થો પકડાયો છે તે ગેરકાયદેસર બનાવટનો જ દેખાવવા પામી રહ્યો છે. તેના પર કોઈ પણ કંપનીના મેન્યુફેકચરીંગની વિગતો મુકેલ નથી અને આ ડ્રગ્સ સંભવીત રીતે ગાંધીનગર આસપાસમાં બનાવાયેલ હોવાની પ્રાથમિક આશંકાઓ સામે આવી રહી છે જેના પગલે તપાસનીશ ટીમે આ દીશામાં પણ તપાસ ગતિવાન કરી છે.
.........................
મુંદરા પોર્ટ પર ૧૧૦ કરોડની પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ
કસ્ટમના ચેકીંગમાં મળેલી સફળતા : આતંકવાદીઓ વધુ સમય જાગવા માટે આ ગોળીઓનો કરે છે ઉપયોગ
મુંદરા : મુંદરામાં કસ્ટમ દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં ૧૧૦ કરોડની પ્રતિબંધિત દવાઓ મળી આવી છે. ખાસ કરીને આ દવાઓનો આતંકવાદીઓનો વધુ જાગવા માટે ઉપયોગ કરતા હોય છે. તે પ્રતિબંધિત દવા ફાઈટર ડ્રગ તરીકે ઓળખાય છે. નાઈજીરીયા, ઘાના જેવા આફ્રીકન દેશોમાં તેની ઉંચી માંગ છે. આ ગોળીને કબજે કરી કસ્ટમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુન્દ્રા કસ્ટમ્સના એસઆઈઆઈબી (સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા એકઠી કરવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, રાજકોટ સ્થિતમુંદરા પોર્ટ પર ૧૧૦
વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર માટે નિર્ધારિત હતા, જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને અટકાવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જાહેર કરાયેલી વસ્તુ કન્ટેનરના આગળના છેડેથી મળી આવી હતી, ત્યારે વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ જેમાં ‘ટ્રેમેકિંગ ૨૨૫ અને ‘રોયલ-૨૨૫’ એમ બંનેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ ૨૨૫ મિલિગ્રામ હોય છે. ન તો, સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા પરીક્ષા દરમિયાન આશરે ૧૧૦ કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય શેરી કિંમત સાથે ટ્રામાડોલની કુલ ૬૮ લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી અને તેને જપ્ત કરવામાં આવી છે. રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે ફોલોઅપ સર્ચ ચાલી રહ્યું છે. “ટ્રામાડોલ”, એક ઓપિઓઇડ દર્દની દવા છે, જે એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮ (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે. ટ્રામાડોલને ૨૦૧૮માં એનડીપીએસ એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવી હતી. આઇએસઆઇએસના લડવૈયાઓએ લાંબા સમય સુધી જાગવા માટે તેનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ પછી ટ્રામાડોલે તાજેતરના સમયમાં “ફાઇટર ડ્રગ“ તરીકે બદનામી મેળવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ કૃત્રિમ ઓપિઓઇડ દવા લોકપ્રિય છે અને નાઇજિરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા આ જપ્તી એ ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે કારણ કે તેને એનડીપીએસ એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી હતી.
----------
કંડલા એસઆઈઆઈબી આરંભે સુરાની જેમ ત્રાટકી હતી કાસેઝમાં પણ અગાઉ ૬૦૦ કરોડની ટ્રોમાડોલના કિસ્સાઓ જગાવી હતી ચકચાર
ગાંધીધામહ : એકતરફ મુંદરામાં ૧૦૦ કરોડની ટ્રોમાડોલ પ્રતિબંધિત ગોળીઓની નિકાસ ગેરકાયદેસર રીતે થતી અટકાવઈ છે અને તપાસ ચાલી રહી છે ત્યારે જાણકારો અહી યાદ અપાવી રહ્યા છે કે, આજથી થોડા સમય પહેલા કાસેઝમાં પણ આ જ રીતે મેડીકલ ડ્રગ્સ ટ્રોમાડોલને લઈને એક ગંભીર કિસ્સો સામે આવવા પામ્યો હતો અને અહી પણ કંડલા એસઆઈઆઈબી કસ્ટમની ટુકડીએ જ તવાઈ બોલાવી હતી. કાસેજમાં આ ડ્રગ્સ ભરેલા વાહનો પ્રવેશે તે પહેલા જ તેને અટકાવી દીધા હતા અને સિઝ કરી દેવાયા હતા. તે વખતે એક નામચીન ફાર્મા કંપની ભારે ચર્ચામાં આવી હતી. ૬૦૦ કરોડથી વધુનો ટ્રોમાડોલનો આ જથ્થો તે વખતે એસઆઈઆઈબીએ અટકાવ્યો હતો. જો કે, થોડા સમય સુધી મંજુરી કોણે આપી, કોની ભુલી, કાને સત્તા છે કોને નહી?ના ચલકચલાણાઓ ખેલાયા અને બાદમાં કંડલા કસ્ટમ એસઆઈઆઈબીએ આ જથ્થાને કલીનચીટ આપી દીધી હોવાનુ સામે આવ્યુ હતુ. હવે જોવાનુ રહે છે કે, મુંદરામાં ઝડપાયેલા ૧૦૦ કરોડના જથ્થામાં કેવા પ્રકારની કાર્યવાહી થવા પામશે.
..............
નાપાક ડ્રગ્સ કાંડમાં ગાંધીધામના કયા સીએચએની ભુંડી ભુમિકા? તપાસ શરૂ
ગાંધીધામ : મુંદરામાં ડેકલેફેનાક અને ગેબેડોલ ડીકલેર કરી અને તેની આડમાં ટ્રોમાડોલ જેવી પ્રતિબંધિત દવાની નિકાસ કરવાનો પર્દાફાશ થયો છે ત્યારે આ કેસમાં સીએચએની ભુમિકા ચોકકસથી શંકાના દાયરામાં આવી જ જાય છે. સીએચએની જાણ વગર આવા કેન્સાઈનમેન્ટ પાર પડતા હોતા જનથી. ગાંધીધામના કયા સીએચએ દ્વારા આ મુજબની ભૂંડી ભુમિકા ભજવવામાં આવી છે. જાણકારોના મત અનુસાર એસઆઈઆઈબી કંડલાની ટુકડી દ્વારા ગાંધીધામમાં સબંધિત સીએચએને ત્યા ગત રોજ રાતથી જ તપાસનો દોર હાથ ધરવામા આવી ચૂકયો છે.

Comments