Trending News
સ્થાનિક સમાચાર

રાપરની ખોડિયારવાંઢમાં  ર.૦૧ લાખનો શરાબ ઝડપાયો 

28 July



વાહનો સહિત પ.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો, આરોપી  હાજર ન મળ્યો 



રાપર : તાલુકાના ખોડિયારવાંઢ બેલા ગામે બાલાસર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આ વિસ્તારમાં વિક્રમી કહી શકાય તેમ ર લાખ રૂપિયાની કિંમતનો શરાબ ઝડપી લેવા સાથે વાહનો પણ કબ્જે કર્યા હતા. બાલાસર પોલીસે શરાબનો ક્વોલિટી કેસ કરતાં સ્થાનિકે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ખોડિયારવાંઢ બેલા ગામે રહેતા નારણ દાનાભાઈ રાજપૂતે પોતાના ઘરની આગળ મહિન્દ્રા બોલેરો ગાડી નંબર જી.જે. ૦૮ સી.એસ. ૯૭૮રમાં ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કરવામાં આવેલી તપાસમાં શરાબની પ૪૦ બોટલ કિ.રૂા. ૧.૮૯ લાખ અને બીયરના ૧રર ટીન કિ.રૂા. ૧ર,ર૦૦ મળી કુલ ર,૦૧,ર૦૦નો પ્રોહીબીશન મુદ્દામાલ તેમજ ૩.પ૦ લાખની બોલેરો અને ૧૦ હજારની બાઈક મળી પ,૬૧,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બાલાસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM