Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામને મનપામાં પરીવર્તિત કરવાનું ટુંકમાં જ થશે મુર્તિમંત : કલેકટર શ્રીઅરોરાએ યોજી બેઠકઃ દરખાસ્તને આખરી ઓપ

27 July

સીમાંકન-વસ્તીની રૂપરેખા તૈયાર : કલેકટરશ્રી આરએમસીને મોકલશે પ્રોપોઝલ



જિલ્લા સમાહર્તા અમિત અરોરા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ, સીઈઓ-નગરપાલિકા, નપા પ્રમુખ સહિતનાઓએ ગત રોજ બંધબારણે યોજી મહત્વપૂર્ણ બેઠક : કલેકટરશ્રીએ અંતિમ દરખાસ્ત મોકલવા માટે શહેરનો વર્તમાન વીસ્તાર, સુચિત વિસ્તાર, વસ્તી સહિતના પ્રશ્નો-સમસ્યાઓ-સ્થિતીનો મેળવ્યો તાગ : વસ્તીની દ્રષ્ટીએ તો 
ગાંધીધામ મનપા માટે માત્ર ગાંધીધામ-આદિપુરથી જ ક્રાયટેરીયા થઈ જાય છે પૂર્ણ, વિસ્તારને લઈને કોઈ જ લક્ષ્યાંક નથી ઉપરાંત પણ નગરપાલિકા પર લાંબા સમયથી 
એક યા બીજી રીતે નભતી આજુબાજુની પંચાયતોને વિશ્વસામાં લઈ અને કરાશે સમાવેશઃ સીઈઓશ્રી ટુંક જ સમયમાં કલેકટરશ્રીને ફાઈનલ દરખાસ્ત કરશે પેજ



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરને લાંબા સમયથી મહાનગરપાલિકાનો દરજજો મળે તેવી માંગ સતત કરવામા આવતી હતી અને તે ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા રાજયની અલગ અલગ નવ જેટલી નગરપાલીકાઓને મનપાનો દરજજો આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી અને તેમાં ગાંધીધમાનો પણ સમાવેશ કરવામાં આવી ગયો હતો. દરમ્યાન જ હવેસરકાર તબક્કે આ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની દીશામાં વહીવટી પ્રક્રીયાઓ ઝડપી બનાવવાની દીશામાં હલચલ શરૂ કરી દીધી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીધામ નગરપાલિકાને મનપા બનાવવાને માટેની પ્રક્રીયાઓ-ઔપચારીક વિગતો, દરખાસ્ત સ્વરૂપે વેળાસર મોકલો તેવુ સુચન કચ્છના વહીવટીતંત્રને આપવામાં આવ્યુ છે અને તેના પગલે જ કચ્છ કલેકટરશ્રી અમિત અરોરા ગઈકાલે ગાંધીધામ નગરપાલિકામાં આવી પહોચ્યા હતા અને તેઓની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક આ બાબતે યોજવામા આવી ગઈ છે. 
ગતરોજ ગાંધીધામ ન.પા.ને મહાનગરપાલિકાની દીશામાં કાર્યવાહીને આગળ ધપાવવા માટે કચ્છ કલેકટર અમિત અરોરા,ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકાના પ્રમુખ તથા સીઈઓ સહિતનાઓની એક બેઠક યોજાવવા પામી હતી અને આ બેઠકમાં શહેર વર્તમાન સમયે કઈ રીતે પાલિકામાં વિસ્તરેું છે, અને મહાનગરપાલિકા સંદર્ભે વોર્ડ કઈ રીતે બની શકે તેમ છે. વસ્તી કયા વિસ્તારમાં કેટલી છે અને કેટલા ગામો જોડાવવા માંગે છે. તે અંગે ઉંડાણપૂવર્ક ગહન ચચાઓ કરવામા આવી હતી તેવુ નગરપાલિકાના સીઈઓ શ્રી સંજય રામાનુજે જણાવ્ય હતુ. ગઈકાલની બેઠક બાદ તેઓએ તૈયાર કરેલી રૂપરેખા સાથેની દરખાસ્ત તૈયાર કરી અને જિલ્લા 
કલેકટરશ્રીને વેળાસર જ સુપરત કરશે. એટલે હવે આગામી ૧પ દીવસથી એક માસ સુધીમા જ ગાંધીધામ નગરપાલિકાને મહાન.પા.માં પરીવર્તિત થતુ જોઈ શકાશે.


...............

શિણાયને મનપામાં ભેળવી દેવાય..!



- તો આદિપુર-ગાંધીધામ શહેરનો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય



શિણાય ડેમ નર્મદાથી ભરવાની મંજુરી મળેલી છે, શિણાયનુ પાણી કુદરતી રીતે ગ્રેવીટીથી જ આદિપુરથી આવે છે, એટલે મનપા પર આદિપુરના પાણીનો પ્રશ્ન જ ઉકેલાઈ જાય : શહેરની આસપાસ-સ્પર્શતી પંચાયતો જેના ગટર સહિતના પ્રશ્નો નગરપાલિકા પર અવલંબિત છે, તેવા વિશાળ સોસાયટીઓ ધરાવતી પંચાયતોનો પણ સમાવેશ થશે : સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ મળશે, નગરપાલીકા પર આર્થિક ભારણ ઘટશે : ગ્રાન્ટ વધશે, ગટર જેવી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી જશે



ગાંધીધામ : ગાંધીધામ નગરપાલીકાને મહાનગરપાલીકા બનાવવાની પ્રક્રીયા વેગવાન બની છે ત્યારે દરખાસ્તને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. શહેરના પ્રબુદ્ધવર્ગ કહી રહ્યા છે કે, ગાંધીધામ વિસ્તાર અને વસ્તી બન્નેની રીતે સક્ષમ જ છે, ઉપરાંત જો શિણાયને મનપામાં ભેળવી દેવામા આવે તો સકુલનો પાણીનો પ્રશ્ન અડધોઅધડ ઉકેલાઈ જાય તેમ છે. શહેરને નર્મદાજળ પર આખેઅખુ આધારીત ન રહેવુ પડશે. હાલમાં શિણાયમાં ડેમ છે તે નર્મદના જળથી ભરવા મંજુરી પાત્ર છે અને તે ભરાય પણ છે. શિણાય ડેમનું પાણી છે તે કુદરતી ગ્રેવીટીથી જ આદિપુર તરફ આવે છે. એટલે આ પાણી આદિપુરને મળતુ થઈ જાય તો નગરપાલીકા-મનપા પર આદિપુરને પાણીનો પ્ર્‌શન જ ન રહે. ઉપરાંત શિણાય ડેમનુ પાણી ગ્રેવીટીથી આવતુ હોવાથી વધારાનો કોઈ ખર્ચ પણ કરવો ન પડે. ગાંધીધામ શહેરમાં પણ અમુક વિસ્તારોમાં આ પાણી આપી શકાય તેમ છે. આ ઉપરાંત ગાંધીધામ શહેરને સ્પર્શતી પંચાયત કે જે અનેકવિધ સોસાયટીઓ ધરાવી રહી છે તેના ગટર સહીતના પ્રશ્નોનો ભાર હાલમાં પણ નગરપાલીકા જ વહન કરી રહી છે. આવી સોસાયટીને જો મનપામાં સમાવી લેવામા આવશે તો જેતે વિસ્તારના લોકોની સસમ્યાનો ઉકેલ આવી શકશે. 


...............

કલેકટરશ્રની બેઠક બાદ હવે શું હાથ ધરાશે પ્રક્રીયા?



ગાંધીધામ : નગરપાલિકાને મનપા બનાવવા માટેની પ્રક્રીયા તેજ બનાવાયેલી છે. ગઈકાલે કલેકટરશ્રીએ અહી બેઠક યોજયા બાદ સીઈઓએ રૂપરેખાને કલકેટરશ્રી સમક્ષ મુકશે અને તે બાદ કલેકટરશ્રી રાજકીય અભિપ્રાયો મેળવી અને અધિકારીઓની એક ફાઈનલ બેઠક યોજશે. જે બાદ મનપા માટેની દરખાસ્તને અંતીમ કરવામાં આવશે અને કચ્છ કલેકટર તે દરખાસ્તને આરએમસી(રાજકો મ્યુનીસીપલ કમિશ્નરશ્રી)કક્ષાએ રજુ કરશે જયાથી આરએમસી રીવ્યુ કરી અને શહેરી વિકાસ વિભાગમાં મોકલશે જે વિભાગના મંત્રીશ્રી હાલમાં રાજયના મુખ્યપ્રધાનશ્રી જ હોવાથી તેને અંતિમ કરવામા આવશે અને થોડા જ સમયમાં આ પ્રકારની જાહેરાત પણ સરકાર તબક્કેથી કરવામાં આવી શકે છે.


...................


મનપાથી સર્વાંગી વિકાસ જ થશે : વિરોધ પક્ષ સહિત સૌ કોઈ આ મહાવિકાસકાર્યમા સહયોગ જ કરે


સરકાર -વહીવટીતંત્ર તબક્કે જે ગામોના સમાવેશની વાત હોય, તેમાં વાંધાઓ ઉભા કરવાના બદલે સમાધાનથી રસ્તો શોધીને સહયોગ આપવો જોઈએ, વિરોધ પક્ષે પણ જે ગામો માનતા ન હોય તેઓને સમજાવવા ભજવી જોઈએ ભુમીકા



ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલીકાનો દરજજો મળશે એટલે ચોકકસથી અહીનો વિકાસ આશમાનને આંબતો થવા પમી જશે. મનપા થવાથી આ સંકુલને અનેકવિધ ફાયદાઓ મળવાના છે તે આપણે સૌ જાણીએ જ છીએ. મ્યુનીશીપલ ડે.કમિશ્નરશ્રી એટલે ે આઈએએસ અધિકારી અહી મુકવામાં આવશે, જેના પાવર ઓફ ડેલીગેશન, એટલે કે જેમની પાસેની સત્તા વ્યાપાક હોય છે, સરકાર તબક્કેથીમળતી ગ્રાન્ટમાં અનેકગણો વધારો થવા પામશે એટલે જે વિસ્તારને તેમાં ભેળવવમા આવશે તેના વિકાસ ઝડપી થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં જયારે આ મહાન કાર્યની વહીવટી પ્રક્રીયાઓ ચાલી રહી છે ત્યારે સૌએ સાથે રહી અને ન.પા.ને ઝડપથી મનપા કેમ મળી જાય તે માટે અને તે દીશામાં તાકાત વાપરવી જોઈએ, તેમાં વિપક્ષ અને વિરોધપક્ષ પણ આવી જાય છે. જો કોઈ પણ પંચાયત જેને સરકાર સમાવવા તૈયાર હોય અને કોઈ ગેરસમજ થતી હોય તો તેના ઉકેલની દીશામાં પણ વિરોધ પક્ષે આગળ આવવુ જોઈએ.

 

Comments

COMMENT / REPLY FROM