Trending News
સ્થાનિક સમાચાર

કાર્ગો પીએસએલ ઝુપડામાંથી પોલીસે ૩.૮૮૪ કિલો ગાંજો ઝડપી પાડયો

27 July





જિલ્લામાં ગુનાખોરી અટકાવવા પોલીસની મોટી કાર્યવાહી


ગાંધીધામ : સંકુલમાં માદક પદાર્થોની વધતી હેરાફેરી વચ્ચે બી ડિવિઝન પોલીસે કાર્ગો પીએસએલ ઝુપડા વિસ્તારમાં આંબેડકર નગરની ગલી નં. ૩ માં કરેલી તપાસમાં ગાંજો ઝડપાયો છે. અહીં રહેતો મોહમદ સલીમ આઝાદ શાહ મુસ્લીમ તેના ઘરમાં ગાંજો રાખી વેંચાણ કરે છે તેવી બાતમી આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ઝડતી દરમ્યાન ઘરમાંથી ગાંજો મળી આવતા એફએસએલ તપાસ કરાવાઈ હતી. ૩.૮૮૪ કિલો ગાંજો કિંમત રૂા. ૩૮,૮૪૦ નો મુદ્દામાલ તેના ઘરેથી મળી આવ્યો હતો. પુછપરછ કરતા તે અને ફીરોઝ દાઉદ માણેક ભાગીદારીમાં ધંધો કરતા હોવાની કબુલાત આપી હતી. જેથી ફીરોઝને ઝડપી લેવાયો હતો. બી ડિવિઝન પોલીસે બન્નેને ઝડપી ગાંજા ઉપરાંત મોબાઈલ, રોકડ વગેરે મળી ૮૯,૮૪૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ છુટકમાં ગાંજો વેચતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM