પૂર્વ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરી હથિયાર રાખતા ૬પ ઈસમોને ઝડપી લેવાયા
જિલ્લામાં ગુનાખોરી અટકાવવા પોલીસની મોટી કાર્યવાહી
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે ગુનાખોરી અટકાવવા મોટી કાર્યવાહી કરી છે. જાહેરનામાનો ભંગ કરી હથિયાર રાખતા ૬પ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને શોધી કાઢવા માટે ર૬ જુલાઈના સ્પેશ્યલ ડ્રાઈવ આપવામાં આવી હતી. ડીવાયએસપી સાગર સાબંડા અને મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં જિલ્લના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા હથિયાર બંધી જાહેરનામાના કેસો શોધવામાં આવ્યા છે. એલસીબી અને એસઓજીએ મળી ૬પ જેટલા ઈસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા ઝડપી ગુનો દાખલ કર્યો હતો. જેમાં સૌથી વધુ અંજારમાં ૧૩ કેસ એ બાદ અનુક્રમે એ ડિવિઝનમાં ૭, બી ડિવિઝનમાં ૬, આદીપુરમાં ર, કંડલા મરીનમાં ૩, દુધઈમાં ર, ભચાઉ અને સામખિયાળીમાં પ - પ, લાકડીયામાં ૪, આડેસરમાં ૩, રાપરમાં ૪, એલસીબીએ ૬, એસઓજીએ ર તેમજ બાલાસર, ખડીર અને ગાગોદર પોલીસે એક એક કેસ શોધ્યો છે. જિલ્લામાં મારામારી, હત્યા, જીવલેણ હુમલાઓની ઘટનામાં વધારો નોંધાયો હોઈ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Comments