Trending News
સ્થાનિક સમાચાર

હવે કંડલામાં સોપારી દાણચોર ગેંગ મેદાનમાં : એસઆઈઆઈબીની ટીમે છ કન્ટેઈનર ઝડપ્યા

26 July

કમિશ્નર શ્રી રામમોહન રાવની ટીમનો મોટો સપાટો





રોકસોલ્ટ દેખાડી તેમાં સોપારી લાવી, પલટી કરી અને ખાનગી કોઈ ગોડાઉનમાં તેમાં રોકસોલ્ટનો જથ્થો ભરીને કાસેજમાં ઈન થાય તે પહેલા જ કંડલા એસઆઈઆઈબીની ટુકડીએ પોર્ટ પર આયાત થયેલા કન્ટેઈનરને સીડબલ્યુસી ગોડાઉનમાં લઈ જઈ તપાસ કરતા ડીકલેર ગુડઝની જગ્યાએ સોપારીનો જથ્થો મળી આવ્યો : તપાસનો ધમધમાટ થયો તેજ : તાજેતરમાં જ પોલીસે બે કન્ટેનર રોકસોલ્ટ દેખાડીને સોપારીના ઝડપ્યા બાદ હવે કસ્ટમે વધુ છ કન્ટેનર પકડાતા દાણચોર સિન્ડીકેટમાં મચી છે દોડધામ



કાસેજમાં થોડા સમય પહેલા જ જે વેરહાઉસમાં ૩ કન્ટેઈનર રીએક્ષપોર્ટ દેખાડી અને તેને પલટી મારવામાં આવે તે પહેલા જ અમદાવાદ ડીઆરઆઈએ તેને ઝડપી લીધા હતા તે વરસુર ઈમ્પેક્ષના જ આઈજીએમ(ઈમ્પોર્ટ દસ્તાવેજો)સાથેના છ કન્ટેઈનર પકડી ચાલતી ઉંડી તપાસ : ગઈકાલ મોડી રાતથી સીડબલ્યુસી કંડલામાં આજે સવારના પણ કંડલા કસ્ટમ એસઆઈઆઈબીના અધીકારીઓની છાનબીન તેજ રહી 
’



કાસેઝ ડીસીશ્રી દીનેશ સીંગજી-જેડીસી શ્રી મારૂત ત્રિપાઠી કે જેઓ બન્ને કડક-તટસ્થ અને બાહોશ-પ્રમાણિક અધિકારીઓની છાપ ધરાવી રહ્યા છે, તેઓએ કાસેઝમાં આવેલા આવા યુનિટોનો કાચો ચીઠ્ઠો મેળવી અને વિના વિલંબે એલઓએ જ રદ કરી દેવી જોઈએ

ખાટલે મોટી ખોટ : પોર્ટ પર આયાત થયેલ છ કન્ટેઈનર જવાના કયાં હતા? : દિલ્હી કે ઝોન? કાસેઝમાં જતા હોય તો બને મોટો ગુનો? : જો કે, આ કંપની પર પગલા લેવાય જ કયાં છે? અગાઉ બોન્ડ ટુ બોન્ડ દિલ્હીમાં પણ આ જ રીતે ઘોટાળો હતો, તે બાદ અમદાવાદ ડીઆરઆઈએ કાસેજમાં ત્રાટકીને ત્રણ કન્ટેઈનરો રડારમાં લીધા, છતા આ કંપની દિલ્હી સ્થિતી માલિકનો વાળ પણ કયાં વાંકો થાય જ છે?
’




ગાંધીધામ : ગાંધીધામ : દેશના મહાબંદરો એવા મુંદરા અને કંડલા બંદર કચ્છમાં કાર્યરત છે અને વિદેશથી અહી અનેકવીધ કીમીતી ચીજવસ્તુઓની આયાત નિકાસ થવા પામતી હોય છે. પરંતુ પાછલા કેટલાક સમયથી કચ્છમાં દાણચોરી યુકત સોપારી મોટી માત્રમાં આવતી હોય તેમ ચર્ચાસ્પદ કિસ્સાઓ અલગ અલગ બની ચૂકયા છે અને તેમાંય મુંદરામાં સ્મગલીંયુકત સોપારી પ્રકરણમાં પોલીસનો તોડકાંડ વધારે જ કાળી ટીલ્લી લગાડવા સમાન બની જવા પામ્યો હતો. જાણે કે, તે બાદ મુંદરામાં સોપારી દાણચોરી કરનારાઓમાં સહેજ ઓટ આવી હોય અને કંડલા-કાસેઝ આસપાસમાં એક યા બીજી રીતે સોપારી દાણચોરી કરવાની કોઈ ચોકકસ સિન્ડીકેટ-ગેંગ જ મેદાનમાં આવી ગઈ હોય તેમ ખાસ કરીને રોકસોલ્ટ ડીકલેર કરી અને તેની આડમાં સોપારી આયાત કરી, પલ્ટી મારી અને તગડી દાણચોરી-ડયુટી ચોરી કરી લેવાના કારનામાઓના એક પછી એક અહીથી પર્દાફાશ થવા પામી રહ્યા છે. 
આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો હજુ તો ગત તા. ૧૮મી જુલાઈના રોજ કંડલા પોલીસે રોકસોલ્ટ બતાવી આયાત થયેલા બે કન્ટેઈનરમાં સોપારીનો મિસડીકેરશ કરાયેલ જથ્થે-મુદામાલ એક ગોડાઉનમાથી પકડી પાડયો અને તેમાં ત્રણ શખ્સોની પણ ધરપકડ થવા પામી ચુકી છે તો વળી આગળનીતપાસ ચલાવાઈ જ રહી છે તે વચ્ચે જ હવે કંડલા કસ્ટમ એસઆઈઆઈબી વિંગ દ્વારા આ જ રીતે સીંધુલુણ-રોકસેાલ્ટ ડીકલેર કરી અને તેમાં સોપારી ભરી તેને કોઈ જગ્યાએ લઈ જઈ અને પલટી મારવામાં આવે તે પહેલા જ ગત રોજ અટકાવીઅને સીડબલ્યુસી ગોડાઉનમાં લઈ જઈ તપાસણીઓ શરૂ કરવામા આવતા બાતમી અનુસાર જ તેમાથી સોપારીનો જથ્થો મળી આવ્યો હોવાનુ  સામે આવવા પામી રહ્યું છે. ગત મોડી રાતે શરૂ કરેલી આ છાનબીન કંડલા એસઆઆઈબીના અધિકારીઓ દ્વારા આજરોજ પણ સવારથી જ ચાલુમાં હોવાનુ મનાઈ રહ્યું છે. કહેવાય છે કે, કંડલા પોર્ટ પર ઈમ્પોર્ટ કરવમા આવેલા આ કન્ટેનર પલટી મરાવીઅને કાસેઝ તરફ જવાના હતા તેવુ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. અને કહેવાય છે કે, થોડા સમય પહેલા જ અમદાવાદ ડીઆરઆઈ દ્વારા કાસેઝની જે પેઢી પર સોપારી રીએકસપોર્ટ કરવાના નામે તવાઈ બાલાવી અને તપાસ ચલાવાઈ રહી છે તે વરસુર વેરહાઉસ કાસેજના જ દસ્તાવેજો આ છ કન્ટેનરમાં પણ હોવાથી તે પણ કાસેઝના આ જ વેરહાઉસમાં જવાના હતા તેવુ પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. હવે જો હકીકતમાં આવુ જ બન્યુ હોય તો ચોકકસથી મોટો અને ગંભીર ગુનો બની રહ્યો છે. કારણ કે, રોકસોલ્ટ ડીકલેર કરાયુ, તેમાંથી સોપારી મળી છે અને તે કાસેજના કોઈ વેરહાઉસમાં જવાનુ હતુ, તો તેનો અર્થ શું થયો? ઉપરાંત અગાઉ થોડા સમય પહેલા જ આ વેરહાઉસ્‌ સોપારીના રીએસપોર્ટના નામે ડીટીએ પલટી મારવાની તપાસ હેઠળ ચર્ચમાં આવી ગયુ હોય.! જો કે, બીજીતરફ આ અંગે કંડલા કસ્ટમ કમિશ્નરશ્રી તથા અન્ય અધિકારીઓ હાલતુરંત તપાસ ચાલુમાં હોવાથી મગનું નામ મરી પાડવાનો ઈન્કાર જ કરી રહ્યા છે. 





....................




ઝડપાયેલ છ કન્ટેઈનરને મુંબઈના કાળુરામવાળા 
બે કન્ટેઈનર સાથે કોઈ સબંધ-નાતો છે કે કેમ?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કંડલા પોલીસે ગત તા. ૧૮મી જુલાઈના રોજ રોકસાલેટ ડીકલેર કરી અને તેમાં સોપારીનો જથ્થો લાવી એક ગોડાઉનમાં તેની હેરફેર કરતી વખતે જ પકડી અને આ બાબતે સત્તાવાર ફરીયાદ જ નોધવામા આવી હતી. તેમાં ત્રણ શખ્સોને પકડી પાડવામા આવ્યા છે તો મુંબઈનો કાળુરામ કે જેણે આ બધી ગોઠવણીઓ કરી હતીતેની શોધખોળ હજુ ચાલી રહી છે. પરંતુ જે રીતે આ બે કન્ટેઈનરોની પદ્વતિ-મોડસ ઓપરેન્ડ હતી તે જ રીતે બીજા છ કન્ટઈનર હવે કસ્ટમ એસઆઈઆઈબીએ ઝડપી લીધા છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, શું ઝડપાયેલા આ છ કન્ટેઈનરને મુંબઈના કાળુરામ વાળા બે કન્ટેઈનરો સાથે કોઈ સબંધ-નાતો છે કે નહી?


...................


કંડલામાં છ મહિનાથી સ્કેનર બંધ છે?કેમ
ચાલુ નથી કરાવતું કસ્ટમવિભાગ..!



ગાંધીધામ : મુંદરા બાદ હવે એક પછી એક કંડલામાં પણ સોપારી દાણચોરી કરનારાઓના કારનામા ખુલી રહ્યા છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કંડલામાં કન્ટેઈનર સ્કેનર લાંબા સમયથી બંધ અવસ્થામાં પડયું છે. અંદાજીત છ માસ થયા અહી સ્કેનીંગ ચાલુ નથી અને કયાંક ને કયાંક તેનો જ ગેરલાભ સોપારી દાણચોર તત્વો ઉઠાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્કેનીંગ બીજે કરવા લઈ જઈએ છીએ એમ દેખાડી અને પલટીઓ મારવામાં આવતી રહેતી હોય તેવુ ફલિત થતુ જોવાઈ રહ્યું છે. કસ્ટમ વિભાગ કંડલામાં બંધ સ્કેનરને કેમ ચાલુ કરવાની તસ્દી નથી લેતું?


............



બેધડક સોપારી આવે છે તો ડ્રગ્સ-હથિયાર નહી આવી શકે?

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમરને આ કન્ટેનરમાં
સોપારી નહીં માટી હોવાના કોણે પહેરાવ્યા ઉલ્ટા ચશ્મા?


હવે જોવાનુ એ છે કે, સાચુ કોણ? પૂર્વ કચ્છ પોલીસ કે પછી કંડલા એસઆઈઆઈબીની વિંગ? પોલીસ કહે છે કે માટી નીકળી છે, એસઆઈઆઈબીની ટુકડીની તપાસમાં સોપારી નીકળ્યાની છે ચર્ચા : 


કંડલામાં એક પીઆઈ શ્રી વાડા હતા તેઓનો ગુનેગારોમાં ભારે ફફડાટ હતો અને હાલના શ્રી વાળાને સોપારીની જગ્યાએ માટી દેખાય છે! આને શું સમજવું? એસપીશ્રી વિચારે


ગાંધીધામ : કંડલામાં ઈમ્પોર્ટ કરાયેલા છ કન્ટેઈનરને સીડબલ્યુસી ખાતે સોપારી હોવાની બાતમીના આધારે જ લાવવામા આવ્યા હતા અને આ અંગે પૂર્વ કચ્છ એસપીશ્રીને પણ ગઈકાલે બપોરે જાણ થવા પામી ગઈ હતી અને તેઓએ પણ તેમની ટીમ આ અંગેની ખરાઈ કરવા મોકલી આપી હતી. હાલમાં મોડી રાતે જે કન્ટેઈનરોમાંરોકસોલ્ટના નામે સોપારી જ આવ્યાનુ ફલિત થયુ છે તે કન્ટેનરોમાં રોકસોલ્ટ નહી પણ માટીનો જથ્થો આવ્યો હોવાનો મૌખિક જાણ-અહેવાલ સ્થળ પર થયેલા અધિકારીએ એસપીશ્રીને આપ્યો હોવાનુ મનાય છે. ખેરખર આ વિષય ખુબજ ચિંતાજનક કહી શકાય તેમ છે. કંડલા એસઆઈઆઈબી વિંગ દવારા કન્ટેનરની તપાસણીઓ કરવામાં આવતા તેમાથી સોપારી જ નીકળી આવી હોવાની વાત સપાટી પર આવી રહી છે ત્યારે હવે સવાલ એ થાય છે કે, જો આ રીતે રોકસોલ્ટ બતાવીને સોપારીનો જથ્થો આવી જતો હોય તો પછી અહી ડ્રગ્સ-હેરોઈન કે પછી વિસ્ફોટકો પણ નહી ઠલવાઈ ગયા હોય અથવા તો ઠલવાઈ જતા હોય તેની શું ખાત્રી?
આ સંદર્ભે કંડલા પોલીસ મથકના પીઆઈ શ્રી વાડાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ કહ્યુ હતુ કે, આ સંદર્ભેના ઈનપુટસ અને એસપી સાહેબ તરફથી પણ સુચનો મળેલા હતા, અને અમે સીડબલ્યુસી ખાતે કન્ટેઈનરને લઈને તપાસ માટે ગયેલા હતા પરંતુ તેમાં સોપારી નથી પરંતુ માટી જ રહેલી છે અને આ સંદર્ભે અમે એસપી સાહેબને પણ અવગત કરી દીધા છે. નિયમ અનુસારનું જ મટીરીયલ્સ આવ્યુ છે તેમાં કયાય પોલીસ તબક્કે વધુ કોઈ તપાસ કરવાની થતી નથી. હવે અહી સવાલ એ થાય છે કે, સાચુ કોણ? પૂર્વ કચ્છ-કંડલા પોલીસ કે પછી કંડલા એસઆઈઆઈબીની ટીમ?

...............



કંડલા-મુંદરા કસ્ટમ આરએફઆઈડી સિલ કેમ નથી લગાવતુ ? પલટી પ્રથા તો જ થશે બંધઃ કરોડોના કૌભાંડો પર આવશે બ્રેક


ગાંધીધામ : મુંદરા હોય કે કંડલા વિદેશથી આવતા કન્ટેઈનરોમાં મિસડીકલેરશ કરવામાં પાછલા કેટલાક સમયથી પલટી પ્રથાને મોટો વેગ આપેલો હોવાનુ દેખાય છે. પલટી પ્રથાને જો બંધ કરવુ હોય તો કસટમવિભાગે વિના સંકોચે સૌ પ્રથમ તો આરએફઆઈડી એટલે કે કસ્ટમનો પોતાનો સિલ જ જયારે કન્ટેઈનર પોર્ટ પર ઉતરે એકઝામિન થાય એટલે લગાડવો ફરજીયાત જ કરી દેવો જોઈએ. આ આરએફઆઈડી સીલલાગી જાય એટલે કન્ટેઈનરને કસ્ટમ ઓફીસર બેઠા બેઠા ટ્રેક કરી શકે છે કે તે પોર્ટમાથી નીકળ્યા બાદ દસ્તાવેજામાં બતાવેલા સ્થળ પર જાય છે કે પછી અન્યત્ર ગોડાઉનોમાં પહોચી રહ્યું છે? આ બાબતે કમિશ્નરશ્રીઓ કેમ કડકાઈથી કામ નથી લેતા?



....................


કાસેઝમાં વરસુરના ગુટખા વાળા યુનિટ-ર માટે
સોપારી લવાઈ- પણ રોકસોલ્ટ કેમ ડીકલેર કરી?


ગાધીધામ : કંડલા એસઆઈઆઈબીની ટુકડીએ જે સોપારીનો જથ્થો પકડી પાડયો છે તે ખરેખર કાસેઝમાં વરસુર નામની કંપનીના યુનિટ નં બે કે જે ગુટખા મેન્યુફેકચરીંગ યુનિટ હોવાનુ સામે આવી રહ્યું છે. હવે અહી જોવાની વાત એ છે કે, વરસુરમાં યુનિટ ૧ અને બે એમ આવેલા છે. યુનિટ એક વેરહાઉસ ટ્રેડીંગ જ મનાય છે તો બે ગુટખા મેન્યુફેકચરીંગ યુનીટ છે. હવે આ યુનિટમાં સોપારી આવતી હાયે તો આવી શકે છે, તેમાં કદાચ કોઈ પ્રશ્ન નથી, પરંતુ કંડલા એસઆઈઆઈબી વિંગ દ્વારા જે છ કન્ટેઈનરો સિજ કરાયા છે તેમા તો ડીકલેર રોકસોલ્ટ કરેલ હતુ? અવુ કરવાની કયા જરૂર પડી? જે શીપીંગ લાઈન છે તે હોપેગ હોવાનુ મનાય છે અને હોપેગ દ્વારા સોપારી મુદામાલને લાવવો-લઈ જવો જ સામેથી બેન્ડ કરી દીધો હોવાનુ ચર્ચાય છે. હોેપેગ કન્ટેઈનર લાઈનવાળા છે તેઓ સોપારીનું કામ જ નથી કરતા, અને તે વાત આખુંય સંકુલ સારી રીતે જાણે છે, તો પછી અહી વરસુરના યુનિટ ટુમાં જે સોપારીનો જથ્થો આવ્યો તે હોપેગના કન્ટેનરમાં કેમ નાખી દેવાયો? આ તમામ મુદાઓ ઘનિષ્ઠ તપાસ ઈચ્છી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM