Trending News
સ્થાનિક સમાચાર

કારગીલ વિજય દિવસની ઉજવણી રૂદ્રાણી ખાતે કરાઈ

26 July


એનસીસી કેડેટ્‌સને વેપર ટ્રેનિંગ, ફાયરીંગ, સ્પોટ્‌ર્સ એક્ટીવીટીથી માહિતગાર કરાયા : એરિયાના સરપંચ સુરેશભાઈ છાંગાનો સહયોગ મળ્યો 


ભુજ : કેન્દ્રિય સંચાર બ્યૂરો ક્ષેત્રીય કાર્યાલય તેમજ એનસીસી ૩૬ બટાલીયનના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ રજત જયંતીની ઉજવણી રૂદ્રમાતા કેમ્પ ખાતે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સંધ્યાએ સ્પોટ્‌ર્સ ગમે, ચિત્ર વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  કારગીલ વિજય દિવસની ઉજવણી ઉપલક્ષમાં કમલેશ મહેશ્વરીએ જણાવ્યું કે, બે દિવસના કાર્યક્રમમાં કચ્છની તમામ કોલેજ - શાળાના એનસીસી કેડેટ્‌સ જોડાયા હતા. સિલ્વર જ્યુબિલી પ્રસંગે સ્પોર્ટસને ગેમો, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજનમાં વિજેતાઓને ઈનામો અપાયા હતા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી.  સુબેદાર બાલકૃષ્ણએ ઉજવણીની માહિતી આપતા જણાવ્યું કે, કાગરીલ વિજય દિવસની ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમ ૧૬થી ર૬ જુલાઈ સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં કેડેટ્‌સને વેપન ટ્રેનિંગ, ફાયરિંગ, સ્પોર્ટસ એક્ટિવિટી વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બ્યૂરોની ટીમ અહીં આવી તેણે તમામ કેડેટ્‌સને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ વોર મેમોરિઅલ ખાતે સલામી અને પરેડ યોજાઈ હતી. કાર્યક્રમમાં ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા, ગાંધીધામ, અંજાર વગેરે જગ્યાએથી કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ કારગીલ વિજય દિવસનો ઉદેશ સમજાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઈ છાંગાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વેળાએ લેફ. કર્નલ શ્રી સંદીપ (સેના મેડલ), સુબેદાર બાલકૃષ્ણ જીંદે, ટી.વી. રમન્ના, સીબીસી કે.આર. મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. 
 

Comments

COMMENT / REPLY FROM