Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં ટાંકામાં ડૂબી જતા બે સહોદર બાળકોનાં મોતથી અરેરાટી 

25 July



બે માસૂમ ભૂલકાંઓના મોતથી શ્રમીક પરિવાર પર તુટી પડ્યું આભ : શહેરમાં ફેલાઈ અરેરાટી 


ગાંધીધામ : શહેરના અપનાનગર વિસ્તારમાં મકાનના બાંધકામની સાઈટ પર ખુલ્લા ટાંકામાં પડી જતા બે માસૂમ ભૂલકાંઓના મોતથી શહેરમાં ગમગીની ફેલાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના અપનાનગર ગણપતિ મેદાન પાછળ ગત સાંજે છ વાગ્યાના અરસામાં કરૂણાંતિકા બની હતી. બાંધકામ સાઈટ પર ખુલ્લા ટાંકા પાસે સુનિલ રાહુલ રાજપૂત (ઉ.વ. ૮) અને પૃથ્વીસિંહ રાહુલ રાજપૂત (ઉ.વ. પ) નામના બે ભાઈઓ રમી રહ્યા હતા. આ બાંધકામ સાઈટ પર બન્ને હતભાગીઓને પિતા રાહુલ રાજપૂત ચોકીદાર તરીકે ફજર બજાવે છે. તેમનો પરિવાર પણ ત્યાં સાથે રહે છે. બન્ને બાળકો પાણીના ટાંકા પાસે રમી રહ્યા હતા ત્યારે એક બાળક પાણીના ટાંકામાં ડૂબ્યો હતો તેની પાછળ બીજો બાળક પણ ટાંકામાં પડી જતા દુબવા લાગ્યો હતો. બન્ને બાળકો પાણીના ઊંડા ટાંકામાં ગરકાવ થઈ ગયા હતા. બન્ને બાળકોને હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. એકી સાથે બે બાળકોના મોતથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને શહેરમાં ગમગીની ફેલાઈ હતી. ગાંધીધામ પોલીસે બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


..........

જુઓ તો ખરા કેટલી હદે ચાલે છે લીંપાપોત્તી? મકાન માલિક-
ઠેકેદાર અને ઈન્જીનીયર સામે જ દાખલ થવો જોઈએ ગુનો..!


બે બાળકોના ભોગ લેવાઈ ગયા બાદ અગમચેતીના ભાગરૂપેના શરૂ કર્યા ઢાંકપીછોડા : પહેલા કયા ગયા હતા? શું નિયમો ખબર ન હતા કે, દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હતા?


ગાંધીધામ : શહેરમાં મકાનનું બાંધકામ થઈ રહ્યુ હતુ તેના પાણીના ટાંકામાં બે માસુમ બાળકો પડયા બાદ તેમના કરૂણ મૃત્યુ નીપજી ગયા છે ત્યારે હવે આ પ્રકારના મોતના ખુલ્લા ટાંકાઓને લઈને તેના લાપરવાહો સામે ફિટકાર ઉભો થવા પામી રહ્યો છે.  અહી સવાલો ઉભા થવા પામી રહ્યા છે કે, કેટલી હદે લોકોના જીવ સસ્તા કરી દીધા છે આવા તત્વોએ..? હકીકતમાં તો આ ઘટનામાં બેદરકાર રહેનાર મકાન માલિક, કામ કરનાર કોનટ્રાકટર અને એન્જીનીયરની સામે જ ગુનો દાખલ કરવો જોઈએ. આવી દુર્ઘટના ન બને તે માટે આ તમામે તકેદારી રાખવી જોઈતી હતી, અને તેઓ જ તે માટે બેજવાબદાર અહી કહી શકાય તેમ છે. કારણ કે, મકાનનું કામ ચાલી રહ્યુ હતુ તો તેની ફરતે લાકડાની કે પતરાની બાઉન્ડ્રી કવર કરીને બનાવવી જોઈતી હતી જેથી અન્ય કોઈને પણ આ મકાનના કામને જોતા આડ અસરો ન થાય. અહી તો ઘટના બની ગયા બાદ હવે કપડુ આડુ દઈ અને બાઉન્ડ્રી કવર કરવામાં આવી રહી છે. ટાંકા-ખાડો હતો તેમાં પાણી ભરાયેલ હતુ, તેને પણ ખુલ્લો જ છોડ દેવાયો હતો. એટલે ઘટના બન્યા પછીની લીંપાપોત્તી અને ઢાંકપીછોડો કરાયો હોય તેવુ દેખાવવા પામી રહ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM