Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં GST ની ઈન્ટેલીજન્સ વીંગ ત્રાટકી : ગુટખાના જાણીતા વેપારી પર તવાઈ : મોટી ટેક્ષચોરીનો થશે પર્દાફાશ...!

24 July




શહેરના મેઈન બજારમાં આવેલ ગોિંવદરામ તનુમલ-રાજ એજન્સી પર બે રોજ પહેલા ઢળતી સાંજે ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ (જીએસટી)ના ચારથી વધુ અધીકારીઓએ નાખ્યો હતો પડાવ :ગુટખાના વેંચાણ કરનારના દસ્તાવેજોની લંબાણપૂર્વક કરાઈ ચકાસણી : જો કે, તપાસના અંતે શું બહાર આવ્યુ છે તેના પર હજુ’ય રહેલો છે પડદો




ગાંધીધામ : એક દેશ-એક કર એટલે કે જીએસટીની અમલવારી કરાવી અને કેન્દ્ર સરકારે વિવિધ પ્રકારની ટેક્ષચોરીની ડામવાની દીશામાં એક ઐતિહાસીક કમદ ઉઠાવ્યુ હતુ. અને ટેક્ષચોરી અટકી જશે તેવુ મનાતુ હતુ પરંતુ કેટલાક ભેજાબાજો જીએસટીના કાયદાની અમલવારી બાદ પણ ટેક્ષચોરીને બિનધાસ્ત રીતે ધમધમાવતા જ રહેતા હોય છે. આવી જ એક પેઢી સેન્ટ્રલ જીએસટી ડીજીસીઆઈ એટલે કે ડાયરેકટર જનરલ ઓફ સેન્ટ્રલ એકસાઇઝ(જીએસટી)ની ગાંધીધામની ટીમના હડપેટે ચડવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ શહેરમાં મેઈન બજારમાં આવેલી ગોવિંદરામ તનુમલ અને રાજ એજન્સી નામની ગુટખાના હોલસેલ વિક્રેતાની પેઢી પર તા. ૧પમી જુલાઈના રોજ સાંજના સમય ચોકકસ માહીતીના આધારે ડીજીસીઆઈની ચારથી વધુ અધિકારીઓની ટીમએ સર્ચ હાથ ધર્યુ હોવાની વાત સામે આવવા પામી રહી છે. ગુટખાના હોલસેલ વીક્રેતાઓને ત્યા પહોચી અને કલાકો સુધી વિવિધ પ્રકારની વિગતોનુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ.આ મામલે બિન સત્તાવાર રીતે મળતી વીગતો મુજબ ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીની ઈન્ટેલીજન્સ બ્રાન્ચ એટલે કે ડીજીસીઆઈના ડેપયુટી ડાયરેકટર જેઓ હાલ રાજકોટમાં બિરાજમાન છે તેવા શ્રી વિક્રમ આર કેના 
નેતૃત્વ તળેની ટુકડીએ ગોવિદરામ તનુમલ નામની પેઢીમાં તેઓને મળેલી બાતમીના આધારે સર્ચ હાથ ધર્યુ હતુ. કલાકો સુધી ચાલેલી સર્ચની કાર્યવાહીમાં ટેક્ષ ચોરી બહાર આવી છે કે નહી? આવી છે તો કેવા પ્રકારે કરવામાં આવી છે? કેટલી કરાઈ હતી? તે સહીતની માહીતીઓ પર રહસ્યનો પડદો હજુય પણ તપાસ ચાલુ હોવાથી પડેલો જ રહ્યો છે. હાલમાં તપાસનીશ ટુકડીએ કરેલ સર્ચ બાદની આંતરીક કાર્યવાહીઓ ચાલી રહી હોવાથી ટેક્ષચોરીનો પ્રકાર અથવા તો ટેક્ષચોરી કેટલી પકડાઈ છે તે મામલે સબંધિત એજન્સી મગનું નામ મરી પાડવાનું ટાળી રહી છે. જો કે, કાર્યવાહી કરવામાં આવી હોવાનુ અને કરચોરી પણ બહાર આવી જ શકશે તેવુ જાણકારો સુત્રો માની જ 
રહયા છે. તો વળી જીએસટીની ઈન્ટેલીજન્સી ટીમની ટુકડી તપાસ અર્થે આવી છે તે સંદર્ભે ગોવિંદરામ તનુમલ તથા રાજ એજ્સીના પ્રકાશભાઈની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, મને કંઈ જ ખબર નથી, મારી તબિયત સારી નથી રહેતી, અમારી પેઢીનું સંચાલન મારા ભાઈ રાજુભાઈ કરી રહ્યા છે તેઓ આ બાબતે વધુ પ્રકાશ પાડી શકશે. તો વળી આ મામલે રાજુભાઈની સાથે વાતચીત કરવાનો પ્રયાસ તેમનો ફોન સતત કવરેવ એરીયાથી બહાર જ આવતા વિફળ નીવડયો હતો.




.....................



- તો આ પેઢીમાંથી કરોડોની ટેક્ષચોરી ઝડપાય



રોજની પાંચ ગાડી જેટલો માલ કાઢે છે, મોટાભાગનાં બીલો જીએસટી વિના જ કાચા હોય છે


ગાંધીધામ : શહેરની ગુટખાની હોલસેલ પેઢી પર ડીજીસીઆઈની ટુકડી ત્રાટકી છે ત્યારે જો એ પારદર્શીતા સાથે કાર્યવાહી કરશે તો અહીથી સરકારને મોટી રકમનો દલ્લો કરચોરીના ભાગરૂપે હાથ લાગી જશે તેમ જાણકારો માની રહ્યા છે. કહેવાય છે કે, પાનના વેપારીઓ જયારે અહી ગુટખા લેવા જાય છે ત્યારે તેમને પાક્કુ જીએસટીવાળુ બીલ મળતુ જ નથી. કાચુ બીલ-ટબ્બો જ આપી દેવામા આવી છે. જો આ બધી જ બાબતોનુ કડક ક્રોસ વેરફીકેશન થશે તો ઘણુ બહાર આવી શકે તેમ છે.


.............



સામખીયાળી પાસે જીએસટીના અધિકારીઓથી આ પેઢીનું છે મોટું સેટીંગ



આ વેપારીની બહારથી ગુટખાની આવતી ગાડીઓ મોટા ભાગે જીએસટી બિલ વગરની જ હોય છે, સામખીયાળીમાં કોઈ રોકે તો થઈ જાય છે સેટીગ : જીએસટીના અમુક પલળેલાઓની પણ આવા પ્રકરણોમાં ચકાસવી જોઈએ ભૂમિકા



ગાંધીધામ : ડીજીસીઆઈની ટીમ દ્વારા જયારે ગાંધીધામમા ગુટખાના વેપારી પર તપાસ તવાઈ બોલાવી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ પાર્ટી ખુદ તો બીલ વગરે મા વેચતા હોવાની ચર્ચા છે જ પરંતુ તેની પાસે જે માલ મંગાવે છે તે પણ બીલ વગરનો જ આવે છે. અને સામખીયાળી ખાતેના જીએસટીના જવાબાદરો સાથે તેનુ સેટીગ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, બીલ વગરની ગાડી આ પેઢીની પકડાય તો તરત જ ત્યાથી ફોન આવી જાય અને સેટીગથી બધો જ મામલો પતાવ દેવામા આવતો હોય છે. ગાડી પકડાય એટલે તેરી ભી ચુપ-મેરી ભી ચુપના તાલે બીલ પાછળથી જનરેટ કરી અને રજુ કરી દેવામા આવતા હોવાની ગોઠવણીઓ થયેલ હોવાનુ ચર્ચાય છે.  એટલે આ કેસમાં જીએસટીના અમુક પલળેલાઓની ભુમિકા પણ બહાર આવવી જોઈએ અને તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. 

 

Comments

COMMENT / REPLY FROM