ગાંધીધામમાં નલ સે જલ યોજના અંતર્ગત ખોદાયેલા ખાડા વરસાદમાં બન્યા ત્રાસદીરૂપ
ના સર્વિસ રોડ પર આજે સવારે અનેક વાહનો ફસાઈ જતા કિંમતી કલાકો વેડફાયા : વરસાદી માહોલમાં ગાંધીધામ નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો
ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે. આગામી સમયમાં વહીવટદાર શાસન લાગુ થવાનું છે. પરંતુ હાલમાં નગરપાલિકાના જવાબદારો ગ્રામ પંચાયત જેવી સુવિધા આપી શકવામાં પણ નિષ્ફળ સાબિત થયા છે. નલ સે જલ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ખાડા ખોદી પાઈપો પાથરી નવા રસ્તા બનાવવાની તસ્દી લેવાઈ નથી, જેથી ખાડા ટેકરાવાળા માર્ગોમાંથી લોકોને પસાર થવું પડતું. સામાન્ય દિવસોમાં વાહનો નિકળી જતા પરંતુ હાલે ગઈકાલે વરસાદ શરૂ થતા કાચી માટીના રસ્તા પર કીચડ થઈ ગયા છે. આજે સવારે અનેક વાહનો ફસાઈ ગયા હતા. ટાગોર રોડના સર્વિસ રોડ પર ઠેક ઠેકાણે ખાડા ખોદવામાં આવ્યા છે. જેમાં રસ્તા ન બનતા આજે સવારે ટેમ્પો, કાર સહિતના અનેક વાહનો ફસાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. નગરપાલિકાના વાંકે કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી. ગાંધીધામ નગરપાલિકાના જવાબદારો દ્વારા કમસેકમ ખાડા પુરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Comments