રાજસ્થાનના લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો ઝડપાયા
ભચાઉ : રાજસ્થાનમાં નોંધાયેલા લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો કચ્છમાં હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. એ દરમિયાન સામખીયાળી પોલીસે બે શખ્સોને ઝડપી પાડી બન્નેને રાજસ્થાન પોલીસના હવાલે કરવા માટે તજવીજ હાથ ધરી છે. સામખીયાળીમાં રેલવે ટ્રેકની પાછળ બાવળોની ઝાડીમાં બે ઈસમો છુપાયા હોવાની બાતમીના આધારે કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં બાડમેરના ૧૮ વર્ષિય હાકમરામ પાંચારામ રણજીતરામ ભીલ અને જેઠારામ ગેનારામ અમીનરામ ભીલનો સમાવેશ થાય છે.
---------

Comments