એક કા તીનના ચીટીંગ કેસમાં પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : અંજારમાં અપહરણ કરી લાખો પડાવનારી ઠગટોળકી ઝડપાઈ
એસપી બાગમારની કામગીરીથી પ્રજાજનોનો પોલીસ પ્રત્યે વધતો વિશ્વાસ
પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા પ્રેસ યોજી આરોપીઓના મોડસ ઓપરેન્ડી, ગુનાનો ઉકેલ, આરોપીઓના ગુનાહિત ઈતિહાસ, ચીટીંગનો માસ્ટર માઈન્ડ સહિતનાઓની સાર્વજનિક કરી વિગતો
ગાંધીધામ : ગત તા. ૧૬મી જુલાઈના રોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ છ લાખની બળજબરીથી જુટવી ેમજ ચીટીંગ કરેલ તે કેસના ડીટેકશન સંદર્ભે આજ રોજ પૂર્વ કચ્છ એસપીશ્રી દ્વારા પ્રેસ યોજવામા આવી હતી.
એક કા તીન કરવાની લાલચ આપી અને મુળ એમપીના પરંતુ થોડા સમયથી અંજારમાં આવેલા ફરીયાદીને છ લાખની ચીટીગમાં ફસાવી દેવાની નોધાયેલી ફરીયાદ બાદ પોલીસતંત્રએ ગણતરીના સમયમાં જ ચીટીંગ કરનારી ટોળકી મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોને દબોચી લીધા છે. આજ રોજ પૂર્વ્ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા આ બાબતે યોજેલી પ્રેસમાં ઘટનાને અપાયેલ અંજામ, મોડસ ઓપરેન્ડી, માસ્ટરમાઈન્ડ સહિત આરોપીના નામો, ગુનાહિત ઈતિહાસ સહિતના મામલે છણાવટ કરી હતી.
આ ગુનો ગંભીર હોય, ફરીયાદ લઈ, તપાસ ઝડપી બનાવી, ચાર શખ્સોનીધરપકડ કરી અને આગળની તપાસ વેગવાન બનાવવામાં આવી છે.ગુનો દાખલ કરવામા આવેલ છે તેની તપાસ પીઆઈ અંજાર દ્વારા ચલાવાય છે. તપાસમાં જે વિગતો નીકળશે તેમા કઈ રીતે આધાર કાર્ડ ઉપરાંત અન્ય આધારો ઉભા કરાયા, અગાઉ કેટલાને ભોગ બનાવાયો છે તેની તપાસ હાથ ધરવામા આવી રહી છે.
...........
અંજારમાં છેતરપીંડી-અપહરણ કેસમાં ૪ દબોચાયા
એક લાખના ત્રણ લાખ આપવાની લાલચ આપી ઈન્દોરને કિશોરને શીશામાં ઉતારાતા આપઘાતનો પણ કર્યો હતો પ્રયાસ : ખોટા નામ ધારણ કરી લોભ લાલચ આપનારા ચાર રીઢા ગુનેગારોને અંજાર પોલીસે દબોચી લીધા : ૩.૪પ લાખ રિકવર કરાયા : આરોપીઓ ખોટા આધારકાર્ડ બનાવી ઠગાઈ કરતા હોવાનું ખુલ્યું
અંજાર : ઈન્દોરના કિશોરને ફેસબુક પર મિત્રતા કેળવી એક લાખના ત્રણ લાખની લાલચ આપી અંજાર બોલાવી છ લાખ પડાવી લઈ અપહરણ કરી આપઘાતના પ્રયાસ માટે મજબુર કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટનામાં અંજાર પોલીસે ચાર રીઢા ગુનેગારોને ઝડપી ભેદ ઉકેલી લીધો છે. મધ્યપ્રદેશમાં રહેતા પુનમબેન વિનોદભાઈ સુગવાની (સિંધી)ના જણાવ્યા મુજબ તેમનો નાનો દિકરો દેવાંશ (ઉ.વ.૧૭) ગત ૧પ જુલાઈના ઘરેથી નિકળી ગયો હતો. ફોન કરતા તેણે મિત્ર સાથે ગયો છું, બે - ત્રણ દિવસમાં પાછો આવી જઈશે તેમ જણાવ્યું હતું. ૧૬ જુલાઈના દિકરાએ પોતે અંજારમાં છે અને અહીં અપહરણ થયું હોવાની હકિકત વર્ણવી હતી. ફેસબુકમાં કાર્તિક પટેલ નામના માણસ સાથે મિત્રતા થઈ હતી. તેણે અંજારમાં એક લાખના ત્રણ લાખની ઓફર ચાલે છે તેમ કહેતા મિત્રો પાસેથી ઉછીના રૂપિયા ત્રણ લાખ ભેગા કરીને દેવાંશ અને વિશાલ અંજાર આવ્યા હતા. જયાં કાર્તિક પટેલ તેમને એક હોટલમાં લઈ ગયો. જયાં મનોજ પટેલ સાથે ઓળખાણ કરાવી ઓફીસમાં બેઠેલા એક અન્ય માણસે બીજા ત્રણ લાખ મંગાવી લ્યો નહીં તો આ પૈસા જશે અને તમારા જીવની કોઈ જવાબદારી લેતો નથી તેવી ધમકી આપતા મિત્ર રાહુલનો સંપર્ક કરી આંગડીયા મારફતે ત્રણ લાખ મંગાવ્યા હતા. બાદમાં ફરી બીજા ત્રણ લાખ માંગતા ના કહેતા રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. ફરિયાદ કરવા માટે અંજાર આવ્યા અને બસ સ્ટેશન સામે પહોંચ્યા ત્યારે દિકરા દેવાંશને આરોપીઓ કાર્તિક પટેલ, તેની ઓફીસમાં મળેલ માણસો અને સુલેમાન બાબાએ ધમકી આપી હોવાથી માનસીક તણાવમાં આવીને ઝેરી દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી સારવાર માટે જાગૃતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. છેતરપિંડીના ઈરાદાથી દિકરાને અંજાર બોલાવી ગુનાહિત કાવતરૂં રચી બળજબરીથી છ લાખ કઢાવી ગુનો આચરતા નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. કાર્તિક પટેલ નામનું ખોટું નામ ધારણ કરનાર અંજારના ૧૮ વર્ષિય સમીર હુસેન લાલશા શેખ, રાજદીપસિંહ જાડેજાનું નામ ધારણ કરનાર ર૯ વર્ષિય મામદ હનીફ ઉર્ફ ઈકબાલ અલીમામદ શેખ, મનોજ પટેલનું નામ ધારણ કરનાર વોંધનો ૬૩ વર્ષિય કેશાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી અને મુખ્ય આરોપી મદીનાનગર અંજારનો સુલેમાનશા ઉર્ફે બાબા મામદશા શેખની ધરપકડ કરી રોકડા રૂા. ૩.૪પ લાખ તેમજ ૯પ,પ૦૦ ના છ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. સુલેમાન સામે અંજાર, ભુજ મહિલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો નોંધાયેલી છે. કેશા બાપા સામે એ ડિવિઝનમાં બે ગુના નોંધાયેલા છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સુલેમાન ઉર્ફે બાબા તેના સાગરીતો સાથે મળી કાવતરૂં રચી ફેસબુકમાં ખોટી આઈડી બનાવી ખોટા નામ ધારણ કરાવી ફેસબુકમાં મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ અંજારમાં બોલાવી રૂપિયા પડાવવાની ટેવ ધરાવે છે. આ કામગીરીમાં પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ જે. એસ. ચુડાસમા જોડાયા હતા.
....................
પૂર્વ કચ્છ એસપીની પ્રજાજનોને અપીલ
ગાંધીધામ : એક કા તીનની લાલચમાં લોકોને છેતરનારી ટોળકીને ઝડપી લીધા બાદ યોજાયલી પ્રેસ મારફતે પૂર્વ્ કચ્છ એસપીશ્રીએ સોને અપીલ કરી હતી કે, જે શખ્સો ઝડપાયા છે તેની માહીતીઓ ઉજાગર કરાયેલ છે, કોઈ અન્ય પણ આ ટોળકીનો કે શખ્સોની ચીટીંગનો ભોગ બન્યા હાયે તો અથવા તો આ ટોળકીના એવા એમઓના કોઈ પણ લોકો ભોગ બનેલા હોય તો પોલીસને તેઓ વિના સંકોચ વિગતો જણાવે, પોલીસ દ્વારા તેમાં તાત્કાલીક ગુનો દાખલ કરવામા આવશે.
....................
ચીટર્સ તત્વોએ બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા?
ઝડપાયેલા આરોપીઓએ ડમી નામ ધારણ કર્યા.!
બોગસ આધારકાર્ડ કયા બનાવાયા? ઉપરાંતના ડમી ઓળખ પત્રો કયાથી મેળવ્યા? કોણ કોણતેમાં સંડોેવાયેલ છે, તે સહિતનીતપાસ બનાવાઈ તેજ ગાંધીધામ : એક કાતીનના કેસમાં પોલીસે ભેદ ઉકેલી લીધો છે,ત્યારે આજ રોજ યોજાયેલી પ્રેસમાં એસપીશ્રીએ ખાસ ભારપૂૃવક કહ્યુ હતુ કે, આ ટોળકીએબોગસ નામો ધારણ કર્યા હતા અને તે માટે ડમી આધારકાર્ડ બનાવાયા હતા. તે ઉપરાંતના આઈડેન્ટીટી દસ્તાવેજો પણ ડમી બનાવાયોલ છે. આ વિષય ગંભીર છે અને તે કયા બનાવાય? કોની મદદથી બનાવાયા છે તે સહિતની વિગતો અંકે કરવા આગળનીતપાસ હાથ ધરવામા આવી છે.

Comments