Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં ધોળા દિવસે નંદાસરના યુવાનની ઘાતકી હત્યા 

21 July




હત્યારો હુમલો કરી પલાયન : પોલીસે વિવિધ ટીમો બનાવી 


રાપર : શહેરના ત્રંબૌ ત્રણ રસ્તા નજીક નંદાસરના યુવાનની હત્યા કરાતા દોડધામ મચી ગઈ છે. સુત્રોના કહેવા મુજબ ગુલામ રસૂલ પ્રાગજી સમા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે જીવલેણ સાબિત થયો હતો. આ બનાવને પગલે લોકોનું ટોળું સ્થળ પર એકત્ર થયું હતું. બનાવની જાણ થતાં રાપર પીઆઈ જે.બી.બુબડીયા, પીએસઆઇ આર. આર. આમલીયાર, વી.એ.સોલંકી સહિતનો સ્ટાફ ધટના સ્થળ પર દોડી આવ્યો હતો. મરણ જનાર ગુલામ રસૂલ સમાની લાશને પોસ્ટ મોર્ટમ માટે સીએચસી ખાતે ખસેડવામાં આવી છે.  છરી વડે જીવલેણ હુમલો કરી નાસી જનાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી. આ અંગે રાપર પીઆઈ જે. બી. બુબડીયાએ આરોપી પકડાયા તથા મરણજનારના પરિવારના સભ્યો આવ્યા બાદ કારણ શું હતું તે અંગે તપાસ કરી વિધિવત ગુનો દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પૂર્વ કચ્છના વાગડમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક હાથે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. મહત્વનું છે કે, ગઈકાલે ભુજના કુકમા ગામે અવધનગરમાં યુવાનની ઘાતકી હત્યા થઈ હતી. સતત બીજા દિવસે ખુનના બનાવે પોલીસને દોડતી કરી નાખી છે. 

Comments

COMMENT / REPLY FROM