ગળપાદર જેલમાં મધરાતે દરોડાથી ખળભળાટ : કુખ્યાત કેદીઓના કારનામાનો પર્દાફાશ
કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ, જેન્તી ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત, જામનગરના વકીલ ખુનકેસના રઝાક સોપારી અને અન્ય આરોપી હિતુભા ઝાલા પાસેથી મળ્યા મોબાઈલ : બુટલેગર પાસે ર૦૦ એમએલ દારૂ પણ મળી આવ્યો : નવ આરોપી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ ૧૧ ફરિયાદ નોંધાઈ : ગાંધીધામ એ - બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસની સંયુક્ત ટીમોએ ઓચીંતો દરોડો પાડતા જેલ પ્રશાસનની પોલ ખુલી
ગાંધીધામ : પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડતા છ નામચીન કેદીઓ શરાબ પીતા ઝડપાયા છે. આ ઉપરાંત જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા અલગ અલગ ૧૧ ફરિયાદ નોંધાઈ છે. કચ્છની જેલો શરૂઆતથી બદનામ છે. ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે. આ જેલમાંથી ખંડણી, હનીટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે. પૂર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફીલ સાથે તમાકુ - ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા ગળપાદર જેલનો વીડીયો વાયરલ થયો હતો. આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે. ભચાઉ પાસે પીએસઆઈ પર થાર ચડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂઆતથી જ ગળપાદરમાં છે. તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગળપાદરમાં છે. આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, જેલમાં આરોપીઓની ‘સરભરા’ થઈ રહી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગળપાદર જેલમાં ઓચીંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસનની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે. રાત્રે ૧૦.૩૦ કલાકે પોલીસે દરોડો પાડયો હતો. જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં છ શખ્સો દારૂની મહેફીલ માણતા પકડાયા છે. ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે. બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ ૧૧ ફરિયાદ નોંધાઈ છે. એકતરફ રાજય જેલ વિભાગ દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવતા હોય છે તેવામાં પૂર્વ કચ્છ પોલીસે જેલમાં રેડ પાડી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી કરેલી કાર્યવાહી સુચક છે. સુત્રોના કહેવા પ્રમાણે ગળપાદર જેલમાં દારૂની મહેફીલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે. જેમાં દારૂની બોટલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જેલમાંથી કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન જેલની છત પરથી બીનવારસુ હાલતમાં રોકડા રૂા. પ૦ હજાર મળી આવ્યા હતા. એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ, રોકડ, દારૂની બોટલો આવી કયાંથી તે સવાલ ઉઠી રહ્યો છે. જેલ સ્ટાફની મીલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કિસ્સામાં રાજય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
.............
રાજયમંત્રી હર્ષસંઘવીની તર્જ પર જ ગળપાદર જેલમાં મધરાતેપડાયો દરોડો
મોબાઈલ-દારૂની મહેફીલથી ગળપાદર જેલ પ્રશાસન
સામે ઉઠયા ગંભીર સવાલો
’
ગાધીધામ : રાજયની જેલમાં ચાલતી ગેરપ્રવૃતીઓની સામે થોડા સમય પહેલા જ રાજયના ગૃહપ્રધાનશ્રી હર્ષ સંઘવીએ રાજયભરનીજેલોમાં વીવિધ અસામાજીક પ્રવૃતીઓને ડામવાનીદીશામાંએકાએક જ મધરાતે દરોડો પાડી અને કઈક જેલમાં ચાલતી લાલીયાવાડીનો ખુલાસોકરી દીધો હતો જેના પગલે જેલમાં લાલીયાવાડી ચલાવતા તત્વો સહિતનાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દરમ્યાન જ કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીના નેતૃત્વ તળે પૂર્વ કચ્છ પોલીસે પણ તે જ તર્જ પર મધરાતે ગળપાદર જેલમાં જ દરોડો પાડી દીધો છે અનેઅહીકુખ્યાત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત દારૂની બોટલો સહિતનો પર્દાફાશ કરી દીધો છે.ગળપાદર જેલમાં આ રીતની પ્રવૃતીઓની પદાર્ફાાશ થવા પામતા પુનઃ જેલ પ્રશાસનની સામે ગંભીર સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
.............
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની
વધુ એક ધાક બેસાડતી કાર્યવાહી
જેલમાં ચાલી રહેલા ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરતીપૂર્વ કચ્છ પોલીસ
ગાંધીધામ : કચ્છ બોર્ડરરેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા દ્વારા વધુ એક ધાક બેસાડતીકાર્યવાહી કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. તાજેતરમાં જ અહી ચાલતા આયોજનબદ્ધ સોપારી કાંડ પર પોલીસ ટુકડીએ ત્રાટકી અને તેનો મોટો ભાંડાફોળ કરી દીધો છે અને તેની વધુ ઘનિષ્ઠ તપાસ ચાલી જ રહી છે તે વચ્ચે જ ગળપાદર જેલમાં પણ ચાલી રહેલા ગંભીર પ્રકારના નેટવર્કનો પર્દાફાશ કરવામા આવી ગયો છે. ગળપાદર જિલ્લામાં સરપ્રાઇઝ વિઝિટ કરતા અહીકુખ્યાત અને હીસ્ટટ્રીશીટર આરોપીઓ પાસેથી મોબાઈલ તથા દારૂનીબોટલો મળી આવતા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.આઈજી શ્રીકોરડીયાની લાલઆંખ ભરી કાર્યવાહીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટફેલાઈ જવા પામ્યો છે.
.........
પૂર્વ કચ્છ એસપીએ ખુદ મધરાતે દરોડાની કામગીરીનું સંભાળ્યું સુકાન
ગાંધીધામ : ગળપાદર જેલમાં જે દરોડાની કાર્યવાહી કરવામા આવી છે તેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગરબાગમાર ખુદ સુકાન સંભાળી અને હાજર રહ્યા હોવાનુ માલુમ પડી રહ્યું છે. જેલમાં મધરાતે એસપીશ્રીએ તેમની સમગ્ર ટીમની સાથે રહી અને આ રેઈડને સફળતાથીપાર પાડવા માટે સ્થળ પર હાજર રહી અને નેતૃત્વ પુરૂ પાડયુ હતુ.
.............
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા કેદીઓ
• મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (જૂની સુંદરપુરી)
• રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (કાર્ગો ઝુપડા)
• શીવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (નવી મોટી ચીરઈ)
• ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (મહેશ્વરીનગર)
• યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
• રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (અયોધ્યા)
...........
મોબાઈલ સાથે ઝડપાયેલા કેદીઓ
• યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
• સુરજીત દેવીસીંગ પરદેશી (પુના)
• રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા (જામનગર)
• હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી)
.........................
જેલમાંથી મળેલો મુદ્દામાલ
• હાઈ સિક્યુરીટી બેરેકની છત પરથી રોકડા પ૦ હજાર અને ચાર્જર
• પ્લાસ્ટિકની પાણીની બોટલમાં ૧૦૦ એમએલ દારૂ
• યુવરાજસિંહનો આઈફોન -૧
• સુરજીતનો સેમસંગ ગેલેકસી એ૦પ
• રજાક સોપારીનો એપલ ૧પ પ્રોમેકસ
• હિતુભાનો સેમસંગનો સાદો મોબાઈલ
• મોબાઈલના બે ચાર્જર
....................
હિસ્ટ્રીશીટર શખ્સોનો ગુનાહિત ઈતિહાસ
(૧) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે.જુની મોટી ચીરઈ, તા.ગાંધીધામ વાળાં વિરૂધ્ધ રર ગુનાઓ છે દાખલ,
(૧) ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં-૫૧૭૦/૨૦૧૬ પ્રોહિ ક.-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૬૬(૧)(બી) મુજબ, (૨) ભચાઉ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં-૫૦૨૩/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫(ઇ),૧૧૬(બી) મુજબ, (૩) ભચાઉ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં- ૫૦૬૩/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫ (ઇ),૧૧૬ (બી) વિ.મુજબ, (૪) ભચાઉ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૧૮૩/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી),૯૮(૨),૮૧,(૫) ભચાઉ પોલીસ સ્ટેશન ૫૧૪૨/૨૦૧૮ ઈ.પી.કો.ક૩૨૩,૩૨૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨) વિગેરે, (૬) ભચાઉ પો.સ્ટે પ્રોહિ ગુ.ર.નં-૫૧૮૪/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી),૯૮(૨),૮૧ મુજબ, (૭) ભચાઉ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં-૫૧૯૩/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી),૮૧ વિ મુજબ, (૮) ભચાઉ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૨૯/૨૦૧૯ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી) વિ મુજબ, (૯) ભચાઉ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં-૫૦૬૭/૨૦૧૯ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી),૮૧ વિગેરે, (૧૦) ભચાઉ
પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૦૦૧૩૩/૨૦૨૦ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬ (બી),૮૧ વિગેરે, (૧૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૦૧૪૦/૨૦૨૦, ઇ.પી.કો કલમ-૩૦૭,૨૦૧,૧૨૦(બી) ૨૯૪(ખ), ૧૧૪ મુજબ, (૧૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૫૧/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૨૪,૩૨૫ એટ્રોસીટી એક્ટની કલમો મુજબ, (૧૩) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૪૮૦/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ એ ઈ ૧૧૬ બી ૮૧,૯૮(૨) મુજબ, (૧૪) ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં-૦૭૮૯/૨૦૨૩ પ્રોહિ કલમ- ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧, (૧૫) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૬૬૩/૨૦૨૩ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ વિગેરે મુજબ, (૧૬) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૭૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ વિગેરે મુજબ, (૧૭) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૪૦૧૭૧/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫ (એ)(ઇ),૧૧૬(બી),૮૧, (૧૮) ભચાઉ
પો.સ્ટે.ગુ.ર.નં.૩૯૯/૨૪ પ્રોહિ ક.૬૫ (એ)(ઇ),૧૧૬(બી),૮૧ (પ્રોહિ મુદામાલ કિં.રૂ.૧,૨૧,૫૦૦/-), (૧૯) ભચાઉ
પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૪૦૪૧૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૦૭,૪૨૭,૧૧૪ મુજબ, (૨૦) ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫ (એ)(એ),૧૧૬ (બી),૯૮(૨),૮૧, ((૨૧) ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫ (એ)(એ),૧૧૬ (બી),૯૮(૨),૮૧, (૨૨) ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૪૨૪૦૨૯૬/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫ (એ)(એ),૧૧૬ (બી),૯૮(૨),૮૧
....................
મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગ વાળાં વિરૂધ્ધ ર૪ ગુનાઓ છે નોંધાયેલ
(૧) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૪૮૫/૨૦૧૬ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૨) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૫૦૨।૨૦૧૬ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૩) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૪૬/૨૦૧૭ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૪) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૯૪/૨૦૧૬ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૫) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૬૦/૨૦૧૭ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૬) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૪૪૮/૨૦૧૮ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે,(૭) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૩૩/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫-(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૮) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૪૧૪૨૦૨૦ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, ,(૯) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૨૧૫૪/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી)વિગેરે, (૧૦) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૪૮/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૧) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૧૮/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૨) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૯૧/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૩) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૩૬૮/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૪) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૮૬૨/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૫) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૬૩૩/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૬) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૮૪/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૧૭) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૫૮૬/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) વિગેરે, (૧૮) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) વિગેરે, (૧૯) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૦૫/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૨૦) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૧૮/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિગેરે, (૨૧) ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં.૧૩૨૧/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) વિગેરે, (૨૨) દુધઈ પોસ્ટે પ્રોહી ગુ.ર.ન ૦૧૭૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એઈ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ, (૨૩) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૨૩૪૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ, (૨૪ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૩૯/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ
.................
હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા વાળાં વિરૂધ્ધ ૧ર ગુનાઓ નોંધાયેલ છે
(૧) ફર્સ્ટ ગુ.ર.નં.૧૯૭/૨૦૦૧, આઇ.પી.સી. કલમ- ૩૬૩,૩૬૬,૩૭૬ વિગેરે, (૨) સેકન્ડ ગુ.ર.નં.૩૨૮૨/૨૦૦૮, આઇ.પી.સી. કલમ- ૫૦૬(૨) વિગેરે, (૩) ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૫/૨૦૧૩, આઇ.પી.સી. કલમ- ૨૭૯,૪૨૭,૧૪૩,૧૪૭ વિગેરે, (૪) ફર્સ્ટ ગુ.ર.નં.૨૫૮/૨૦૧૩, આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭ વિગેરે, (૫) ફર્સ્ટ ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૪, આઇ.પી.સી. કલમ- ૩૦૭,૧૪૩,૧૪૭ વિગેરે, (૬) ફર્સ્ટ ગુ.ર.નં. ૪૧/૨૦૧૭, આઇ.પી.સી. કલમ-૩૦૨,૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ તથા આર્મ્સ, એકટ કલમ- ૨૫(૧-બી)(એ),૨૭(૨) મુજબ, (૭) ફર્સ્ટ ગુ.ર.ન-૧૩૭/૨૦૧૮ આઇ.પી.સી. કલમ- ૩૦૨,૩૦૭,૧૨૦બી,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૫૦,૩૪, તથા આર્મ્સ એક્ટ કલમ- ૨૫(૧-બી)(એ),૨૭(૧) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ, (૮) સેકન્ડ ગુ.ર.નં.૩૯૩૦/૨૦૧૯ આર્મ્સ એક્ટ કલમ- ૨૫(૧-બી)(એ) મુજબ, (૯) સેકન્ડ ગુ.ર.નં.૦૩/૧૯ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) (એ) મુજબ ( છ્જી પો.સ્ટે.), (૧૦) સેકન્ડ ગુ.ર.નં.૫૨/૨૦૧૮ પ્રીજન એક્ટ કલમ- ૪૨,૪૩,૪૫ ની
પેટા કલમ ૧૨ તથા આઇ.પી.સી., કલમ ૧૮૮ મુજબ( જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ), (૧૧) ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૧૯ આઇ.પી.સી. કલમ- ૨૨૪,૨૨૫(૧),૧૨૦બી મુજબ (ધ્રાંગંધ્રા તાલુકા પો.સ્ટે. ), (૧૨) સેકન્ડ પાર્ટ ગુ.ર.નં.૦૨/૨૦૨૦ આર્મ્સ એક્ટ- ૨૫(૧-બી)એ ( છ્જી પો.સ્ટે.),
..............
સુરજીત દેવીસિંગ પરદેશી રહે.મુંઢવા, જી.પુના (મહારાષ્ટ્ર) વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઆ,
(૧) ગાંધીધામ રેલ્વે પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ-૩૦૨,૨૦૧,૩૯૭,૧૨૦(બી), ૩૪ તથા,આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(૧-બી)એ,૨૭ તથા ઇન્ડીયન રેલ્વે એક્ટ કલમ-૪૧,૧૪૫(બી)૧૫૫, તથા,જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
’
.............
શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ
(૧) ભચાઉ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૭૫૯/૨૦૨૩, પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી) વિગેરે, (૨) ભચાઉ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૨૦૩/૨૦૨૩ પ્રોહી કલમ-૬૬(૧)(બી) મુજબ, (૩) ભચાઉ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૩૦૨/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ, (૪) ભચાઉ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૧૯૯/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ
...............
(૬) રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ;-
(૧) ગાંધીગ્રામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૧૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ-૩૦૭,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૪૧,૪૨૭ તથા
આર્મ્સ એક્ટ- ૨૫(૧)(બી)(એ), (૨) જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૪૮/૨૦૨૩, ઇ.પી.કો.કલમ-૩૪૧,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ, (૩) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં.૪૦૨/૨૦૦૨, ઇ.પી.કો. કલમ-૩૦૨,૩૦૭ મુજબ (૪) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૩/૧૯૯૭, ઇ.પી.કો. કલમ-૩૮૧, ૩૪, (૫) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૪૫૧/૨૦૦૧, ઇ.પી.કો. કલમ-૩૦૭, (૬) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૫૫૦/૨૦૦૧, ઇ.પી.કો. કલમ-૩૨૬
(૭) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૩૩૦/૨૦૦૨, ઇ.પી.કો. કલમ-૩૨૬, (૯) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૫/૨૦, ઇ.પી.કો. કલમ- ૫૦૪,૫૦૬(૨), (૧૦) રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૫/૨૦૦૦, ઇ.પી.કો. કલમ-૩૪૧(૧૧) વલસાડ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૩/૨૦૦૦, ઇ.પી.કો. કલમ-૩૯૫, (૧૨) શાહપુર પો.સ્ટે. સે. ગુ.ર.નં.૭૨/૨૦૦૩, આર્મસ એક્ટ કલમ-૨૫(૧) એ
(૧૩) શાહપુર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૪/૨૦૦૩, પ્રોહી કલમ-૬૬(બી),૬૫(ઇ) મુજબ, (૧૪) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. સે. ગુ.ર.નં.૬૩/૨૦૦૦, ઇ.પી.કો. કલમ-૩૨૩,૫૦૪ વિગેરે, (૧૫) જામનગર સીટી એ ડીવી. ફ. પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૫/૨૦૦૯, ઇ.પી.કો. કલમ-૩૮૭,૩૬૪ (ક),૧૨૦ (બી), (૧૬) ભાયાવદર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫/૨૦૧૦, આર્મસ એક્ટ કલમ-૨૫(૧) એ મુજબ, (૧૭) જામનગર પંચ બી ડીવી. પો.સ્ટે. ગુર.નં.૦૩૫૦/૨૦૨૦, ઇ.પી.કો કલમ-૩૦૭ મુજબ, (૧૮) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૪/૨૦૨૦, ઇ.પી.કો કલમ-૩૮૬,૩૮૪ વિગેરે, (૧૯) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૨૮/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૦૨,૧૨૦(બી) વિગેરે
....................
(૭) ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ;-
(૧) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૩૨।૨૦૧૯ મુજબ,
(૮) રોહિત ગોવિંદભાઈ ગરવા વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ;-
(૧) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ-૩૦૭,૩૦૨,૫૦૬(૨) વિગેરે,
(૯) રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર વાળાં વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાઓ;-
(૧) ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૭/૨૦૨૦, ઇ.પી.કો. કલમ-૩૦૨ વિગેરે

Comments