મુંદરાથી શ્રીલંકા જઈ રહેલા માલવાહક જહાજમાં ભીષણ આગ
સમુદ્રની વચ્ચોવચ્ચ ઉછળી ઉંચી આગની જ્વાળાઓ
મુંદરા : ગોવાના દક્ષિણ-૫શ્ચિમમાં લગભગ ૧૦૨ નોટિકલ માઈલ દૂર એક માલવાહક જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ આ જહાજ મુંદ્રાથી શ્રીલંકા જઈ રહ્યું હતું. માહિતી મળતાની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડે તરત આઈસીજી જહાજને તે જગ્યાએ વાળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જહાજ આંતરરાષ્ટ્રીય સામાન લઈ જઈ રહ્યું હતું. તે મેરીટાઇમ ડેન્જરસ ગુડ્સથી ભરેલી હતી. હાલમાંં આઈસીજી જહાજ વિસ્તારમાં પહોંચી ગયું છે અને ખરાબ હવામાન છતાં આગ ઓલવવાનું કામ જારી રહ્યું છે. આગના કારણે ક્રૂ મેમ્બર્સ ડરી ગયા છે, જોકે આઈસીજી જહાજ પર હાજર ટીમે તેમની સુરક્ષાની ખાતરી આપી છે. આગ ઓલવવા માટે ગોવાથી વધુ બે આઈસીજી જહાજો મોકલવામાં આવ્યા છે. આ સિવાય આઈસીજી ડોર્નિયર એરક્રાફ્ટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી બચાવ કાર્ય વધુ ઝડપથી થઈ શકે. હાલ આગના કારણે કોઈ જાનહાનિની માહિતી નથી.

Comments