કંડલામાં રોકસોલ્ટના નામે સોપારીકાંડ : ટ્રાન્સપાર્ટરના પોલીસ લે કડક પુછાણા : સંજયસિંહ ઉર્ફે કાળુ ઝડપાય તો આ કૌભાંડમાં થશે નવા કાડાકા-ભડાકા...!
ટેકનીકલ તપાસ માટે કસ્ટમના ઉચ્ચ અધિકારીની લ્યો મદદ
રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારીનો જ્થ્થો હેરફેર કરવાના કારનામાનો કંડલા પોલીસે તાજેતરમાં જ કર્યો છે ખુલાસો : સીએચએ કોણ છે? ટ્રાન્સપોર્ટસની શું ભુમિકા છે? ગોડાઉન સીડબલ્યુસીવાળાઓની ભુમિકાઓ શું રહેલી છે? કસ્ટમવિભાગે રોકસોસ્ટના નામે સોપારીને રીલીઝ-આઉટ ઓફ ચાર્જ કેમ આપી દીધુ? કોણે કર્યુ હતુ એકઝામીનેશન? કસ્ટમના જે કોઈ લાપરવાહ અથવા તો સિન્ડીકેટનો ભાગ બન્યા હોય તેઓની સામે પણ થવી જોઈએ કડક કાર્યવાહી
અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ, અલગ અલગ નામો ચર્ચામાં આવે છે જેની ખરાઈ સાથેની વધુ છાનબીન ચાલુમાં જ છે, ટ્રાન્સપોર્ટરની પણ વિગતો અંકે કરાઈ છે, જે બાબતે ૧ વધુ શખ્સને પુછતાછ માટે લાવ્યા છીએ, તપાસમાં ટેકનીકલ વિષયો બાબતે કસ્ટમની પણ ચોકકસથી મદદ લેવામા આવશે : શ્રી ગોહીલ (પીએસઆઈ કંડલા મરીન)
ખાટલે મોટી ખોટ : રોકસોલ્ટના નામે સોપારીના કન્ટેઈનર ખુલ્લી માર્કેટમાં પહોચ્યા જ કેવી રીતે? ગેાડાઉન કોનુ હતુ? આ પહેલા પણ આવા કેટલા કન્ટેઈનર આ ગોડાઉનમં આવી ગયા અને અહીથી સગેવગે કરી દેવાયા? સોપારી મંગાવનાર પાર્ટી કોણ હતી? પોલસે જે સોપારી પકડી છે તે જઈ કયા રહી હતી? રોકસોલ્ટ દેખાડી સોપારી કાઢી લેવાની ગોઠવણીઓ હતી તો માલ પહોચે તે પહેલા જ આઉટ ઓફ ચાર્જ કસ્ટમે આપ્યો હતો તો તેમા કસ્ટમના કયા બાબુની રહેલી હતી ભુમિકા? સીડબલ્યુસી ગોડાઉના માલીકની પણ પોલીસે કરવી જોઈએ કડક પુછતાછ : એપ્રિલ ર૦ર૪માં પણ આ જ વેરહાઉસમાં કસ્ટમ ત્રાટકી, રોકસોલ્ટના નામે કન્ટેઈનર અટકાવ્યુ અને પછી તે કન્ટેઈનરને એકાએક જ પગ આવી ગયા હતા? : અહી સીસીટીવી કેમેરા હોય તો તે ફુટેજ પોલીસે વેળાસર જ કરવા જોઈએ અંકે
ગાંધીધામ : કાશ્મીરના પુલવામાં ભારતીય સૈનિકો પર થયેલા ડરપોલ હુમલાના કેસમાં પાકીસ્તાનની કડીઓ ખુલ્યા બાદ ભારત સરકાર દ્વારા નાપાક મુલકની આર્થિક મોરચે કમર તોડવા માટે તેની સાથેના વ્યાપાર પર બ્રેક જ મારી દીધો હતો તો વળી ત્યાથી વધુ માત્રામાં આયાત કરવામા આવતી વસ્તુઓ પર ર૦૦ ટકા જેવી તટડી ડયુટી લાદી દીધી હતી. જે પૈકીની એક એવી સોપારીનો પણ સમાવેશ તે યાદીમાં થવા પામી ગયો હતો. કેન્દ્ર સરકારે સારા ઉદેશ્ય સાથે બેન લગાડયો હતો પરંતુ એ જ સરકારના કસ્ટમ વિભાગ સહિતના અમુક સરકારી બાબુઓ અને ભ્રષ્ટ ભેજાબાજ તત્વોની સિન્ડીકેટ આ જોગવાઈનો ગેરલાભ લઈ અને સસ્તી ડયુટીવાળી વસ્તુઓ ડીકલેર કરી અને તેની આડમાં ર૧૦ટકા જેવી તગડી ડયુટી જે મુદામાલ પર લાગે છે તે સોપારીના કન્ટેઈનર મંગાવી અને તેમાં કરોડોની ડયુટીચોરી કરી રહ્યા હોવાની ઘટનાઓ કચ્છમાં જ છાશવારે સામે આવવા પામતી રહે છે.
દરમયાન જ મુંદરા બાદ હવે કંડલામાં પણ આવા સોપારી દાણચોરોએ ડોળો મંડરાવી દીધો હોય તેવી રીતે અહીથી પણ રોકસોલ્ટ એટલે કે સીધાનમક ડીકલેર કરી અને તેની આડમાં આવેલ સોપારીનો મોટો જથ્થો કંડલા પોલીસના શ્રી ગોહીલની ટીમએ જાગૃતી દાખવી સતર્કતા પૂૃવક પકડી પાડયો છે. આ કેસની જીણવટભરી તપાસ આગળની હાથ ધરવામા આવી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, સીંધુલુણ-નમક ડીકલેર કરી અને સોપારી કોઈ ગોડાઉન સુધી પહોચી જ કેવી રીતે? સૌ પ્રથમ તો અહી સબંધિત કસ્ટમવીભાગની જવાબદારી જ શંકાના દાયરામાં આવી જાય છે. રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારી બહાર સુધી આવી ગઈ તો, આ કન્ટેઈનર એકઝામિન કર્યા કસ્ટમના કયા જવાબદારો? તેને કેમ આ સોપારી ન દેખાઈ જે પોલીસે પકડી લીધી છે? કસ્ટમના સ્થાનિક ભ્રષ્ટ બાબુઓની મીલીભગત વિના આ મુજબના કારનામાઓ પાર પાડવા કપરા જ બની રહેતા હોય છે તે સૌ કોઈ જાણે છે. એટલે પોલીસતંત્રએ પણ આ કેસમાં ટેકનીકલ માહીતીઓ અને તપાસ આગળ ધપાવવા માટે કસ્ટમના ઉચ્ચ અધિકારીઓની અચુક મદદ લેવી જ પડશે. કારણ કે, કહેવાય રહ્યુ છે કે, રોકસોલ્ટ દેખાડી, તે માલ ગોડાઉન સુધી પહોચે તે પહેલા જ કસ્ટમે તેને કાગળ પર આઉટ ઓફ ચાર્જ આપી દીધો હોય તો પછી સબંધિત કસ્ટમના કર્મચારી-અધિકારીની પણ ચોકકસથી તેમાં મલીન ભુમીકા જ સાબિત થવા પામી શકે છે. કસ્ટમમાં પ્રોવિઝનલી પણ કન્ટેઈનરને રીલીઝ કરવાની છુટની વ્યવસ્થાઓ હોય છે. કસ્ટમના સબંધિતો આ પ્રોવિઝન છુટ આપવાનુ દેખાડીને આવા કિસ્સાઓમાં છુટી ન જાય તે માટે તપાસનીશ પોલીસતંત્રએ કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ સાથે આ કેસમાં ટેકનીકલી મદદ માટેનો પરામર્શ કરવો જ પડશે. તેની સાથે મહત્વની કડી ટ્રાન્સપોર્ટર પણ બની રહે તેમ છે. બે શખ્સોને પકડાયા છે તેઓથી ઝડપાયેલા વાહનો અને સોપારી કયાથી લાવ્યા? કયા લઈ જવાની હતી? કોને આપવાની હતી? કોના આદેશથી આ બધી હેરફેર કરવામા આવતી હતીો તે સહિતની વિગતો કડક રીમાન્ડની સાથે પુછતાછ કરવાથી મળી શકે તેમ છે. અને જો ટ્રાન્સપોર્ટસને પકડી અને તેના પુછાણાઓ લેવાશે તો મુળ કડીઓ આપોઆપ અહી પોલીસ સમક્ષ આવી શકે તેવી શકયતાઓ નકારાતી નથી. જાણકારો કહી રહ્યા છે કે આ કેસમાં સંજયસિહ ઉર્ફે કાળુને પોલીસ ઉપાડશે તો તપાસમાં નિર્ણાયક કડીઓ સુધી પહોચાડવુ વધારે સહેલુ બની જશે. કારણ કે, આ કાળુ નામના શખ્સે જ કયાંક ને કયાંક ટ્રાન્સપોર્ટેશન સહિતના મામલે કઈક કડીરૂપ ભુમિકાઓ ભજવી હોવાનુ ચર્ચાય છે. તો વળી બીજીતરફ આ અંગે કંડલા પોલીસ મથકના આ કેસના તપાસનીશ પીએસઆઈ શ્રી ગોહીલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અલગ અલગ એન્ગલથી તપાસ ચાલુમાં જ છે, કેટલીકવિગતો ટેકનીકલ છે, તે માટે કસ્ટમ વિભાગથી પણ મદદ ચોકકસથી લેવમા આવશે, ટ્રાન્સપોર્ટરની વિગતો અંકે કરી રહ્યા છીએ, ૧ શખ્સને વધુ પુછતાછ માટે લાવ્યા છીએ, જે કંઈ તપાસમાં આગળ બહાર આવશે તે રીતે ધોરણસરની કાર્યવાહી કરાશે તેવી ખાત્રી શ્રી ગોહીલે આ તબક્કે આપી હતી.
...............
કંડલામા ૧ માસથી સ્કેનર બંધ છે :
તેની આડમાં પલટીપ્રથાને મળ્યું છે જોર...!
રોકસોલ્ટના નામે સોપારી આવી રીતે પલટી લાગી શકતી હોય
તો ડ્રગ્સ સહિતનું બીજું શું નહી આવતુ હોય..?
ગાંધીધામ : કંડલામાં કન્ટઈનર સ્કેનર પાછલા એકાદ માસથી બંધ અવસ્થામાં હોવાની વાત સામે આવી રહી છે અને અને સ્કેનીંગ માટે કન્ટેઈનરને બહાર લઈ જવામા આવતા હોવાના પગલે જ રોકસોલ્ટની આડમા સોપારીની હેરફેર થતા પકડાઈ છે તેવુ તો નથી ને? જાણકારો કહી રહ્યા છે કે, જે આ રીતે સોપારી અહી પલટી મારી શકાતી હોય તો ડ્રગ્સ સહિતની બીજી કઈ વસ્તુઓ અહી નહી આવી જતી હોય?

Comments