Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પ્રાંત અધિકારીએ સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બેઠક બોલાવી

19 July




રાપર : ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશીએ જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાપર ભચાઉ તાલુકામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓની બેઠક બોલાવી હતી. બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા,બોર્ડર ચોકી પર વિજ પુરવઠો પૂરો પાડવા માટે ધોળાવીરા ખાતે લાંબા સમયથી તૈયાર થયેલા ૬૬ કે.વી. સબ સ્ટેશન શરૂ કરવા, બીએસએફ અને પોલીસ તથા આઇબી અને અન્ય એજન્સીઓ વચ્ચે તાલમેલ સાધી કડક પેટ્રોલીંગ હાથ ધરવા, બીએસએફને જમીન માંગણીનો પ્રશ્ન હલ કરવા, બીઆરડીપીના રોડ રસ્તાની કામગીરી શરૂ કરવા, ખડીર બાલાસર સરહદી વિસ્તારના પોલીસ સ્ટેશનમા સ્ટાફ વધારવા, નવા પોલીસ સ્ટેશનના મકાનો અને આવાસો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. લાગતા વળગતા અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આદેશ આપ્યો હતો. પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશીએ ખડીર ગઢડા પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સુચનો કર્યા હતા. 
બેઠકમાં રાપર સર્કલ પોલીસ ઓફિસર એમ.એન. દવે, ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત, રાપર મામલતદાર શિવાભાઈ રાજપૂત, ખડીર પીએસઆઇ પટેલ, બાલાસર પીએસઆઇ ચૌધરી, બીએસએફના કમાન્ડન્ટ કક્ષાના અધિકારીઓ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM