પૂર્વ કચ્છ એસપીની ટીમ કંડલા પોલીસનો સપાટો : રોકસોલ્ટના નામે સોપારી હેરફેરકાંડનો પર્દાફાશ
ગેરકાયદેસર સોપારીના જથ્થા ઉપરાંત ૧,૮૫,૦૦,૦૦૦ના મુદામાલસાથે બે ઇસમોને ઝડપી પાડયા : વધુ તપાસ હાથ ધરાઈ
ગાંધીધામ : આજરોજ મ્હે.શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરિક્ષક સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ પુર્વ કચ્છ-ગાંધીધામનાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સંબધી ગુનાઓ શોધવા સુચના કરેલ હોય જે અનુસંધાને જે અન્વયે ૐઝ્ર મહેશભાઈ /ઁઝ્ર મહેન્દ્રસિંહ નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શંકાસ્પદ કન્ટેન૨મા સોપારી કાઢી લઇ તેની જગ્યાએ સિંધા નમક (મીઠું) ના બોરા ભરી છળ કપટ કરી હેરફેર થના૨ જેથી તાત્કાલીક પો.ઇન્સ શ્રી એ.એમ.વાળા નાઓના નેતૃત્વ હેઠળ પી.એસ.આઈ શ્રી વાય.પી.ગોહીલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફના માણસોના ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા એલ.એમ.જી ગોડાઉન નંબર ૧૪ પાસે આવતા ગોડાઉન ખુલ્લુ હોય અને બાતમી મુજબ ના શંકાસ્પદ કન્ટેનર જોવામાં આવતા અને કન્ટેનર માં અંદર સોપારી ટુકડા ભરેલા હોય અને ૨૭ નં જીજે ૧૨ વાય ૭૫૯૧ વાળી ટ્રકમા કન્ટેનર શંકાસ્પદ સોપારી નો જથ્થો તથા ટ્રક સહિત કુલ મુદામાલ કિ.રૂ ૧,૮૫,૦૦,૦૦૦/- ગણી બી.એન.એસ.એસ કલમ ૧૦૬(૧) મુજબ તપાસ અર્થે કબ્જે અને બે ઈસમોને બી.એન.એસ.એસ. ૩૫ (૧-બી(૨) ઈ) મુજબ અટક કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હોવાનુ કંડલા મરીન પોલીસની યાદીમાં જણાવાયું છે. આગળની તપાસ શ્રી ગોહીલ ચલાવી
રહ્યા છે.
.................
કંડલા કસ્ટમ કમિશ્નર આ કેસમાં ઉંડા ઉતરે?
રોકસોલ્ટના નામે સોપારી કેમ બહાર નીકળી?
ગાંધીધામ : કચ્છમાં સોપારી કાંડ એક પછી એક સતત ગાજી જ રહ્યા છે. મુંદરામાંથી સોપારીની સ્મગલીંગયુકત આયાતના કિસ્સાઓ અટકયા નથી તો બીજીતરફ હવે કંડલા પણ રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારીની હેરફેર કરવામાં આવતી હોવાના ઘટનાક્રમનો પોલીસે પદાર્ફાશ કરી દીધો છે અને ફરીયાદ પણ દાખલ કરી દીધી છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે આ સોપારીનો જથ્થો રોકસોલ્ટ ડીકલેર કરીને હેરફેર કરવાની ફીરાકવાળો છે. તો રોકસોલ્ટનીઆડમાં સોપારીને કલીનચીટ કસ્ટમમાથી આપી જ કોણે? શું માલ પહોચે તે પહેલા જ મુદામાલને આઉટ ઓફ ચાર્જ કરી દેવામા આવી હતી કે કેમ? આ બધાય વિષયો અંગે કંડલાના કસ્ટક કમીશ્નરશ્રીએ ખુદ તપાસ કરવી જરૂરી બની રહી છે. કારણ કે કસ્ટમની મીલીભગત વિના આ રીતે રોકસોલ્ટના નામે સોપારીનો જથ્થો આઉટ કરી શકાય નહી તે એકને એક બે જેવી વાત છે.
...................
ગાંધીધામના સીએચએ સત્યપાલના લ્યો કડક ઉધડો :
લોકલ ગાંધીધામના વચેટીયા ધીરજની ભુમિકા ચકાસો
આવા સીએચએની પાછળ કસ્ટમના કયા ભ્રષ્ટ બાબુઓની છે ભુંડી ભુમિકા? કારણ કે, મોટાભાગે હવે સીએચએને આવી ગેરરીતીઓ માટે કસ્ટમના જ અમુક અધિકારીઓ લાયન્સ શોધી આપના હોવાની છે ચર્ચા
ગાંધીધામ : કંડલા પોલીસની ટીમ દ્વારા જાગૃતી દાખવી અને રોકસોલ્ટના નામે સોપારીની હેરફેર થાય તે પહેલા જ ત્રાટકી અને ફરીયાદ દાખલ કરી લીધી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં સીએચએની ભુમિકા ભજવનારા કોણ છે? રોકસોલ્ટ ડીકલેર કરેલુ છે છતા પણ તેમાં સોપારી લવાઈ હોય તો સીએચએ તેનાથી અજાણ હોય તે વાત માની ન શકાય. પોલીસતંત્ર અને તે ઉપરાંત કસ્ટમ સહિતનાઓઅ પણ સીએચએનો બરાબરનો ઉધડો લઈ અને તેની ચુક સામે આવે તો તેની સામે પણ લાયસન્સ રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવી જોઈએ. સીએચએ તરીકે સત્યપાલ રહેલ છે તો વચેટીયાની ભૂમિકામાં ગાંધીધામનો ધીરજ નામનો શખ્સ હોવાની ચર્ચા થવા પામી રહી છે. આ બન્નેની પણ કડક તપાસ થવી જ જોઈએ.
................
પકડાયેલ
આરોપીનુ નામ
(૧) અનીલ છગનભાઇ બારોટ ઉ.વ ૩૫ રહે. મોટી પીપળી તા.રાધનપુર જી.
પાટણ (૨) અરૂણ ગોવીંદભાઈ આહીર ઉ.વ ૩૫ રહે.પ્લોટ નં ૩૫૪/૩૫૫ વોર્ડ ૩/એ
આદીપુર ગાંધીધામ
................
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) શંકાસ્પદ
સોપારીનો જથ્થો તથા ટ્રક સહિત કુલ મુદામાલ કિ.રૂ ૧,૮૫,૦૦,૦૦૦/- આ કામગી૨ીમા પો.ઇન્સશ્રી એ.એમ.વાળા તથા પી.એસ.આઈશ્રી વાય.પી.ગોહીલ અને કંડલા મરીન પોલીસ સ્ટાફનાઓ જોડાયેલ હતા.

Comments