પોલીસને બોલાવવાના મનદુઃખે અંજારમાં હોટલ સંચાલક પર હુમલો કરી ગેસ્ટ હાઉસમાં તોડફોડ
પોલીસને બોલાવવાના મનદુઃખે અંજારમાં હોટલ સંચાલક પર હુમલો કરી ગેસ્ટ હાઉસમાં તોડફોડ
અંજાર : શહેરમાં ગંગાનાકાથી સવાસર નાકા વચ્ચે આવેલ શીવકૃપા હોટલ પાસે રાતના સમયે લોકો બેસતા હોવાથી પોલીસે આવીને તમામને ભગાડયા હતા. જે વાતનું મનદુઃખ રાખીને હોટલ સંચાલકને માર મારી તોડફોડ કરાતા મામલો પોલીસ ચોપડે ચડયો છે.
અંજારના નીખીલપુરી કેશવપુરી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આરોપી હેમલાઈ ફળિયાના સિકંદર આદમે ફરિયાદી અને તેના મોટા ભાઈ દિનેશપુરી પાસે આવીને કહ્યું કે, અમે મોડી રાત્રીના બેઠા હતા. ત્યારે તમે પોલીસને કેમ બોલાવી હતી ? તે વાતનું મનદુઃખ રાખીને સિકંદરે ઉશ્કેરાઈને તેના મિત્ર મહેબુબ હારૂન કુરેશી, અયન બિલાલ ઓઢેજા અને ચારેક બીજા માણસોને બોલાવી ગેરકાયદે મંડળી બનાવી સીકંદરે ફરિયાદીના માથામાં સ્ટીલની પાઈપ ફટકારતા દિનેશપુરી બચાવ માટે વચ્ચે પડયા હતા. જેને હાથના ભાગે સ્ટીલની પાઈપ વાગતા ફ્રેકચર આવ્યું હતું. ફરિયાદીના ભત્રીજા અને મોટા ભાઈ દિનેશપુરીને તથા ફરિયાદીને આરોપીઓેએ ભેગા મળી પથ્થરમારો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ગેસ્ટ હાઉસની ઓફીસના બારી - બારણાના કાચને પથ્થર મારી તોડવા સાથે ગેસ્ટ હાઉસની બહાર પાર્ક કરાયેલી ગ્રાહક રોહિત વિશ્વાસ ફડતરેની કાર નંબર એમએચ ૧૪ એલ જે પ૧પ૦ ના બોનેટમાં નુકશાન કરવા સાથે ડ્રાઈવર સાઈડના કાચ તોડી ૭પ હજારનું નુકશાન કરાયું હતું. જેથી અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Comments