Trending News
સ્થાનિક સમાચાર

અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રજાપારાયણતાના દર્શન :  અંજાર બાયપાસને સૈદ્વાંતીક લીલીઝંડી..

19 July





કળશ સર્કલથી યોગેશ્વર ચોકડીથી અંજાર સરકારી હોસ્પિટલથી નાગલપર ચોકડી સુધીમાં ભારે વાહનોથી સર્જાતી સમસ્યાઓનો આવી ગયો સુખદ અંત : ર૦રરથી સતત નાગલપરથી સોપડા સુધીના બાયપાસ રોડ માટે સતત પ્રયત્નશીલ અંજારના વર્તમાન ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાંગાની મહેનત રંગ લાવી : નાગલપર ચોકડીથી સાપેડા -અંજાર બાયપાસ માર્ગ નિર્માણ માટે ૧૧૧૭પ લાખની રકમને અપાઈ સૈંદ્વાંતીક મંજુરી



ગાંધીધામ : અંજાર શહેરમાં કળશ સર્કલથી લઈ અને યોગેશ્વર ચોકડી તથા સરકારી હોસ્પિટલથી નાગલપુર ચોકડી સુધીભાં અતિ ભારે વાહનોને પ્રતિબંધ હોવા છતા પણ આ વાહનો અહીથી નીકળતા હેાવાથી નીદોર્ષ લોકોના જીવ પર સતત જોખમ જ ઝળુબંતુ રહેતુ હોય છે. તાજેતરમાં જ પણ અહી એક આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. ભારે વાહનો અહીથી ન પસાર થાય તે માટેના વૈકલ્પીક માર્ગને માટે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કરેલી રજુઆતનો પડઘો પડવા પામ્યો છે અને આ માર્ગને આજ રોજ સૈદ્વાંતિમ મંજુરી આપવામાં આવી ગઈ છે. આ બાબતે મળતી માહીતી અનુસાર ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આજ રોજ કરેલી ઠરાવની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કચ્છના અંજાર બાય પાસ કીમી જીરોથી પ/પ૦૦, બાયપાસ બનાવવાની કામગીરી માટે અંદાજીત ૧૧૧૭પ લાખની રકમ મંજુર કરવાા આવી છે.  આર એન્ડ બી વિભાગના ઉપસચવી એસવી ચૌધરી દ્વારા આ પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે. 
આ સંદર્ભે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ પણ અંજાર બાયપાસના માર્ગના નિર્માણ માટેની સૈદ્વાંતિક મંજુરી મળી હોવા બાબતેની વાતને તેઓએ સમર્થન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, ર૦રરથી તેઓ ખુદ આ માર્ગ નિર્માણે મુર્તિમંત કરાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ હતા. તેઓએ આજ રોજ આ માર્ગના કામને માટે મળેલી સૈદ્વાંતિક મંજુરીના નિર્ણયને આવકારી અને હવે અંજારવાસીઓને જે ભારે વાહનોના લીધે સમસ્યા સતાવતી હતી તે માર્ગ નિર્માણ ઝડપથી થવા પામી જશે એટલે તેનુ સુખદ અંત આવશે તેવો આશાવાદ પણ દર્શાવ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM