Trending News
સ્થાનિક સમાચાર

તો પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં સરકારી ખાતરના કૌભાંડનો થાય પર્દાફાશ : રેઝિન પ્લાન્ટ બનશે નીમિત્ત !

18 July

આધોઈ પાટીયાથી ઝડપાયેલ ડીએપીકાંડની તટસ્થ તપાસ થાય




કચ્છ બોર્ડર રેન્જની ટીમે તાજેતરમાં જ સરકારી ડીએપી ખાતરનો તગડો જથ્થો ગેરકાયદેસર રીતે હેરફેર થતા આધાર-પુરાવા વિનાનોઝડપી પાડયો છે : ઝડપાયેલા શખ્સના કડક રીમાન્ડ લેવાય કે આવી હેરફેર કેરટલી વાર કરી? તેને આ ખાતર આપવાનું કયા હતુ? ડીએપી ખાતરની  ઓપન બજારમાં હેરફેર થાય જ કેમ?


પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં ખાસ કરીને રેઝિન પ્લાન્ટમાં જરૂરી ગ્લુ બનાવાતુ હોય છે જેમાં નિયમ અનુસાર ઈન્ડીસ્ટ્રીયલ વપરાશના ભાવે ખાતર લેવાનુ થતુ હોય છે, પરંતુ મોટાભાગના આવા પ્લાન્ટવાળાઓ ટેકનીકલ ગ્રેડ એટલે કે સરકારી સબસીડીવાળા ખાતરનો ઉપયોગ કરી અને ગ્લુ બનાવતા હોવાની અગાઉ ફેલાઈ ચુકી છે ગંધ : ઈન્ડીસટ્રીયલ વપરાશ માટે ખાતરની એક થેલીના ભાવ ૩૦૦૦ને આંબી જાય છે, જયારે સરકારી સબસીડી યુકત ખાતર ૩૦૦થી ૪૦૦ રૂપીયાના નહીવત દામે જ મળી જતી હોય છે, વિચાર તો કરો, પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં આ તત્વોનો નફો કયાં જઈને પહોચેં..?

ગાંધીધામ : દેશ અને ભારત જ નહી પરંતુ એશીયાની સૌથી મોટી ટીમ્બર ઈન્ડીસ્ટ્રીજ પૂર્વ્‌ કચ્છમાં કાર્યરત છે. તેને સલગ્ન એવી પ્લાયવુડ ઈન્ડસટ્રીઝ પણ આ વિસ્તારમાં મોટા પાયે ધમધમી રહી છે. આ પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝ સમયાંતરે ચર્ચામાં આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ આ પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝ પૈકીના અમુક ભેજાબાજો દ્વારા સરકારી સબસીડીયુકત ખાતરનો ગેરકાયદેસર નિયમ વિરૂદ્ધ ધુમ વપરાશ કરાવમાં આવતો હોવાની ફરીયાદો પણ જાણકારવર્ગમાંથી સામે આવતી હોય છે. અને અહી સબંધિત સરકારી વિભાગોની ટુકડીઓ ત્રાટકી અને તપાસ કરી ગઈ હોવાનુ અથવા તો અમુકમાં સત્તાવાર રીતે કેસ પણ કરી ગઈ હોવાથી સરકારી સબસીડીયુકત એટલે કે કાળાબજારી કરેલ સરકારી ખાતરનો વપરાશ અહી થતો હોવાની વાતને પણ પુષ્ટી જ મળવા પામી ચૂકી છે. દરમ્યાન જ પૂર્વ કચ્છના આધોઈ વિસ્તારમાં એક હોટેલના પરીસરમાંથી પોલીસની ટુકડીએ આવી જ સરકારી ડીએપી ખાતરનોતગડો જથ્થો જપ્ત કરી લધીો છે અને તેની આગળની તપાસ હાથ ધરવામા આવી રહી છે ત્યારે હવે જાણકારો અહી કહીરહ્યા છે કે, જો તપાસનીશ આ કેસની સચોટ-તટસ્થ અને કડક તપાસ કરશે તો ચોકકસથી પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ધમધમતું સરકારી ખાતના કૌભાંડનો મોટો પદાર્ફાશ થવા પામી શકે તેમ છે. અને તેમાં પણ રેઝિન પ્લાન્ટસ છે તેમાંથી વધારે આવા ખાતરનો બિનઅધિકૃત જથ્થો બરામદ થવા પામી જશે. સહેજ વિગતે વાત કરીએ તો પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં પ્લાયના મેન્યુફેકચરીંગ માટે ગ્લુની જરૂરીયાત પડતી હોય છે. આ ગ્લુ માટે ખાતરની જરૂરીયાત પડતી હોય છે. પ્લાયવુડ ઈન્ડીસટ્રીઝવાળાઓએ ગ્લુ માટેનુ ખાતર ઈન્ડીસ્ટ્રીયલ વપરાશ અર્થેનુ લેવાનુ થતુ હોય છે અને તેની કિમંત એક બેગની રપ૦૦થી ૩૦૦૦ જેટલી રહેતી હોય છે. જયારે કે આ અમુક નફાખોર પ્લાયવુડવાળાઓ ઈન્ડીસટ્રીયલ વપરાશ અર્થેની ખાતરની થેલીઓ લેવાના બદલે સબસીડી યુકત ખેડુતોના હિત માટે સરકાર જે ખાતર ઓપ છે તે એમઓપી-ડીએપી ખાતર ખરીદી અને વપરાશ કરી રહ્યા છે. જેને ટેકનીકલ ગ્રેડનુ ખાતર કહેવાતુ હોય છે. સબસીડીવાળા ખાતરની બેગની કીમંત ૩૦૦થી પ૦૦ હોય છે એટલે પ્લાયવુડવાળા આવા નફાખોરેને એક બેગ પાછળ થ રપ૦૦ જેટલો નફો થવા પામી જતો હોય છે. એ બધાય કરતા અહી ગંભીર વાત એ છે કે, સરકારી ડીએપી હોય કે એમઓપી ખાતર જ કેમ ન હોય..? તે ઓપન માર્કેટમાં આવા વપરાશ હેઠળ આપી જ નથી શકાતુ? તો પછી આટઆટલી સરકારી ડીએપી ખાતરની બેગ્સ ઓપન માર્કેટમાં ઠલવાઈ જાય છે કેવી રીતે? જે વાહન ચાલક પકડાયો છે ખાતરના જથ્થાની સાથે તેના કડક રીમાન્ડ લેવાની જરૂર છે તો સરકરા અને ખેડુતોના હીતાર્થે કઈક મોટા નવા ખુલાસા થવા પામી જાય તેમ છે.

.............



કોડાય-વાગડ સરકારી ખાતર કૌભાંડમાં શું ઉકાળ્યું?
નર્મદા કંપની-એકસપોર્ટરનો વાળ પણ વાંકો ન થયો!



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ દ્વારા જયારે સરકારી ખાતરના ગેરકાયદેસર વપરાશનો ખુલાસો થયો છે ત્યારે આજથી એકાદ વર્ષ પહેલા પણ કચ્છમાથી બે અલગ અલગ વિસ્તારમાથી પકડાયેલા ખાતરકૌભાંડોની જેમ કુલડીમાં ગોળ ભાંગવાની રીતે જ કાર્યવાહી ન થાય તે જોવુ જરૂરી બની રહ્યું છે. કોડાય ખાતર કેસમાં પણ પોલીસ અને ખેતીવાડી વિભાગે સંકલન કરવાના બદલે  માત્ર એકબીજા પર ખો-ખોના ખેલ ખેલીને કુલડીમાં જ ગોળ ભાંગી લીધાનો વર્તારો જોવાયો હતો.તો વાગડમાં પણ માત્ર ટેમ્પાચાલકની આજુબાજુમાં જ તપાસ ચલાવીને મામલો રફે દફે કરી દેવાયો હતો. આ બન્ને કેસોમાં મુળીયા ઉલેચવાની દીશામાં કામગીરી થવાના બદલે મુળ સુત્રધાર સુધી પહોચવાના બદલે તેમને બચાવવાની દીશાામાં કામગીરી થતી જોવાઈ હતી.  જયા સુધી સરકારી ખાતરના કૌભાંડોના મુળીયા નહી ઉલેચાય ત્યા સુધી આ પ્રકારની ગેરરીતીઓ સદંતર ડામી નહી.
આ અગાઉ પણ વાગડમાં રાપર પોલીસે ગાંધીધામના વ્યકિતથી ખાતર લવાયાનું પુરાવર થયા બાદ તપાસ પર લાગી ગયુ પુર્ણવિરામ, જયારે કે લાકડીયાથી ઝડપાયેલા શખ્સની કડકાઈથી તે વખતે પુછતાછ કરાઈ હોત તો સરકારી ખાતરના મોટા પ્રકરણો બહાર આવ્યા હોત, બીજીતરફ કોડાયમાં પણ પોલીસે તદન મંથરગતીએ તપાસ ન ચલાવવાના વાંકે જ ચલાવી અને તેમાં નર્મદા કંપની-વડોદરાવાળાના બે શખ્સોના નિવેદનો લીધા બાદ ગેરકાયદેસર રીતે ખાતરને એકસપોર્ટ કરવા માંગતા ભુજ-મિરઝાપરના શખ્સો સુધી પહોચવાની તસ્દી જ ન લેવાઈ? ખરેખર હાલના પ્રકરણોની સાથે જ કોડાય અને વાગડના નકલીખાતર કૌભાંડોની તપાસને પણ પુનઃ વેગવાન બનાવવા વિચારવુ જ જોઈએ.

..........



કચ્છ બોર્ડર રેન્જની કચેરીએ ખેતીવાડી વિભાગનું નાક વાઢયું.! : હવે તો ખેતીવાડી તંત્ર જાગે..!

ગાંધીધામ :  કચ્છ બોર્ડર રેન્જની ટુકડીએ પૂર્વ કચ્છમાં આધોઈ પટ્ટા પાસે તવાઈ બોલાવી અને સરકારી ખાતરની ગેરકાયદેસર હેરફેર કરનારાઓને ખુલ્લા પાડી દીધા છે ત્યારે કહી શકાય કે જેની પ્રાથમિક ફરજ બની રહી છે તેવા ખેતીવાડી વિભાગનુ નાક અહી વઢાઈ જ જવા પામ્યું છે. હવે તો ખેતીવાડી વિભાગકડકાઈથી કાર્યવાહી કરી દેખાડે. જાણકારવર્ગ કહી રહ્યો છે કે, માત્ર દર ઋતુઓમાં ખેડુતોને માટે નકલી બિયારણોથી સાવધ રહેવાની બે લીટીઓ લખી અને સતર્કતાની કામગીરી કરી રહ્યા હોવાનો ડોળ માત્ર કરી કામગીરી કરી લીધાનો સંતોષ માનનાર ખેતીવાડી વિભાગ કચ્છમાં ચાલી રહેલા સરકારી ખાતરના કાળા બજાર-ગેરકાયદેસર હેરફેર, નકલી ખાતરના હાટડાઓ પર કડકાઈથી ત્રાટકી દેખાડે તે જરૂરી જ બની રહ્યું છે. જીલ્લાસ્તરેથી માત્ર અને માત્ર કાગળની સમ ખાવા પુરતી જ કાર્યવાહી થાય છે, હકીકતમાં તેઓના તાલુકા વાઇઝ સુપરવાઇજરો નિમાયેલા છે, કેમ તેમને સરકારી ખાતરની હેરફેર-વપરાશની કોઈ ગંધ શુદ્ધા જ નથી આવતી?

..........


સામખીયાળી-આધોઈ હાઈવે પટ્ટામાંથી જ કેમ ખાતરના વાહનો ઝડપાય છે?


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સામખીયાળી અને આધોઈ પટ્ટામાથી જ સરકારી ખાતરનો જથ્થો ગેરકાયદેસર આધાર પુરાવા વિનાનો હેરફેર થતો પકડાવવા પામી રહ્યો છે. અહીથીજ સરકારી ખાતરની કેમ હેરફેર કરવામા આવી રહી છે? હાલમા કચ્છ બોર્ડર રેન્જની ટુકડીએ આધોઈ પટ્ટામાં આવેલી હોટલના પરીસરમાંથી જ સરકારી ખાતરનો જથ્થો પકડી પાડયો છે. અહી યાદ અપાવી શકાય કે, આથી પહેલા પણ વાગડમાં પ૦૦૦ નકલી સરકારી ખાતરની બેગ્સ ધાબડીદેવાઈ હોવાની વિગત પોલીસ ચોપડે ચડી જવા પામી હતી અને તેની તપાસ હાથધરાઈ હતી ત્યારે પણ રાપર પોલીસની તપાસમાં આધોઈના એક શખ્સનુ તથા લાકડીયાના એક શખ્સની ભુમિકાઓ સામે આવવા પામી ગઈ હતી. તે વખતે પણ આધોઈના શખ્સનુ નામ બહાર આવ્યુ હતુ, હાલમાં આધોઈ પટ્ટાની આસપાસમાં જ સરકારી ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થવા પામી રહ્યો છે. આ વિષયે પણ તપાસનીશોએ ધ્યાન આપવુ જ જોઈએ. જે તે વખતે ટેમ્પાચાલકે પ્રથમ નિવેદન આપ્યુ હતુ તેમાં પણ એમ જ કહ્યુ હતુ કે, સામખીયાળી હાઈવે પરથી એક મોટી ગાડીમાથી મને ૧૦૦ બેગ્સ અપાઈ હતી, એ ગાડી કોની હતી, ગાડીમાં કોણ હતુ, તેની મને કોઈ જ ખબર નથી. તે વખતે પણ સામખીયાળી-આધોઈ પટ્ટો જ ચર્ચામાં આવ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM