ભીમાસર પાસે ચાલુ ટ્રેનમાંથી કુદકો મારી બિહારના પ્રવાસીનો આપઘાત
ભીમાસર પાસે અમદાવાદના આધેડનો મૃતદેહ મળ્યો
અંજાર : તાલુકાના ભીમાસર પાસે અપમૃત્યુની બે ઘટનાઓ સામે આવી હતી, જેમાં ચાલુ ટ્રેનમાંથી કુદકો મારતા બિહારના પ્રવાસીનું મોત થયું હતું. જયારે અમદાવાદના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ ભીમાસર ગામે આવેલી સોમનાથ કંપનીમાં રહેતા અને અહીં કામ કરતા મુળ બિહારના પ્રવાસીનું મોત થયુ હતું. હતભાગી ર૮ વર્ષિય રાજેશ મોહન પાસવાન ગાંધીધામથી ટ્રેન નંબર ૦૯૪૦૭ વિકલી ટ્રેન ગાંધીધામ - ગોરખપુરમાં ટિકીટ લઈને પેસેન્જર તરીકે બેઠા અને કોઈ અગમ્ય કારણોસર ભીમાસર રેલવે ફાટકથી આગળ ચાલુ ટ્રેનમાંથી કુદકો મારતા અન્ય ટ્રેનના પાટામાં આવી જતા મોત થયું હતું. હાલે અંજાર પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. દરમ્યાન પીએસએલ કંપની સામે યશોદાધામ જતા રોડની બાજુમાં ભીમાસર સીમમાં આધેડની લાશ મળી આવી હતી. અમદાવાદના ૪પ થી પ૦ વર્ષના થોમસ સેમસંગ હેરીસનનો મૃતદેહ મળી આવતા મોતના કારણો જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments