Trending News
સ્થાનિક સમાચાર

દરીયાઈ વિસ્તાર અલગ-અલગ, ડ્રગ્સનો માલ૧ જ પ્રકારનો..!

17 July



કચ્છથી કોડીનારનો કાંઠાળ પટ્ટો રેઢા પડ-સમાન : 
નશાના પેકેટસની વધતી ખેપથી શંકા-કુશંકાઓ?


પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છના દરીયાઈ જળ સીમા ધરાવતા વિવિધ વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી એક મુકીને બીજી અને બીજ મુકીને ત્રીજી એજન્સી ધડાધડ તબક્કાવાર ડ્રગ્સના પકડી ચૂકયા છે પેકેટસ, આ રેલો દેવભુમી દ્વારકા, સોમનાથ અને કોડીનાર સુધી પણ લંબાયો?




ગાંધીધામ : ગુજરાત રાજયમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને તેમની પોલીસ તથા એજન્સીના સંકલરૂપ કામગીરીના પગલે રાજયભરના અલગ અલગ દરીયાઈ ક્ષેત્રોમાથી પાછલા કેટલાક સમયથી એક પછી એક બિનવારસુ અવસ્થામાં માદક પદાર્થોના પેકેટસ-જથ્થાઓ પકડાવવા પામી રહ્યા છે. લાંબા સમય સુધી અને વધુ માત્રામાં આ પ્રકારના બિનવારસુ ડ્રગ્સના પેકેટસ કચ્છના જુદા જુદા દરીયાઈ ક્ષેત્રોના નિર્જન ટાપુ અને વિસ્તારોમાથી જુદી જુદી એજન્સીઓ અત્યાર સુધીમાં પકડી પાડતી હતી પરંતુ હવે તો કચ્છ ઉપરાંત રાજયના દેવભુમિ દ્વારકા, સોમનાથ અને કોડીનારના દરીયાઈ વિસ્તારોમાથી પણ આ ડ્રગ્સના પેકસ્ટ બિનવારસુ અવસ્થામાં મળી આવવા પામી રહ્યા છે અને આ પેકેટસની કીમંત કોઈ બે-પાંચ હજાર કે લાખ નહી છ-છ કરોડની થવા પામી રહી છે. નશાના પેકેટસ આ રીતે દરીયાઈ સીમામાં સતત મળી આવવા અને તે પણ બિનવારસુ તથા આ જથ્થો મુકનારાઓ સહિતનાઓ પર રહસ્ય અકબંધ રહી જવુ તે વિશેષ શંકા-કુશંકાઓ ઉભી કરનાર જ બની રહે છે. 
પ્રબુદ્ધવર્ગ બીજીતરફ એમ પણ કહી રહ્યા છે કે, ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી 
પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. તજોતરમાં જ શનિવારે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના ૧૦ જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે. પરંતુ કચ્છથી લઈ અને કોડીનાર પટ્ટા સુધી આ રીતે માદક પદાર્થના બિનવારસુ પેકેટસ મળી આવવા તે વિશેષ શંકા-કુશંકાઓ પેદા કરી રહી છે. તેના મુળીયા ઉલેચવાની દીશામાં એજન્સીઓ સંકલન વધારી તપાસમાં આગળ વધે તે જરૂરી બની રહ્યું છે.’



.........



દરીયામાં ચરસનો જથ્થો ફેંકે છે કોણ?
૧ કેસમાં પણ નથી થયો હજુ ખુલાસો!




ગાંધીધામ : આ ચરસનો જથ્થો કેવી રીતે અહી આવી પહોચે છે? કેાના દ્વારા દરીયામાં ફેકવામાંઆવે છે? ખરેખર તો આ તમામ મુદાઓ ઉંડી તપાસ ઈચ્છી રહ્યા છે જે હજુ સુધી થઈ હોય અથવા તો થઈ હોય તો તેના મુળીયાઓ ઉલેચાયા હોય તેવુ બહાર આવવા પામ્યુ નથી જે ચિંતાજનક કહી શકાય તેમ છે. 


..............


આવા ચરસના પેકેટસ સિવિલિયનના હાથે
નહી ચડયા હોય તેની શું ખાત્રી ?


ગાંધીધામ : સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી અને તેમના વાલીઓને જાણ કરી હતી. હવે અહી તો પોલીસે આ જથ્થો કબ્જે લીધો અને તેની આગળની કાર્યવાહી હાથ ધરી પરંતુ આ રીતે તરતા આવતા પેકેસ્ટ સિવિલિયનના હાથે નહી લાગી જતા હોય અને તે તેના ગંતવ્ય સ્થળે નહી પહેચી જતા હોય તથા માદક પદાર્થથી પેડલર્સ પણ કરોડોના આસમી નહી બની જતા હોય તથા આ માદક પદાર્થ રાજયના યુવાનોને નશાના રવાડે ચડાવવામાં પણ કારગત નહી નીવડી ગયા હોય તેની શું ખાત્રી? આ સવાલ ખુબજ ગંભીર બની રહ્યો છે. 


...........................


કચ્છથી કોડીનાર સુધી અફઘાન ડ્રગ્સના જ 
ઝડપાય છે પેકેટસ : છે ને જબરૂ કુતુહલ..!



ગાંધીધામ : અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિના પહેલા કચ્છ પછી દ્વારકાને હજુ બે દિવસ પહેલા જ ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું. બાદ ફરીથી કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી મોટું પોટલું   બિન વારસી મળી આવતા જેની અંદરથી ૧૦ જેટલા પેકેટ ચરસ ના મળી આવતા આ તમામ જગ્યાએથી મળેલું ચરસ છે તે એક જ પ્રકારનું પેકેટ અફઘાન ચરસનાજ મળી આવેલા છે. જેથી લોકોમાં શંકા કુશંકા અને કુતવલ સાથે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
 

Comments

COMMENT / REPLY FROM