Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાને ન લે..!

16 July




ભુજમાં મસમોટી જુગાર કલબના સંચાલકો-ખાખીના વહીવટદારોનું
નવું સેટીંગ : બંધ ન કરો, સેક્શન આપો, સ્થળ બદલાવી નાખો..!

જદુરા સીમમાં લાખોના હારજીતના પડવાળી કલબના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જુગારીઓ-ખેલીઓ-સંચાલકો અને અમુક વહીવટદારોમાં દોડધામ : હરીપર રોડ પર અબ્બાસ-મનીષ-હનિફની કલબે સ્થાન બદલાવ્યું, તો પાલારા સીમમાં બાવડની જાડીમાં ધમધમતી પુજનની કલબ પણ અન્યત્ર ખસેડાઈ ગઈ

એલસીબી-માનકુવા-માધાપરમાં હપ્તાઓ આપીને શરૂ કરાયેલી જુગાર કબલ સદંતર બંધ કરવાના બહાને સાપ પણ મરે અને લાઠી પણ ન તુટેના તાલે થઈ કાર્યવાહી : કલબોને રમવાની લીલીઝંડી અપાઈ જ, પરંતુ અહેવાલમાં પ્રસિદ્ધ થયેલ સ્થળથી બીજી જગ્યાએ ખસેડી દેવાની અપાઈ સુચના : કયા પલળેલા ખાખીધારીઓ આ અસામાજીક બદીને વકરાવી રહ્યા છે? વહીવટદાર તરીકેની કોણ ભજવી રહ્યા છે ભુમિકા?



ગાંધીધામ : જિલ્લા વડામથક ભુજના હરીપર રોડના સીમાડામાં જદુરા પટ્ટાની આસપાસમાં અંજારના કુખ્યાત ચીટર અબ્બાસ, ભુજના મનીષ, હનિફ તથા રજાક સહીતનાઓ દ્વારા એક મસમોટી જુગાર કલબ શરૂ કરવામા આવી હતી અને આ કલબમાં ખેલીઓને ધાણી પાસાનો જુગાર રમાડવા આવે છે. 
આ ઉપરાંત અગાઉની જુગાર ક્લબમાં ધાણીમાં લોહચુબંક લગાડી અને સામે ખેલ ખેલનારાઓને લાખો-કરોડોમાં નવડાવી દેવા અને તેમની સાથે ચીટીંગ પણ કરવામા આવી રહી હોવાનો એક સચોટ અહેવાલ થોડા સમય પહેલા જ ઉજાગર થવા પામ્યો હતો, જે બાદ ભુજ પટ્ટાના મોટા મોટા જુગાર કલબ સંચાલકો, તેમને જુગારની છુટ આપનારા વહીવટદારો સહિતનાઓમાં દોડધામની સ્થીતી સર્જાયેલી એકચોટ જોવા મળી આવી હતી. જો કે, બીજીતરફ ભ્રષ્ટ અમુક પલળેલાઓની બલીહારી કહો કે પછી જુગાર સંચાલકોની ગોઠવણ યા તો ખેલીઓની કમનશીબી કે, આ જુગાર કલબો અહેવાલો ઉજાગર થયા બાદ આ ક્લબ એક સપ્તાહ બંદ રહ્યા બાદ ફરીથી જુગારના સંચાલકો અને ખાખીના અમકુ બની બેઠલા વહીવટદારો દ્વારા નવું જ સેટીંગ કરી અને ફરતી કલબો શરૂ કરાઈ હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે, જુગાર કલબ અને વહીવટદારોની સાંઠગાંઠના ખુલીને સામે આવેલા અહેવાલો બાદ વહીવટદારોએ જુગાર કલબના સંચાલકોને કહી દીધુ છે કે, આ કલબ સદંતર બંધ ન કરો, સેકશન આપતા રહો અને ફરતી કલબ ચાલુ કરો. કલબના જે સ્થળ જાણીતા થઈ ગયા છે તેના બદલે અન્યત્ર લઈ જાવ. ભુજમાં હરીપર રોડ સમીપે જદુરાની સીમમાં જે અબ્બાસ, મનીષ- હનિફ - રઝાક સહિતનાઓની ચીટીંગ જુગાર કલબ ચાલતી હતી તે હવે અહીથી બદલી દેવાઈ છે. 
બીજીતરફ સામેપક્ષ પાલારા રોડ  પર પણ સીમાડામાં બાવડની જાડીમાં એ જ તર્જ પર શરૂ થયેલી ભુજના પુજન નામના જુગાર સંચાલકની કલબે પણ હવે સ્થળ બદલી નાખ્યુ છે.  ખાખીના જવાબદારો આવી કલબો સદંતર બંધ કરી દેવાયો હોવાનો ખોખારો ખાઈ રહ્યા છે, પરંતુ મજાની વાત એ છે કે, કલબો તો હજુય પણ ધમધમી જ રહી છે.  અને તે પલળેલા ખાખીધારીઓની મહેરબાની વિના ધમધમી જ ન શકે એટલે કયાંક ને કયાંક પંકાયેલા પલળેલા અમુક વહીવટદારો આ કલબમાં ચોકકસથી સેકસન લઈ જ રહયા હોય તેમ 
મનાય છે.
કચ્છમાં ભ્રષ્ટ ખાખીધારીઓ પર રાજ્ય સરકારની ધોંસ  બોલાવે તો પણ નવાઈ નહીં. તાજેતરમાં કેટલાક ભ્રષ્ટ સરકારી કર્મચારી-અધિકારીઓને ફરજીયાત 
નિવૃત્તિ જેવા કડક પગલાં લઈ તપાસ આરંભાઈ ગઈ છે, તો એસીબીની પણ કચ્છના કેટલાક તત્ત્વો પર બાજ નજર છે.


...........


જદુરા સીમવાળી અબ્બાસ-મનીષની જુગાર 
કલબ વરસામેડી પટ્ટામાં ડાયવર્ટ કરાઈ


સચોટ અહેવાલ બાદ પોલીસની ક્રોસ તવાઈ ગમે ત્યારે આવી શકે છે તેવી ધારણાએ જુગાર સંચાલકોએ હવે ફરતી જુગાર કલબો કરી દીધી શરૂ : કયારેક વરસામેડીમાં તો કયારેક સેડાતાની આસપસાના વેરાન પટ્ટામાં મંડાય છે પડ : 
તો પાલારા સમીપે પુજનની કલબ પણ સ્થળની રીતે થઈ આગી પાછી



ગાંધીધામ : ભુજની જદુરાઈ સીમમાં અંજારના ચીટ્ટર અબ્બાસ, ભુજના મનીષ, હનિફ અને રજાક બુકી દ્વારા જે ધાણી પાસાની મસમોટી જુગાર કલબનો અહેવાલ રજુ  થયો તે બાદ હવે આ તત્વોએ ખાખીથી સેટીંગ કરી અને જુગાર કલબ અહીથી ખસેડી લીધી છે. પશ્ચીમના બદલે પૂર્વ કચ્છ પોલીસની હદમાં આ કલબ શરૂ  કરી દેવામા આવી હોવાનુ મનાય છે. પશ્ચીમના બદલે હવે પૂર્વમાં સેટીગ કરી લીધુ છે. જાણકારો કહી રહ્યા છે કે, અહેવાલ ઉજાગર થયા બાદ આવી મોટી કલબો પર ક્રોસ તવાઈ પોલીસ ગમે ત્યારે બોલાવી શકે તેમ મનાતુ હોવાથી આ જુગાર સંચાલકોએ ફરતી જુગાર કલબો શરૂ કરી દીધી છે. અબ્બાસ અને મનીષવાળી કલબ છે તે કયારેક વરસામેડી પટ્ટામાં તો કયારેક સેડાતા વિસ્તારની નજીક આવી કલબો રમાડાય છે. તે જ રીતે પુજન પાલારાના સીમાડામાં જયારે ઈબ્રાહીમ મુંડી પણ આ જ રીતે મોટી જુગાર ધમધમાવી રહ્યો હોવાનુ ચર્ચાય છે.

..........


ભુજના નાગોર રોડ પર ઈબ્રાહીમ મુંડીએ શરૂ કરેલી જુગાર પણ અન્યત્ર ખસેડાઈ


ચીટીંગથી બગડેલી છાપ સુધારવા ગાંધીધામની મેડમની ભાગીદારી



ગાંધીધામ : ભુજમાં હરીપર રોડ પર તો અંજારના કુખ્યાત ચીટરોની જુગાર કલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી જ રહી હતી તો પાલારા સીમ પટ્ટામાં પણ પુજનની કલબ ધમધમી ઉઠી હતી તેવામાં હવે અગાઉ દેશી દારૂ, આંકડા તથા જુગારમાં જાણીતા એવા ઈબ્રાહીમ મુંડીએ પણ નાગોર રોડના સીમાડામાં જુગાર કલબ શરૂ કરી હતી, જે હવે નવા સ્થળે શરૂ થતાં ખેલૈયાઓ નસીબ અજમાવી રહ્યા છે.
 નોંધનીય છે કે, ઈબ્રાહીમ અગાઉ પણ આ પટ્ટામાં જુગાર રમાડતો હતો પરંતુ ચીટીંગ કરતા તેને આદિપુરના શખ્સે પકડી પાડયો હતો અને તે બાદ ઈબ્રાહીમ થોડા સમય માટે મુંબઈ સરકી ગયો હતો પરંતુ હવે ફરીથી નાગોર સીમમાં કલબ તેણે શરૂ કરી છે અને અગાઉની ખુદની ચીટીંગના લીધે બગડેલી છબી સુધારવા અને ખેલીઓનો વિશ્વાસ પુનઃ મેળવવા માટે ગાંધીધામ વિસ્તારની એક મેડમને આ જુગાર કલબમાં સાથે જોડી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે
.

.............

Comments

COMMENT / REPLY FROM