ગાંધીધામ બી ડીવીઝન પોલીસતંત્ર ધ્યાને ન લે’
મીઠીરોહર જીઆઈડીસી સીમમાં
દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમી
તળાવ પાસે અગાઉ પણ દેશના અનેક ધમધમતા
હતા અડ્ડા : સપ્તાહ પહેલા એકાદ-બે ભઠ્ઠી સમ ખાવાપુરતી દુર કરાઈ, હવે પુનઃ ર૦ બેરેલ વાળી દેશીની અનેક ભઠ્ઠીઓ શરૂ થઈ જતા ઉઠી રહ્યા છેસવાલો
ગાંધીધામ : એકતરફ ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી થાય તેવા ઉદેશ્યથી સરકાર દ્વારા નવા કાયદાઓ બનાવાઈ રહ્યા છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ઔ દ્યોગીક પાટનગર ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પટટામાં આ જ કાયદાના અમુક ભ્રષ્ટરક્ષકોની ભીઠીનજર હેઠળ દારૂની બદી બરાબરની વકરી ચુકી હોય અને દારૂબંધીના લીરેલીરા જ ઉડતા હેાય તેમ બુટલેગરો બેફામ બનેલા હોવાની ચર્ચા વધુ એક વખત સામે આવવા પામી રહી છીે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર તાલુકાના મીઠીરોહર પટ્ટામાં ફરીથી દેશદારૂની ભઠ્ઠીઓ ધમધમી ઉઠી હોવાનુ ચર્ચાયછે. કહેવાય છે કે, અહી પંદરથી વીસ ગેલેનવાળી દારૂની રેલમેછલ કરાવતી દેશીની ભઠ્ઠીઓ બિનધાસ્ત રીતે શરૂ થવા પામી ગઈછે. અગાઉ પણ તળાવ સમીપે આવી ભઠ્ઠીઓ ચાલતી જ હતી. હવે પુનઃ અહી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, થોડા સમયપહેલા અહી એકાદ ભઠ્ઠી પર તવાઈ બોલાવવામા આવી હતી જો કે તેની પણ સત્તાવાર માહીતીઓ તો જાહેર કરવામા આવી જ ન હતી. હવેપુનઃ દેશી દારૂના બુટલેગરો બિનધાસ્તથઈ ગયા હોવાનુ દૃશાયછે.અહી એ પણ નોધી શકાય છે કે આ રીતેદેશની ભઠ્ઠીઓ અડાઓ બેફામ બનીને ચાલતા હોય અનેસબંધિત ખાખીધારીઓ અજાણ હોય તે વાત પણ સરળતાથી સમજાય નહી. એટલે કયાંક ને કયાંક ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોની મહેરબાની તળે જ દેશના બુટલેગરો ફાટીને ફુલેકે ગયા હોય તેમ જણાઈ આવી
રહ્યુ છે.

Comments