મુંદરાની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં એફઆરસીના નિયમોની ઐસીતૈસી : ફરી જનાક્રોષ ફુટયો : તંત્ર કેમ રદ ન કરે આ શાળાની પરવાનગી ?’
મુંદરાની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ : શાળામાં વાલીમંડળની બેઠકો પણ બોલાવાતી ન હોવાનો ઠાલવ્યો બળાપો :
શાળામાં શિક્ષકોની છે ઘટ્ટ, બાળકોને પાઠયપુસ્તકો પણ સમયસર નથી અપાતા : ફી રેગ્યુલેટરી કમીટિના દીશાનિદૃેર્શોની અમલવારી થાય છે કે નહી? તે મામલે સ્થાનિકના શિક્ષણવિભાગના મુંદરાના જવાબદારો કેમ નથી કરતા તપાસ? શા માટે શિક્ષણવિભાગના મુંદરાના અધીકારીઓ આવી શાળાઓને છાવરી રહ્યા છે? વાલીઓ જયારે ખુલીને શાળાની સામે બહાર આવ્યા છે ત્યારે તો તપાસ તવાઈ બોલાવો.!
ખાટલે મોટી ખોટ : મુંદરાની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં એક પછી એક વિવાદના છંછેડાઈ રહ્યા છે મધપુડા, હજુ તો આ જ શાળામાં ધો.૧થી ૧૦માં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ૧૧-૧રમાં પ્રવેશ આપવા બાબતે થયેલા ગલ્લાતલ્લાના વિષયે વાલીઓમાં પ્રવર્તેલી નારાજગીનો મુદો સમ્યો જ નથી, ત્યાં તો હવે આડેધડ મનસ્વી રીતે ફી વધારાને લઈને શાળા પ્રશાસનની સામે ઉભો થયો વિરોધનો વંટોળ
એફઆરસીના નિયમોના ઉલ્લઘન થયા હશે તો ન ચલાવી શકાય, અમે ચોકકસથી સબંધિત શાળામા તપાસ કરીશુ અને જે તથ્ય સામે આવશે તે અનુસારની કાર્યવાહી થવા સક્ષમ ઓથોરીટી સમક્ષ અહેવાલ પણ રજુ કરીશુ : શ્રી રૂગાણી (ટીપીઈઓ, મુંદરા તાલુકા)
મુંદરા : શહેરની સેંટ ઝેવિયર્સ શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભે કરવામાં આવેલા ફી વધારા સામે વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. તાજેતરમાં જ શાળા પરીસરમાં એકઠા થયેલા વાલીઓએ ફી વધારા સામે રોષ વ્યકત કર્યો હતો.શાળામાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓએ જણાવ્યું હતું કે, શાળાએ સરકારી નિયમો વિરૂદ્ધ મનસ્વી રીતે ફીમાં વધારો કર્યો છે. જે અયોગ્ય કહી શકાય. આ ઉપરાંત શાળામાં ઘણા સમયથી વાલી મંડળની જનરલ મિટીંગ પણ બોલાવવામાં આવી નથી. શાળામાં કેટલાક કવોલીફાઈડ શિક્ષકો છે તે પણ એક સવાલ છે. શિક્ષકોની ઘટ ઉપરાંત બાળકોને પાઠય પુસ્તકો પણ સમયસર મળતા નથી. વાલી મંડળની બેઠક થતી ન હોવાથી વાલીઓ પોતાના મુદ્દાઓ રજુ કરી શકતા નથી. વાલીઓએ જણાવ્યું હતુ કે, સરકારના નિયમોનુસાર ફી વધારાનો કોઈ વિરોધ નથી પણ શાળાએ મનસ્વી ધોરણે ફી વધારો કર્યો હશે તો તે વાલીઓને સ્વીકાર્ય રહેશે નહીં. વાલીઓએ શાળાના આચાર્યને લેખિતમાં રજુઆત કરી યોગ્ય નિરાકરણ સત્વરે કરવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે હેતુથી પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી. બીજીતરફ આ બાબતે મુંદરા સેંટ ઝેવિયર્સ સ્કુલના પ્રિન્સપાલનો ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો. તો વળી મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી ઉમેશભાઈ રૂગાણીને આ અંગે પુછતા તેમણે કહ્યુ હતુ કે, આવી કોઈ જ ફરીયાદ વાલીઓ તરફથી કે અન્ય કોઈ મારફતે હજુ સુધી અમને મળવા પામી નથી પરંતુ ફી રેગ્યુલેટરી કમીટીના દીશા નિર્દેશોની અમલવારી તો પ્રત્યેક શાળાઓએ કરવાની જ થાય છે, અમે ચોકકસથી આ શાળામાં તપાસ ટીમ મોકલીશુ, અને અફેઆરસીની ગાઈડલાઈનની અમલવારી થાય છે કે કેમ? તે ચકાસી અને જરૂરી ધોરણસરના પગલા લેવામા આવશે. વિદ્યાર્થી અથવા તો વાલીને કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય તો એ જરા સહેજ પણ ચલાવી નહી લેવાય તેવુ શ્રી રૂગાણીએ જણાવ્યુ હતુ.
................
ફી વધારો શેનો? સુવીધાના નામે મીંડુ, અને ફીમાં અ.ધ...ધ..વધારો...?
ગાંધીધામ : મુંદરાની સેટઝેવિયર્સ સ્કુલની સામે ફરીથી વાલીઓમાં ભારે નારાજગી સાથે રોષ ભભુકયો હોવાની ઘટના બનવા પામી છે. આ શાળામાં વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ ફી વધારો જીંકી દેવાયો હોવાના પગલે વાલીઓએ અહી આવેદન અને લેખિતમાં તેમની માંગણીઓ દર્શાવતુ પત્ર તો રજુ કરી જ દીધુ છે જેમાં સવાલો ઉભા કરવામા આવ્યા છે કે, ફી વધારો આપવો તો શેનો આપવુ? શાળાની પાસે એવી તો કઈ સુવિધાઓ હતી? અને શું સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે? વાલીઓમા રોષ છે કે, શાળામાં બાળકોને પુરતી સુવિધાઓ મળતી નથી? શિક્ષકો પણ યોગ્ય લાયકતા ધરાવતા હોય તે બધાય નથી, પાઠયપુસ્તકો પણ બાળકોને સમય સર મળતી જ નથી, તો પછી આ શાળા ફી વધારો લે છે શેના પેટે? વાલીઓની સાથે ફી વધારા બાબતે શાળાએ ચર્ચા પણ નથી કરી અને સીધો જ ફી વધારો લાદી દીધો હોવાથી પણ વાલીઓમાં આક્રોશ ભભુકે તે પણ સહજ જ બની રહ્યું છે.

Comments