સી..સસસસસ..કોઈને કહેતા નહીં..!
મુંદરામાં અજેન્સીએ અટકાવેલા દાણચોરીયુકત
સોપારીના ર૦ કન્ટેઈનરને પગ આવી ગયા..!
સ્મગલીંગ યુકત સોપારી મંગાવાયાની આશંકાના પગલે ડીઆરઆઈ દ્વારા ર૦ જેટલા કન્ટેઈનર દોઢેક માસ પહેલા સાઈડ પર હોલ્ડ કરાવેલા, તે કન્ટેઈનરોમાંથી સોપારી લોકલમાં ડમ્પ કરી, માટી ભરી દઈ અને રીએકસપોર્ટ કરી દેવાયાની ચર્ચા : સ્થાનિક કસ્ટમ અને પ્રશાસન તથા એજન્સી સહિતનાઓ અંધારામં રહી ગયા કે, પછી પાર્ટી સાથે વહીવટ ગોઠવાઈ ગયો? : પોર્ટ સલગ્ન લોબીમાં આંતરીક રીતે બન્યો હોટટોપીક
ગાંધીધામ : કચ્છના બંદરો પર પાછલા અમુક સમયથી એક મુકીને બીજુ અને બીજુ મુકીને ત્રીજુ મિસડીકલેરેશન કૌભાંડ સતત પકડાવવા પામી જ રહ્યું છે. કયારેક સ્થાનિક વાળાઓ સમ ખાવા પુરતી કામગીરી કરીને કન્સાઈનમેન્ટ અટકાવી દેતા હોય છે તો કયારેક ચોકકસ બાતમીઓના આધારે અમદાવાદ અને દિલ્હી તથા મુંબઈ સહિતની એજન્સીઓ અહી ત્રાટકીઅને સફળ તવાઈ બોલાવી જતી હોય છે.
કેટલાક કિસ્સાઓમાં કાર્યવાહી તરત થતી હોય છે તો કેટલાકમા કન્ટેઈનરોને બાજુ પર મુકાવી તપાસ લાંબી ચાલતી હોય છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર આવા જ એક પ્રકરણમાં ચોકકસ બાતમીના આધારે મુંદરામાં એજન્સીએ કેટલાક કન્ટેઈનરોને અટકાવ્યા હતા પરંતુ એજન્સીની ચાલતી તપાસની વાતો વચ્ચે જ આ કન્ટેઈનરને એકાએક જ પગ આવી જવા પામ્યા હોવાની વાત મુંદરાથી કંડલા-ગાંધીધામ સુધીમાં હોટટોપીક આંતરીક રીતે બની જવા પામી છે.
આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર આજથી દોઢ-બે માસ પહેલા મુંદરા બંદરે એજન્સીને મળેલી બાતમીના આધારે જ સોપારીના અંદાજીત ર૦ જેટલા કન્ટેઈનર બાજુ પર મુકાવાયા હતા. આ કન્ટેઈનરની બધી જ માહીતીઓ ક્રોસ વેરીફીકશેન કરવામા આવી રહી છે, અને તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે ત્યા સુધી કન્ટઈનર હોલ્ડ જ રહેશે તેમ કહી અને બાજુ પર મુકી દેવાયા હતા. પરંતુ પાછલા અમુક દીવસોમાં આ ર૦ કન્ટેઈનર કે જેની મોટા ઉપાડે તપાસ ચાલી રહી હોવાની વાત થતી હતી, તેને એકાએક જ પગ આવી ગયા હોય તેમ આ ર૦ કન્ટેઈનરોમા રીએકસપોર્ટના નામે મોટો ખેલ જ પાડી દેવામા આવી ગયો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કન્ટેઈનરમાં રહેલી સોપારીનો જથ્થો જયા પહેચવાનો હતો ત્યા લોકલમાં ડમ્પ કરી દેવાયો અને તેના સ્થાને માટીનો કચરો ભરી દેવાયો અને સોપારી રીએકસપોર્ટ કરવામાં આવી હોય તેમ દર્શાવી દેવાયુ છે. વિચાર તો કરો કે ર૦ કન્ટેઈનરમાં જો સોપારી દાણચોરયુકત આવી હશે અને તે લોકલમાં ડમ્પ કરાઈ હશે તો કેટલા કરોડની ડયુટી ચોરી આચરાઈ હશે? અહી સવાલ એ થાય છે કે, આ કન્ટેઈનરો રીએકસપોર્ટના નામે માટી ભરીને રવાના કરી દેવાયા તો સ્થાનિક કસ્ટમ સહિતનુ પ્રશાસન અથવા તો જે-તે એજન્સી કેમ ઉઘતી જ રહી જવા પામી છે.?

Comments