Trending News
સ્થાનિક સમાચાર

અંતરજાળ પાસે આંખલાના કારણે અકસ્માત બાદ મામલો બિચક્યો 

14 July


બે પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ 



ગાંધીધામ : તાલુકાના અંતરજાળના પુલિયા પાસે આંખલાના કારણે અકસ્માત થયા બાદ મામલો બીચક્યો હતો. ફરિયાદી અંતરજાળમાં રહેતા પ૩ વર્ષિય ખેંગારભાઈ પુનાભાઈ દાફડાએ આદિપુર પોલીસમાં જણાવ્યું કે, રસ્તા પર બે આંખલા ઝઘડતા હોઈ કોઈ રાહદારીને આંખલો નુકશાન ન કરે તે માટે આંખલાને લાકડી વડે તગેડતા હતા એ દરમિયાન આરોપી તુણા ગામે રહેતો વિલાસ ઉર્ફે વિકાસ નારણ આહિર પોતાની એક્ટિવાથી શિણાઈથી આદિપુર જતો હતો એ દરમિયાન અંતરજાળ પુલિયા પાસે એક્ટિવા આંખલા સાથે અડી જતા આરોપીએ એક્ટિવા સાઈડમાં રાખી ફરિયાદી સાથે ઝઘડો કરી માર મારી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. આરોપી એક્ટિવાથી ચાલી ગયો જે બાદ તેનો પીછો કરાયો ત્યારે શિણાઈથી તુણા જતા રસ્તા પર સોસાયટીની બાજુમાં આરોપી એક્ટીવા ચાલક પોતાની જાતે સ્લીપ ખાઈ ગયો હતો. તેમાં પણ તેણે સાહેદને કડા અને લોખંડના પાઈપ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સામે પક્ષે વિલાસ આહિરે દીપક દાફડા, તેમજ એક કાળા શર્ટ વાળો ઈસમ અને બીજા ત્રણ અજાણ્યા ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ રસ્તા પર લાકડી દ્વારા ગાયને ધકેલતા ગાય રોડ પર આવી જતા ફરિયાદીએ બ્રેક મારી હતી. જેમાં ફરિયાદી અને તેની બહેન પડી જતા બહેનને મુઢ ઈજાઓ થઈ હતી. ફરિયાદીએ દીપકભાઈને ગાય રોડ કાઢવાનું કહેતા આરોપીએ માથાકૂટ કરી લાકડી ઉપાડી હતી. ફરિયાદી બહેનને મુકીને પરત આવતા હતા ત્યારે ફરિયાદીની ચાલતી સ્કૂટીને લાત મારી ચારેય આરોપીઓએ ભેગા મળી પથ્થરની પટ્ટી વડે માર મારી મોબાઈલ અને રોકડા રૂા.પ હજાર લૂંટી લીધા હતા. હુમલા દરમિયાન ખભાનું હાડકું તોડી નાખ્યું અને પીઠના ભાગે તથા છાતીમાં અને કમરમાં મુઢ ઈજાઓ થતા આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 
 

Comments

COMMENT / REPLY FROM