કાંઠાળ કચ્છ પટ્ટેથી સામેપાર નાપાક કોલ કનેકશન કેસમાં વધુ કડાકા-ભડાકા થવાની કવી
પાકીસ્તાન થયેલ વોટસએલ કોલ ટ્રેસ થયાના ભાગરૂપે થોડા સમય પહેલા જ એજન્સીએ કચ્છમાંથી ત્રણ શખ્સો ઉપાડયા હતા, એકને ગાંધીધામના ગેસ્ટહાઉસમાંથી ઉપાડયો હતો, તો બેને લખપતના છેવાડાના ગામડાઓમાથી ઉપાડયા હતા, પ્રાથમિક પુછતાછમાં ખુલાસા થતા વધુ એક શખ્સને ગત રોજ બપોરે એટીએસએ ભુજમાથી ઉપાડયો
ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લામાં નાપાકમુલક તરફથી થતા ઉંબાડીયાઓ સતત સામે આવતા જ રહેતા હોય છે. દરમ્યાન જ થોડા સમય પહેલાથી જ કચ્છમાં આંતકવાદ વિરોધી ટુકડી અહી ત્રાટકીને ત્રણ શખ્સોને પાકીસ્તાન સાથેના કોઈ ફોન કોલને લઈને ઉપાડીને પુછતાછ કરવામાં આવી હતી. એક શખ્સને જે તુર્કી મુળનો હતો તેને ગાંધીધામના ગેસ્ટહાઉસમાથી ઉપાડયો હતો જે મુંદરાના ગ્રામીણ વિસ્તારનો હતો તો વળી બીજા બે શખ્સોને લખપત તાલુકાના છેવાડાના ગામોમાથી ઉપાડયા હતા. આ કેસની પ્રાથમિક ચાલી રહેલી પુછતાછમાં જ વધુ એક નામ સામે આવતા આંતકવાદ વિરોધી ટુકડીએ ગઈકાલે બપોરે કચ્છના વડા મથક ભુજ ખાતેથી વધુ એક શખ્સને ઉઠાવી લીધો હોવાના અહેવાલો સામે આવવા પામતા હવે કચ્છ કાંઠેથી સામેપારના પાક કોલ કડીવાળા કેસમાં ચોકકસથી કોઈ વધુ કડાકા ભડાકા થવાની વકી સામે આવવા પામી રહી છે. આ બાબતે પ્રબુદ્ધવર્ગ અને સરહદી ક્ષેત્રના જાણકારોની વાત માનીએ તો જે શખ્સને ઉપાડવામા આવ્યો છે તેની કોઈ કડી વોટસએપ કોલ અને પાકીસ્તાન થયેલા કોલની સાથે સીધીઅથવા તો પરોક્ષ રીતે મળવા પામી ગઈ હોવાના પગલે એટીએસ દ્વારા આગળની પુછતાછસાથેનીકાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. પાકીસ્તાન જે કોલ કરાયા છે તે અગાઉના શખ્સોએ કેવા ઉદેશ્ય સાથે કરાયા છે? સામે પાર તેમના સબંધીઓ હોવાની વાત પ્રથમ તબક્કે રજુ કરવામા આવી હતી પરંતુ સબંધી અથવા તો અન્ય કોઈ કારણોસર અથવા તો હેતુથી આ કોલ થયો હતો? તે ઉપરાંત બે અન્ય શખ્સો જેલખપત તાલુકાના હતા તેઓની કડી તથા હવે ગઈકાલે ભુજમાથી જે શખ્સને ઉઠાવાયો છે તેની કઈ કડી આ આખાય પ્રકરણમાં સંડોવાયેલ છે? જે શખ્સને ઉપાડવામા આવ્યા છે તેની ભુતકાળ કેવો છે? વગેરે સહિતના મામલે એટીએસ દ્વારા પુછતાછ કરવામા આવશે તે બાદ સમગ્ર પ્રકરણમા ંવધુ ખુલાસા થવા પામી શકે તેમ માનવુ વધુ પડતુ નહી કહેવાય. અહી જોવાની વાત એ છે કે, કચ્છ એ સરહદી વિસ્તારોના ધ્યાને લેતા સૌથી વધારે અજેન્સીઓના પ્રતિનીધીઓ અહી ધરાવતો વિસ્તાર છે, અને તેથી જ દેશભરની અનેકવિધ એજન્સીઓ કાર્યરત રહેલી છે, તેમ છતા પણ એટીએસ જેવી ટુકડી છાશવારે દેશહિતના વિષયોમાં અહી આવી તવાઈ બોલાવી જાય છે, તત્વોને ઉઠાવી જાય છે? ત્યારે સ્થાનીકની એજન્સીઓને કેમ આવાપ્રકારના નેટવર્ક અથવા તો હલચલની ગંધ શુદ્ધા પણ આવતી નથી? અથવા તો સ્થાાનિક એજન્સીની ભુમિકા આવા કારનામાઓને તોડવામાં કેમ સફળ થતી હોય તેવુ વિશેષતમ જોવા જ નથી મળત ? બિનવારસુડ્રગ્સના પેકેડસ પકડાય એટલે એક પછી એક એજન્સીઓ તે શોધવા નીકળી પડે છે, પરંતુ દેશહિતને લગતા વિષયોમાં સુરક્ષા તંત્રઓ ાથવા તો ગુપ્તચર વિભાગે કેમ સફળતાથી આવા કારનામાઓને ક્રેક કરતા નથી જોવાતો ?

Comments