Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં એક સામટા નવ વ્યાજખોર સામે નોંધાઈ ફોજદારી

13 July





ગાંધીધામ : શહેરમાં રહેતા વેપારીએ ર૦૧૯ માં વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ઉઘરાણી બાબતે વ્યાજખોરો દ્વારા કનડગત કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી વેપારી નવી સુંદરપુરીમાં રહેતા દિનમહમદ હાસમ રાયમાના જણાવ્યા પ્રમાણે તેમણે અલગ અલગ સમયે રૂપિયાની જરૂરીયાત હોતા વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજ ચુકવી દીધો હોવા છતાં આરોપીઓ દ્વારા વ્યાજનું વ્યાજ ચડાવી પઠાણી ઉઘરાણી કરી વારંવાર હેરાન પરેશાન કરી દુકાને આવી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી અપાય છે. જેથી ગાંધીધામના ચેતનભાઈ ગઢવી, હાર્દિકભાઈ ગઢવી, હરીભા ગઢવી, જગદીશભાઈ ગઢવી, મનીષભાઈ રામચંદાની, રાજુભાઈ, યોગરાજસિંહ વાઘેલા, ભુરાભાઈ ભરવાડ, મનુભાઈ વજાભાઈ ભરવાડ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 

Comments

COMMENT / REPLY FROM