Trending News
ક્રાઈમ

ભુજમાં ૩ લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

13 July




કપડાની દુકાનના માલિક અને કર્મચારીની અટકાયત કરાઈ



ભુજ : સામાન્ય રીતે ગાંધીધામમાં ઈ-સિગારેટનો જથ્થો ઝડપાય છે. પાટનગર ભુજમાં લાંબા સમયથી ઈ-સિગારેટનું ચલણ વધ્યું હોવાના અહેવાલો વચ્ચે પોલીસે ગઈકાલે કાર્યવાહી કરીને ઈ-સિગારેટ ઝડપી પાડી હતી. એસઓજીને બાતમી મળી હતી કે, છઠ્ઠીબારી રીંગરોડ પર આવેલા ડ્રેગન નામની દુકાનમાં ઈ-સિગારેટ રાખી તેનું વેચાણ કરવામાં આવે છે જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી દુકાનના માલિક ડાંડા બજારના જૈનેશ બલદેવભાઈ મચ્છરને ઝડપી લેવાયો હતો. તેની બીજી દુકાન હોસ્પિટલ રોડ પર આવેલી છે. જયાં ગેંગસ્ટર નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી પણ સિગારેટ મળી આવી હતી. આ સાથે કામ કરતા જય બીપીનભાઈ જેઠીની પણ અટકાયત કરવામાં આવી હતી. બન્ને દુકાનોમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટના અલગ અલગ બ્રાન્ડના ર૪૧ પેકેટ કિંમત રૂા. ૩,૦૦,૬૦૦/- તથા ૭પ હજારના બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. બન્ને સામે એ ડિવિઝન પોલીસમાં ધી પ્રોહીબીશન ઓફ ઈલેકટ્રોનીક સીગારેટ એકટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
 

Comments

COMMENT / REPLY FROM