Trending News
સ્થાનિક સમાચાર

ચિત્રોડમાં પોલીસ જાપ્તામાંથી લૂંટનો આરોપી ફર

12 July





રેલવે ફાટક પર ગાડી ઉભી એ દરમ્યાન પોલીસ વાહનનો દરવાજો ખોલી 
આરોપી છૂ





રાપર : તાલુકાના ચિત્રોડ ગામે રેલવે ફાટક પાસે પોલીસ જાપ્તામાંથી લૂંટનો આરોપી ભાગી જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ થોડા સમય અગાઉ રાપર વિસ્તારમાં પેટ્રોલ પંપમાંથી લૂંટ થઈ હતી. આ ગુનામાં આરોપી સુખો ઉર્ફે સુખદેવ કોલી ગળપાદર જેલમાં સજા કાપતો હતો. આરોપીને રાપર કોર્ટમાં લઈ જતી વખતે ચિત્રોડ ગામે રેલવે ફાટક પાસે ગાડી ઉભી એ દરમ્યાન પોલીસની નજર ચુકવી પોલીસ વાહનનો દરવાજો ખોલી આરોપી સુખો પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જેથી વિવિધ વિસ્તારમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીને પકડવા માટે ભચાઉના ડીવાયએસપી સાગર સાબંડાના વડપણ હેઠળ એલસીબી, રાપર - ભચાઉ - લાકડીયા, આડેસર, ગાગોદર પોલીસની સાત ટીમો બનાવી જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભચાઉ ડીવાયએસપીએ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હોવાનું જણાવ્યું હતું.+

Comments

COMMENT / REPLY FROM