Trending News
સ્થાનિક સમાચાર

અસામાજીક તત્ત્વો પર હવે ગુજરાતમાં પણ યુપીવાળી

12 July





લિંબાયતનો કુખ્યાત ગેંગસ્ટર હાશિમ 
સિદ્દીકી પાસા તળે પાલારામાં ધકેલાયો


સુરતમાં અધમ મચાવનારા માથાભારે હાસીમે ગેરકાયદે બનાવેલા જીમ અને બોકસ ક્રિકેટ પર બુલડોઝર ફેરવી દેવાયુંઃ અત્યાર સુધી ખંડણી સહિતના અલગ અલગ ર૦ ગુનામાં સંડોવાયેલો છે આરોપી




ભુજ : સુરતમાં અધમ મચાવનારા માથાભારે હાસીમે ગેરકાયદે બનાવેલા જીમ અને બોકસ ક્રિકેટ પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ કુખ્યાત ગેંગસ્ટર હાશિમ સિદ્દીકી પાસા તળે પાલારામાં ધકેલાયો છે. સુરતીઓને ‘યુપી સ્ટાઈલ’ એક્શનનો અહેસાસ 
આપતા, શહેર પોલીસે લિંબાયતના કુખ્યાત ગેંગસ્ટર હાશિમ સિદ્દીકીની બે ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરાવી દીધું હતું. રવિવારના રમખાણોના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. સિદ્દીકી ગેંગના પાંચ સભ્યોએ ફોટોકોપી-શોપના માલિક અને તેના મિત્રો પર હુમલો કરીને સ્થાનિકોને આતંકિત કર્યા હતા. સિદ્દીકીની સામે ૨૦૦૯થી અત્યાર સુધીમાં ૨૦ કેસ નોંધાયેલા છે. તેમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળના કેસનો સમાવેશ થાય છે. પોલીસને ગેરકાયદે જીમ અને ક્રિકેટ બોક્સની પણ ફરિયાદ મળી હતી. ડીસીપી (ઝોન ૨) ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે,જે કોઈ પણ ગુનેગાર લોકોને પરેશાન કરવાનો પ્રયાસ કરશે તેની સામે આવી કાર્યવાહી કરવામાં આવશે. અમને બાતમી મળી હતી કે લિંબાયતમાં ભાવનાનગર સોસાયટીની બહારની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ અતિક્રમણ કરી ત્યાં ગેરકાયદેસર જીમ અને બોકસ ક્રિકેટ બનાવ્યું છે. અમે તંત્રની મદદ લીધી અને સિદ્દીકીની ગેરકાયદેસર મિલકતો તોડી પાડી છે. રવિવારે સાંજે, સિદ્દીકીના માણસો ઇરમાન ઉર્ફે આરપીએફ, અજ્જુ, સદ્દામ, ફિરદૌસ અને અયુબે ફોટોકોપી-શોપના માલિક ઇરફાન સૈયદ, તેના ભાઇ ઇરમાન અને મિત્ર ફૈઝાન પર બેટ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જ્યારે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા ત્યારે તેઓ ભાગી ગયા પરંતુ 
પીડિતોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિદ્દીકી એક કુખ્યાત ગુનેગાર છે અને તેની સામે હત્યાના પ્રયાસ સહિત ૨૦ કેસ છે. દરમિયાન સુરત પોલીસ કમિશનરે સિદ્દીકી સામે પાસાની અરજી કરી બુધવારે રાત્રે તેને ભુજની પાલારા જેલમાં ધકેલી દેવાયો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM