આશ્વાસન નહી, પરીણામ જ જોઈએ : અંજારવાસીઓની ગાંધીગીરી : મૌન રેલી બાદ પ્રાંત કચેરીએ યોજયા ધરણા
યોગેશ્વર ચોકડી પર ભારેથી અતિ ભારે વાહનોને પ્રતિબંધ હોવા ઉપરાંત પણ બેફામ રીતે દોડતા વાહને તાજેતરમાં જ એક તરૂણીનો જીવ લીધા બાદ અંજારના શહેરીજનો ફરી રોષ ભુભકયો : જાહેરનામાની ચુસ્ત અમલવારીની માંગ છતા વાહનો દોડતા જ રહેતા હોવાથી
આજ રોજ યોગેશ્વર ચોકડીથી પ્રાંત કચેરી સુધી યોજી મૌન રેલી
શહેરના વિવિધ સમાજ-સંસ્થાના આગેવાનો-લોકો મૌન રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા : યોગેશ્વર ચોકડી ઉપરાંત ઠેર-ઠેર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો તૈનાત
કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી માટેના ભારે વાહનો અંગેના જાહેરનામાની કડક અમલવારી થશે, વૈકલ્પીક માર્ગનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવા સંકલનરૂપ કામગીરી ચાલી જ રહી છે, સમસ્યાનું કાયમી સમાધાન લાવવા અમે સક્રીય છીએ : શ્રી સુનીલકુમાર સોલંકી (પ્રાંત અધિકારી, અંજાર)
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં તાજેતરમં જ યોગેશ્વર ચોકડી ખાતે ભારે વાહન તળે એક તરુણીનું અકસ્માતમાં કરૂણ મોત થવા પામ્યુ હતુ અને અહી ભારે વાહનોને કલેકટરશ્રીના જાહેરનામાથી જ પ્રતિબંધ કરાયો હોવા છતા પણ અહી દોડતા વાહનો અને તેના થકી લોકોના જીવ જોખમરાઈ રહ્યા હોવાની અવિરત ઘટનાઓ બનતી રહેતા યોગેશ્વર ચોકડી આસપાસના રહેવાસીઓ ઉપરાંત શહેરીજનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તે જ દીવસે સાત કલાક સુધી ચક્કાજામ રાખવામાં આવ્યુ હતુ. તે બાદ પણ બીજા દીવસે પુનઃ મોટા વાહનો બેરોકટોક અહીથી દોડતા હોવાના પગલે શહેરીજનોનો તંત્ર-પ્રશાસનની લાપરવાહીને લઈને આક્રોશ વધ્યો અને આજ રોજ સવારે કળશ સર્કલથી પ્રાંત અધિકારીની કચેરી સુધી મૌન રેલી યોજી અને અહી યોગેશ્વર ચોકડી પર થતા અકસ્માત અટકાવવા માટેના આયોજનના પરીણામો હવે તંત્ર દેખાડો, શહેરને આશ્વાસનો નથી જોઈતા. ખુબ આશવાસાનો લાબા સમયથી મળી ગયા છે. શાંતી સ્વરૂપે આજ રોજ કળશ સર્કલથી નકળેલી રેલી પ્રાંત કચેરીએ પહોચી હતી. અને અહી પ્રાંત અધિકારી સમક્ષ તેઓની માંગણીઓ રજુ કરી હતી.
શહેરીજનો વતીથી રવિભાઈએ મીડીયાની સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, છેલ્લા અમુક સમયથી અંજાર અને તેની આસપાસના વિસ્તારના નાગરીકો અંજારના હાર્દસમા યોગેશ્વર ચોકડી તેમજ અંજારના શહેરી વિસ્તારોમાંથી પસાર થતા ભારે તથા અતિ ભારે વાહનોના અવરજવરના કારણે અને તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાના વ્હાલસોયા પરીવારજનોને ગુમાવ્યા છે. ત્યારે બંધારણીય હકક ભારતીયોને મળેલ છે, બંધારણ હમેશા લોકોને સુરક્ષિત અને રક્ષિત રાખશે પરંતુ આજે આ બંધારણના હકક પર તંત્રની બેદરકારીના કારણે તરાપ મારવામા આવી હોય તેમ લાગે છે. અમે કોઈ આવેદનપત્ર નહી પણ માંગણીપત્ર આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને રજુ કર્યુ છે. અમારૂ બંધારણીય હકક જોખમાયુ છે ત્યારે તંત્ર અમારા બંધારણીય હકકોની રક્ષા કરે. અમારા જાન-માલની રક્ષા કરે તે માટે આજે વિન્રમતાપૂર્વક તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે, અમને બંધારણીય હકો બાબતે ન્યાય આપે. અમને આશ્વાસન નથી જોઈતા. આશ્વાસન મેળવા નહી પણ અમે પરીણામ મેળવવા આવ્યા છીએ. આજ રોજ પ્રાંત અધિકારીએ અમને સાંભળ્યા છે અને અમે તેઓને ક્હયુ છે કે, યોગેશ્વર ચોકડી પર થતા અકસ્માતો નિવારની દીશામાં કાયમી ઉકેલ લાવવો. તમારા અધિકારીક્ષેત્રની બહારની વાત હોય તો તમે ઉપરી અધિકારીને જાણ કરો અને ત્વિરત ધોરણે આ સમસ્યાનુ સમાધાન લાવે તેવી રજુઆત પણ અંજારના શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી. એટલુ માત્ર જ નહી પરંતુ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોચેલા શહેરીજનોએ કહ્યુ હતુ કે, જયા સુધી આ સમસ્યાના ઉકેલની મકકમ પરીણામ નહી જોવા મળે ત્યા સુધી અમે પ્રાંત કચેરીથી જ બેસવાના છીએ. સામે પક્ષે રજુઆત કર્તાઓને એસડીએમ અંજારશ્રી સુનીલકુમાર સોલંકીએ પણ ખાત્રી આપતા જણાવ્યુ હતુ કે, સૌ પ્રથમ તો ોગેશ્વર ચોકડી પર એક દુખદ ઘટના બની છે. આપણે સૌ તે દિવંગત આત્માની શાંતી માટે પ્રાર્થના કરીએ છીએ. આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર સતર્ક છે. ટુંકમાં હુ એટલુ જ કહુ છુ કે, કળશ સર્કલથી યોગેશ્વર ચોકડીથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે તેને તાબડતોડ કડકમાં કડક રીતે અમલવારી કરાવવામાં આવશે તે પ્રશાસનની ખાતરી છે. બીજી મુખ્ય માંગ જે આવે છે તે નાગલપરથી લઈ અને સોપડા સુધીના રોડની માંગ છે તે જેટલુ ઝડપી બને એટલુ તેનુ પુર્ણ કરવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે સમસ્યાનુ સમાધાન થવા પામી જાય. લોકોની માંગણી અનુસાર અમે તેનો કાયમી નિકાલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પ્રશાસન તરફથી અમે ખાતરી આપીએ છીએ કે, બહુ જ ઝડપથી તેનો કાયમી ધોરણે નિકાલ આવશે.
સૌની જાણકારી માટે કહુ કે, જાહેરનામુ છે તેમાં જરૂરી સેવાઓના વાહન છે તેને છુટ અપાઈ છે. તે ઉપરાંત જાહેરનામાની અમલવારી કરવામા આવશે. હું ફરીથી બધાયને નિવદન કરૂ છુ કે, તમે શાંતી રેલીને વિરામ આપો, અમે આ સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરથી લાવીશુ.

Comments