અમારો સંઘર્ષ સત્તા માટે નથી : મુકુલ વાસનિક
રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાખેલી આશા અમે પુર્ણ કરીશું : પ્રદેશ પ્રભારી
ગાંધીધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીએ જિલ્લા કારોબારીની બેઠકમાં કર્યો હુંકાર : આગામી ચૂંટણીમાં ભાજપને હરાવીશું : શ્રી વાસનિકે કચ્છ જિલ્લાની કોંગ્રેસની ટીમને વિસ્તૃતીકરણ, સક્રીયતા, પ્રજા હિતના મુદાઓ બાબતે સજાગતા કેળવવા કરી હાકલ
ગાંધીધામ : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક હાલમાં ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે છે. દરમિયાન, તેઓ અમદાવાદ જિલ્લા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને મોરબીમાં કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત જ આજ રોજ તેઓ કચ્છના ગાંધીધામ ખાતે આવી પહોચ્યા હતા અને તેના નેતૃત્વ તળે યોજાયેલી આ કારોબારી બેઠકમાં જિલ્લાભરમાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ આજ રોજ ગાંધીધામ ખાતે આયોજીત કારોબારીની બેઠકમાં હાજર રહી અને કચ્છઉદયની સાથે વાતચીત કરતા ક્હયુ હતુ કે, કચ્છ અને મોરબીમાં કારોબારી બેઠકમાં ભાગ લેશે. અમદાવાદ પહોંચી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, સંગઠનને ગુજરાતમાં કેવી રીતે તૈયાર કરવાનું છે ? એ સંદેશ રાહુલ ગાંધીએ આપી દીધો છે. રાહુલ ગાંધીએ ભરોસો આપ્યો છે કે એમની ઉમ્મીદ પૂર્ણ કરવા કામ થશે. જિલ્લા કારોબારીમાં સંગઠન અંગે ચર્ચા કરીશું. તેમણે આગળ કહ્યું કે, વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. અમારો સંઘર્ષ સત્તામાં આવવાનો નથી તેવુ મુકુલ વાસનિકજીએ જણાવયુ હતુ. મુકુલ વાસનિકે આગળ કહ્યું કે, ગુજરાતમાં બનેલી ઘટનાઓમાં લોકોને હજી સુધી ન્યાય મળ્યો નથી. અમારો સંઘર્ષ સત્તામાં આવવાનો નથી, પરંતુ ગુજરાતમાં ન્યાય સંગત રાજનીતિ કેવી હોય એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજ રોજ યોજાયેલ જિલ્લા કારોબારી બેઠકમાં મુકુલભાઈ વાસનીક, ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા, નીતેશભાઈ લાલણ, આદમભાઈ ચાકી, વી કે હુંબલ, સહિતના અગ્રણીઓ મંચસંથ રહ્યા હતા. તો જીલ્લાભરના અલગ અલગ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અપેક્ષીત આગેવાનો અને કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં હાજર રહ્યા હતા. આજ રોજ ગાંધીધામ મધ્યે યોજાયેલી જિલ્લા કારોબારી બેઠકમાં ભરતભાઈ સોલંકી, શૈલેન્દ્રસીહ જાડેજા, ભચુભાઈ આરેઠીયા, રાજેશભાઈ આયર(પ્રમુખ નખત્રાણા કોંગ્રેસ), અશ્વીનભાઈ રૂપારેલ, જુમાભાઈ રાયમા, વાલજીભાઈ દનીચા, નીલેશ ભાુનશાલી, સંજયભાઈ ગાંધી, , ભરતભાઈ ગુપ્તા સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
........
પ્રદેશ પ્રભારી વાસનીકજી ગોર ફરમાવે
વાગડના વેચાઉ માલને દુર કરો,નહીં તો કચ્છમાં તમારી બધી જ મહેનત પર થશે પાણીઢોળ
જયારે જયારે કોઈ મેાટી ચુંટણીઓ કે મોટા નેતાઓ આવે એટલે વરસાદી મેંઢકની જેમ ડ્રાંઉ ડ્રાંઉ કરતો આ વાગડનો વેચાઉ માલ દેખા દેતો જ હોય છે, હકીકતમાં તો કચ્છમાં કોંગ્રેસનુ નામુ નાખવામાં તેણે કંઈ જ બાકી નથી રાખ્યુ.!
ગાંધીધામ : જાનમાં કોઈ જાણે નહી અનુ હું લાડાની ફઈ બનીને ફરતા વાગડના વેચાઉ માલે કચ્છમાં પંજાનુ કેવુ ધનોત પનોત કરી નાખ્યુ છે, પક્ષ મરો, સીનિયર આગેવાનો મરો, ઉમેદવારો મરો પરંતુ માત્ર અને માત્ર ધંધાકીય સેટીંગબાજ આ વાગડના વેચાઉ માલનુ તરભાણું ભરોનો જ તેણે ખેલ કરે રાખ્યો છે. જયારે જયારે કોઈ મોટી ચુંટણીઓ આવે એટલે મોઢું ધોઈને આ વાગડનો વેચાઉ માલ મને ટીકીટ આપો, મને ટીકીટ આપોની બે બે કરતી બકરીની જેમ નીકળી પડતો રહ્ય છે, અથવા તો કચ્છમાં કોઈ મોટા નેતાઓ આવે કે તેની આસપાસમાં પોતે મોટેા આગેવાનો હોય તેવા ડોળ કરતો પણ સ્ટેજ પર ગોઠવાઈ જતો હોય છે, હકીકતમાં વાસનિકજી તપાસ કરો કે, આ વાગડના વેચાઉ માલના ખુદના ગામમાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને કેકેટલા મતો મળ્યા છે? વાગડમાં વરસો સુધી જે સહકરી સંસ્થા કોંગ્રેસ પાસે હતી તે આ વાગડના વેચાઉ માલે જ સામેપક્ષે તાસકમાં ધરી દીધી. વિવિધ વિધાનસભા કે લોકસભાઓમં પણ આ વાગડના વેચાઉ માલે સામેપક્ષે બેસી જઈ અખે ધંધાકીય સેટીગ કરી અને પક્ષને મોટુ નુકસાન જ પાડયુ છે. જયાં સુધી આ વાગડના વેચાઉ માલને પક્ષથી દુર નહી કરાય ત્યા સુધી કચ્છમાં મુકલ વાસનિકજી અને કોંગ્રેસની મહેનત લેખે નહી લાગે.

Comments