Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં નોનબાસમતી નિકાસકૌભાંડમાં  કસ્ટમના ભ્રષ્ટબાબુની હકાલપટ્ટી કેમ નહીં ?

11 July

DRI ત્રાટકી, અટકાવે છે, તો કસ્ટમ અગરબત્તી કરવા છે?


નોનબાસમતી-પેરાબોઈલ ચોખાના ૪૦થી વધુ કન્ટેઈનર દિલ્હી સુધી ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સને બાતમી મળતા અટકાવાયા, મુંદરામાં કસ્ટમ વિભાગમાં કાર્યરત એક અધિકારીએ તો આ કન્ટેઈનરને કલીનસીટ આપી જ દીધી હતી? એકઝામિનર, અપ્રેઈઝર કોણ હતુ? કોના કહેવાથી આવા કન્ટેઈનરને લીલીઝંડી આપી દેવાઈ હતી?


૪૦ કન્ટેઈનર તો કસ્ટમે પકડયા છે, જે નીકીળ ગયા હશે તે કેટલા હશે? પંજાબની સબંધિત પાર્ટીએ ચોખાના પાછલા બે-પાંચ માસમાં કેટલા કન્ટેઈનર કરેલા છે, તે સહિતનો આંક કાઢવો જોઈએ અને તેમાં આવા કસ્ટમના ભ્રષ્ટ તત્વોએ લીલાલહેર કરી અને લીલીઝંડીઓ આપી દીધી છે કે કેમ? તેની ઉંડી તપાસ કેમ નહીં?


ગાંધીધામ : મુંદરામાં મિસડીકલેરન કરી અને ડયુટીચોરી એક યા બીજી રીતે કરનારા તત્વો માજા મુકી રહ્યા છે. એકને મુબીને બીજુ અને બીજાને મુકીને ત્રીજા દાણચોરીયુકત કન્સાઈનમેન્ટ આયાત-નીકાસના અહી ઝડપાવવા પામી રહ્યા છે.  ત્યારે દરીયાઈ વેપાર વાણીજયમાં આવી ગેરરીતીઓ ન થાય તે જોવા માટે ખાસ કરીને સરકાર દ્વારા અહી કસ્ટમવિભાગને તૈનાત કરવામા આવ્યુ છે અને પ્રતિ તબકકે કસ્ટમના જવાબદારોની અહી જવાબદારીઓ ફીટ કરાયેલી છે ત્યારે મુંદરા બંદર પર જે દાણચોરીયુકત કન્સાઈનમેન્ટ એક પછી એક સામેઆવવા પામી રહ્યા છે તેને જોતા કસ્ટમની ભૂમિકા અહી ફરીથી શંકાના દાયરામાં આવી 
રહી છે. તાજા કિસ્સાની જ વાત કરીએ તો મુંદરા પોર્ટ પરથી બાસમતી ચોખાના નામે નોન બાસમતી ચોખાની નિકાસ થતા હોય તેવી આશંકા સાથે ૪૦ જેટલા કન્ટેઈનર દીલ્હીની એજન્સીને ધ્યાને આવતા તેને બાજુ પર મુકાવી અને તેનુ ઈન્પેકશન કરવામા આવતા તેમાથી બાસમતીના નામે નોનબાસમતી તથા પેરાબોઈલ ચોખાનો જથ્થો નીકળી આવ્યો હોવાની વિગતો સપાટી પર આવવા પામી રહી છે. તેનુ પૃથકરણ ચાલી રહ્યુ છે પરંતુ અહી મોટો સવાલ એ થવા પામી રહ્યો છે કે, આ કન્ટેઈનરને મુંદરામાં તો કસ્ટમના એક અધિકારીએ કલીનચીટ આપી દીધી હતી. તેઓએ તો એકઝામિનેશન કરી અને આ કન્ટેઈનરને જવા દીધા હોવાની વાત સામે આવી છે,, આ તો દિલ્હી સ્થિતી એજન્સીના ધ્યાને વાત આવી અને તવાઈ બોલાવીને કન્ટેઈનર અટકાવાવમા આવ્યા છે? જે સ્થાનિક કસ્ટમના અધિકારીએ કલીનચીટ આપી દીધી હતી તેને તો  હાલતુરંત માત્ર સાઈડલાઈન જ કરવામા આવ્યો છે, આવુ શા માટે? કેમ તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં ન આવી? આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવ્યો? શું આ એક અધિકારીની સામે કાર્યવાહી થાય તો અહીથી કઈક બીજા પણ મોટા પ્રકરણો અને તેમાં કસ્ટમના ભ્રષ્ટ બાબુઓના કાળા ધોળા ખુલવા પામી જાય તેવી ભીતી સેવાઈ રહી છે? હક

...........

મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?



ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય  છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ :  ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦  ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)

વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે 
સલીયાણાં...! : 

Comments

COMMENT / REPLY FROM