Trending News
ક્રાઈમ

નાડાપાના ડુકારીયા તળાવ પાસે જુગાર રમતા ચાર ખેલીઓ એલસીબીના હાથે ઝડપાયા

11 July




ભુજ : તાલુકાના નાડાપા ગામની સીમમાં ડુકારીયા તળાવ પાસે વાડી વિસ્તારની બાજુમાં બાવળોની ઝાડીમાં જુગાર રમતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં નાડાપાના હરી જેસા માતા, વાસણ ગોપાલ ડાંગર, હરી નારાણ આહીર અને વાલા હમીર માતાને ઝડપી લેવામાં આવ્યા હતા. રોકડા રૂા. પ૮,૪૦૦ /- અને ર૦ હજારના ચાર મોબાઈલ તેમજ પાંચ લાખની ફોર વ્હીલર, પ૦ હજારની ત્રણ બાઈક સાથે ૬.ર૮ લાખનો મુદ્દામાલ કબજે કરી પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે.

Comments

COMMENT / REPLY FROM