રાણાસર ડુંગરની બાજુમાં વાડામાં જુગાર રમતા ૭ ખેલીઓ દબોચાયા
ભુજ : તાલુકાના જવાહરનગર ગામની દક્ષિણે રાણાસર ડુંગરની બાજુમાં ખુલ્લા વાડામાં અમુક ઈસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર લાઈટના અજવાળે રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પધ્ધર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જવાહરનગરના રમેશ ગોપાલ ફફલ, રણછોડ પાંચા ચાડ, અનીલ રણછોડ ગાગલ, ધીરજ ભુરા ગાગલ, ધીરજ ઉર્ફે લાલો ભુરા ગાગલ, રમેશ પાંચા ચાડ અને પ્રવીણ રાણા કેરાસીયા ઝડપાઈ ગયા હતા. જયારે હરી રાધા માતા, માવજી ભુરા કેરાસીયા અને મનજી ઉર્ફે મન્ના ગોપાલ ગાગલ ભાગી ગયા હતા. ખેલીઓ પાસેથી રોકડા રૂા. ૪૧,૬૦૦ તથા ૩પ હજારના સાત મોબાઈલ, ૬૦ હજારની બે બાઈક કબજે કરવામાં આવી હતી.

Comments