કચ્છમાં કલેકટરશ્રીના જાહેરનામાનો શું અર્થ? કંઈક તો સંવેદના દેખાડો..! હાય પૈસા હાય પૈસા છોડો.!
અંજારમાં તરૂણીનો જીવ લેવાઈ ગયો, કલેકટરશ્રીના જાહેરનામા માત્ર કાગળીયા પરના શોભાના ગાંઠીયા સમાન આદેશ જ બની જતા હોય તો આવા જાહેરનામાઓ બહાર પાડવાનો મલતબ રહે છે ખરો? કલેકટર જિલ્લાના વહીવડી વડા છે, જિલ્લા મેજીસ્ટ્રેટ છે, તેમના લેખિત આદેશને તાબાનું તંત્ર ન અનુસરે તો હકીકતમાં તેવાઓની સામે કડક રાહે ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ, પરંતુ અહી તો ઘટનાઓ બનવાની જ રહે છે ઈંતેજારી : અંજારમાં પણ ઘટના બની છે, એકાદ-બે દીવસ અસર રહેશે, બાદમાં નિર્ભર તંત્ર અને માટીપગા અધિકારીઓ ફરીથી આવી જશે જૈસે થેની સ્થિતીમાં..!
ભારે વાહનોના પ્રતિબંધ, રખડતા ઢોરો, જાહેરમાં ખુલ્લામાં આડેધડ ઘાસચારાના વેચાણ, સહિતના નીતનવા કઈક જાહેરનામાઓ કલેકટરશ્રી કક્ષાએથી બહાર પડાતા હોય છે, પરંતુ તેમાથી અમલવારી કેટલાની સજજડ થાય છે? નથી થતી તો કોણ જોવા જાય છે? અમલવારી ન કરનારાઓની સામે લાલઆંખ પણ કોણ કરે છે?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં ગત રોજ સવારે યોગેશ્વર ચોકડી પાસે બનેલી ઘટનામાં એક તરૂણીનો ભોગ લેવાઈ જવા પામ્યો છે. સ્કુટચાલક તરૂણીને યોગેશ્વર ચોકડી પાસે નિયમોને નેવે મુકીને દોડતા મોટા ટ્રેઈલર દ્વારા કચડી નાખવામાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભુકયો હતો અને તે ઘટનાથી સૌ કોઈ વિદિત જ છીએ. અહી સવાલ એ થાય છે કે, જે ભારે વાહનો-ટ્રેઈલર અહી ઘાતક નીવડયુ છે તેને આ વિસ્તારમાં પ્રવેશબંધીનો જિલ્લા કલકેટરશ્રી દ્વારા જ જાહેરનામુ ઘોષિત કરવામા આવ્યું છે. આ જાહેરનામુ અગાઉ અહી બનેલી આવી ઘટનાઓ અને તે બાદ સરકારના જ તંત્રોએ પણ અહી ભારે. વાહનોને પ્રવેશબધી જાહેર કરવાની કરેલી ભલામણ બાદ જ કરવામા આવ્યો હતો. પરંતુ જાહેરનામુ હોવા ઉપરાંત પણ ધોળા દહાડે અહી આવા વાહનો બીનધાસ્ત અને બેરોકટોક બનીને દોડી રહ્યા હોય, તો પછી આ જાહેરનામો અર્થ રહે છે ખરો? કલેકટર જેવા કલેકટરશ્રીએ જાહેરનામુ બહાર પાડયુ હોય તેને તેઓના તાબાના જ તંત્રના સબંધિત અધિકારી-કર્મચારીઓ ગંભીરતાથી ન લેતા હોય અને તેની કડક અમલવારી ન કરાવતા હોય તો પછી શું સમજવું? કલેકટરશ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે વહીવટી સત્તાઓ ધરાવી રહ્યા છે. તેઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આવા નોટીફીકેશન લાગતા વળતાગઓ અનુસરવાના જ હોય છે. પરંતુ મહદઅંશે આવા જાહેરનામા શોભાના ગાઠીયા જ બની રહેતા હોય તેમ તેની સજજડ અમલવારીના નામે મીંડુ જ હોય છે. અંજારની જે ઘટના બની છે તેમાં પણ કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી થઈ, અંજાર જનરલ હોસ્પિટલ, અને નાગલપુર ચોકડી સુધી આવા ટ્રેલર, ભારે વાહનોને માટે પ્રવેશબંધી જ જાહેર કરવમાાં આવી છે. કળશ સર્કલ પાસે ટ્રાફિક બ્રીગેડવાળા અને ટ્રાફિક પોલીસ વાળાઓ પણ ઉભા રહેતા જ હોય છે, તેમ છતા અહીથી કન્ટેઈનરો બિનધાસ્ત નીકળતા જ રહેતા હોય છે. જો કલકેટરશ્રીના આદેશની કડક અમલવારી કરાવાઈ હોત તો કદાચ કોઈના પરીવારની કોડ ભરી કન્યાનું અકાળે અકસ્માતમાં આવુ કરૂણ નિધન થવા પામ્યુ ન હોત..! તંત્રમાં માનવતા જ મરી પરવારી છે કે શું? હાય પૈસા હાય પૈસામાં જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જાણે કે લાગેલા હોય તેમ માણસની જીંદગીને પણ ખુબજ સસ્તી બનાવીને બેઠા છે. કલેકટરશ્રીએ જાહેરનામુ ઘોષિત કર્યુ હોય અને તેની અમલવારી ન થઈ હોય અને તેનો ભોગ નિદોર્ષ લોકો લેવાયા હોય તે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ રખડતા ઢોરોને લઈને પણ જાહેરનામાઓ બહરા પડાયા છે પરંતુ નામ પુરતી કાર્યવાહી કરનારા તત્ર થકી રખઢળતા ઢોરના લીધે નીદોર્ષ લોકોના મોતની પણ ઘટનાઓ બનતી જ રહી છે. તો વળી જાહેરમાં ઘાસચારા વેંચનારાઓ સામે પણ નોટીફીકેશન જાહેર કરાયા જ છે પરંતુ જિલ્લાના વિવિધ શહેરોમાં આ બધાય આવા જાહેરનામાઓની ઐસીતેસી જ કરીને બીનધાસ્ત વર્તી જ રહ્યા છે. કલેકટર જિલ્લાના વહીવડી વડા છે, જિલ્લા મેજીસ્ટ્રેટ છે, તેમના લેખિત આદેશને તાબાનું તંત્ર ન અનુસરે તો હકીકતમાં તેવાઓની સામે કડક રાહે ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ, પરંતુ અહી તો ઘટનાઓ બનવાની જ રહે છે ઈંતેજારી : અંજારમાં પણ ઘટના બની છે, એકાદ-બે દીવસ અસર રહેશે, બાદમાં નિર્ભર તંત્ર અને માટીપગા અધિકારીઓ ફરીથી આવી જશે જૈસે થેની સ્થિતીમાં..!
...........
નો એન્ટ્રી-પ્રવેશબંધીના હુકમ કયાંક ને કયાંક અમુક
ટ્રાફીકવાળાઓને માટે કટકીની દુકાન-સાધન બને છે !
અંજારમાં જ કળશ સર્કલ પાસે જુઓ કે પછી વરસામેડી રોડ પર જાવ, નો એન્ટ્રી જે ભારે વાહનો માટે લાગુ કરાયેલ છે ત્યા જ ભ્રષ્ટ તત્વો ૧૦૦ની દાનકી ગાડી દીઠ ઉઘરાવીને બેરોકટોક આવા વાહનોને જવા દેતા હોય છે..!
ગાંધીધામ : કચ્છમાં કલકેટરશ્રી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશબંધી-નો એનટ્રી જાહેર કરેલ છે તે ખરેખર તંત્ર અને પ્રજાજનોના માટે તો કેટલો રાહતરૂપ બને છે તે તો પ્રવેશબંધી છતા મોટા ટ્રેઈલર દ્વારા અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે એક સ્કુટીચાલકને હલફેટે લઈ અને તેનુ મોત નિપજાવી દેવાની ઘટના પરથી જ અનુમાન લગાડી શકાય છે. પ્રબુદ્ધવર્ગ્ આ ઘટના બાદ રોષ વ્યકત કરતા કહી રહ્યા છે કે, આ પ્રકારના નો એન્ટ્રી અને પ્રવેશબંધીના પાટીયાઓ જયા લગાવાય છે તે વિસ્તાર ખાખીના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો, અમુક ટ્રાફીકવાળા તથા કેટલાક ટીઆરબીવાળાઓને માટે તો કટકી કરવાની દુકાન અને ઉપરની આવકનુ સાધન જ બની જવા પામી રહે છે. કળશ સર્કલ પાસે ખાખીના કર્મીઓ હોય જ છે, તો પછી આ ટ્રેઈલરો કેમ પ્રવેશબંધી છતા યોગેશ્વર ચોકડી સુધી પહોચી આવ્યા? આવી જ સ્થિતી વરસામેડી પાસેના હાઈવે પર પણ નો એન્ટ્રી-પ્રવેશબંધીના નિયમોના ધજાગરા ઉડી જ રહ્યા છે. જાણકારો કહી રહયા છેકે, અહી અમુક ટ્રાફીકવાળાઓ ૧૦૦-૧૦૦ રૂપીયાના ઉઘરાણાઓ કરી અને ગાડીઓને બેફામ પ્રવેશબંધી ઉપરાંત પણ જવા જ દેતા હોય છે. તેમા પણ બ્લુ પેન્ટ વાળા હાથમાં લાકડીઓ લઈને અહી ગોઠવાઈ જતા હોય છે. હંગામી કર્મીઓને આવા ટ્રેઈલર વાળાઓ પાસેથી રોજની ધુમ આવક થવા પામી જતી હોય છે. સાચા અને સારા ટ્રાફિક વિભાગને પણ વધુમાં વધુ બદનામ આવા બ્લુપેન્ટ પહેરેની ઉભી જનારાઓ જ કરી રહ્યા હોવાનો પણ કચવાટ સામે આવી રહ્યો છે.
..........
હજુ’ય કેટલા લોકોના ભોગ લેવાની છે ઈંતજારી?
છે..ને..નપાણીયું તંત્ર, માટીપગા અધિકારીઓ..!ઃ અંજારમાં આજે ભારે વાહનો ફરી દોડતા થયા.!
અંજારવાસીઓ, જાગૃત લોકો, સંસ્થાઓ, આગળ આવે અને તત્ર-પોલીસની સામે હવે તો આક્રમણ લડત છેડે તો અને તો જ અસંવેદનશીલ બની ગયેલા, હાય પૈસા હાય પૈસાના જ ચક્કરમાં પડી ગયેલા અસહિષ્ણુ તંત્રને કાયદાની અમલવારીનું ભાન થશે..!
ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ વિષયોમાં ભારે સંવેદનાસભર નિર્ણયો લેવાઈ રહ્યા છે, તેઓના વિકાસ કામો અનેયોજનાઓના કેન્દ્રમાં હમેશા પ્રજા જ રહેલી હોય છે, પ્રજાનુ હિત રહેલુ હોય છે પરંતુ જાણે કે, એ જ સરકારના સરકારી બાબુઓ તદન સંવેદનાઓ ચુકી ગયા હોય, માનવતા તેઓમા મરી પરવારી હોય તેમ ફરજમાં બેદરકારી દાખવતા હોય તેવો દાખલો કચ્છના અંજારમાં આજ રોજ સામે આવવા પામી ગયો હોય તેમ લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. ગઇકાલે તંત્ર દ્વારા જ્યાં સુધી યોગેશ્વર ચોકડીની સમસ્યાઓનો કાયમી ઉકેલ ન અવે ત્યાં સુધી ૩ દિવસ યોગેશ્વર ચોકડી મધ્યેથી કોઈ પણ પ્રકારની મોટા વાહનોની અવરજવર નહીં કરવા દેવામાં આવે એવું આશ્વાસન આપેલ પણ આજ ેપણ ત્યાંથી મોટા વાહનોની અવરજવર ચાલુ કરાવી તંત્ર દ્વારા અંજારવાસીઓને પણ છેતરવાનું પ્રયાસ કરેલ છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો અંજારની યોગેશ્વર ચોકડી પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવેલો છે, કલેકટર દ્વારા જ જાહેરનામુ ઘોષિત કરાયુ છે જેની અમલવારી થવા ન પામતા ગઈકાલે આ વિસ્તારમાં એક મહાકાય ટ્રેઈલર એક તરૂણીનો જીવ હણી ગયુ છે. આ ઘટના બાદ ગઈકાલે પણ શહેરીજનોએ આક્રોશ વ્યકત કર્યો હતો અને તંત્રને દોડતા કરી દીધા હતા, તંત્રએ આપેલી બાંહેધરીઓ બાદ સાત કલાક સુધી અહી વાહનોના થપ્પેથપ્પા લાગી ગયા હતાતેવો ચક્કાજામ કરાયો હતો, અને અહીથી ભારે વાહનો બંધ થાય તે માટેની પ્રબળ માંગ કરાઈ હતી, જે હકીકતમાં માંગ કરવાની થતી જ નથી, તંત્ર, પોલીસ, મામલતદાર સહિતનાઓને તેની અમલવારી ફરજના ભાગરૂપે જ કરાવાવની થાય છે. તેમ છતા પણ આ તંત્ર કેટલુ નપાણીયુ છે અને અધિકારીઓ પણ કેટલા માટીપગા છે કે, ગંભીર ઘટના બની ગઈ, લોકરોષ ફાટી નીકળ્યો, છતા પણ આજ રોજ સવારથી ફરીથી અહી મોટા વાહનો દેાડતા થવા પામી ગયા છે.આ જ યોગેશ્વર ચોકડી પટ્ટામાં આજે પુનઃ ભારે ટ્રેઈલરો બેરોકટોક ચાલતા જોવાઈ રહ્યા છે. એટલે એક તરૂણીનું મોત થયુ છે તે તંત્રને માટે આંખ ઉઘાડનારી ઘટના નથી લાગતી, હજુ પણ તેમની લાપરવાહી અને બેદરકારી થકી, આ વિસ્તારમાં અંજારના નિદોર્ષ લોકોના વધુ મોત થાય તેની માટીપગા અધિકારીઓ રાહ જોઈ રહ્યા લાગે છે.
.........
આજ રોજ અંજારમાં ફરીથી યોગેશ્વર ચોકડી પાસે ભારે વાહનો દોડતા થતા શહેરના જાગૃત વર્ગ દ્વારા પોલીસતંત્રને રજુઆત કરવામાં આવી હતી તે વેળાની તસવીર.
......
અંજાર યોગેશ્વર ચાર રસ્તાના વિકલ્પ માટે ચર્ચા કરાઈ
વરસામેડી, એરપોર્ટ ચાર રસ્તા બાજુથી વાહનોને પસાર કરવા ટ્રાન્સપોર્ટરો દ્વારા રજૂઆત કરાઈ : યોગેશ્વર ચાર રસ્તો બંધ રાખવા ઉપર પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ મક્કમ અંજાર : અહીંના યોગેશ્વર ચાર રસ્તા જાણે અકસ્માતનું કેન્દ્રબિંદુ હોય તેમ અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. જિલ્લા સમાહર્તાના જાહેરાનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોફ છે, ત્યારે ગઈકાલે એક વિદ્યાર્થિનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ મુસીબતમાં મુકાઈ ગયું હતું. આ માર્ગના વિકલ્પ માટે ગઈકાલે ડીવાયએસપી કચેરી ખાતે ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ સાથે બેઠક યોજીને વિકલ્પિક માર્ગ માટે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ મળેલી બેઠકમાં કયા રસ્તા ઉપરથી પરિવહન ચાલુ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. નાગલપર બાયપાસ રોડ ઉપર મેટલ કામ પુરૂ કરી ભારે વાહનોની અવર જવર માટે ચાલુ કરવાની શકયતા ચકાસાઈ હતી. યોગેશ્વર ચાર રસ્તા પાસેથી ખાલી ગાડીઓને પસાર થવા સાથે વરસામેડીથી એરપોર્ટ ચાર રસ્તાની બાજુથી ભારે વાહનોને પસાર કરવા ટ્રાન્સપોર્ટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ રોડ ઉપરનું જાહેરનામું હોવાથી મીઠીરોહર, અજાપર થઈને જવું પડે છે. આ કારણે ઈંધણનો વધુ વપરાશ થવાના કારણે રૂપિયાનો ધુમાડો થાય છે. આ અંગે જિલ્લા ડમ્પર ઓનર્સ એસો. દ્વારા ગાંધીધામ એરપોર્ટ રોડ પુનઃ ચાલુ કરવા માંગ કરાઈ હતી. મળેલી બેઠકમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી અને સ્થાનિક અગ્રણીઓએ ભારે વાહનોની આવનજાવન સદંતર બંધ કરવાની વાત પર ભાર પૂર્વક રજૂઆત કરી હતી. જાહેરનામા સંદર્ભે અજાપરથી મોડવદર માર્ગે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આના કારણે પરિવહનકારોને ફરીને આવવું પડે છે. આ મુદ્દે ટ્રાન્સપોર્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે ટ્રાન્સપોર્ટ સંગઠને ડીવાયએસપી મુકેશ ચૌધરીએ લેખિતમાં રજૂઆત કરવા કહ્યું હતું. મળેલી બેઠકમાં અંજાર મામલતદાર રાહુલ ખંભરા, જિલ્લા ભાજપના અગ્રણી વસંત કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, માર્ગ મકાન વિભાગના પરાક્રમ જાડેજા, પરિવહન એસો.ના શિવજીભાઈ આહિર સહિતના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા.

Comments