ભુજ બોર્ડર રેન્જ પોલીસે સાંતલપુરમાં ટીમે શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર પકડ્યું
ભુજ : સાંતલપુરના દહી ગામડા પાટીયા પાસે ભુજ બોર્ડર રેન્જ પોલીસની ટીમ દ્વારા શંકાસ્પદ ૪૦ હજાર લિટર પ્રવાહી ભરેલ ટેન્કરને કબ્જે કરી વારાહી પોલીસને સોંપતાં સ્થાનિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. વારાહી પોલીસ સ્ટેશનની હદમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હોવાની બાતમી આધારે સાયબર સેલ ભુજની ટીમે સાંતલપુર હાઇવે પર દહીગામડ પાટિયા પાસે સવારે વોચ રાખી કચ્છ તરફથી જઈ રહેલ ટેન્કર નંબર એનએલ ૦૧ એઈ ૯૭ર૬ને સીધાડા હાઇવે રોડ પર જતા હાઇવે એક હોટલ નજીક ગાડી ઉભી રખાવી ટેન્કરમાં શું ભરેલ છે તે પૂછપરછ કરતા ચાલક દ્વારા બાયોડીઝલ ભરેલુ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે જેને માલ અંગે કાગળો માગતા જેમાં બિલ્ટી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હોઇ ડ્રાઇવરની પૂછપરછ કરતા બંને વચ્ચે તફાવત જણાતા ટેન્કરમાં કોઇ શંકાસ્પદ પ્રવાહી હોવાનું જણાતાં ગાડી કબજે લઇ પકડાયેલ પ્રવાહીનુ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે.

Comments