કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી : અંજારમાં પોલીસ-તંત્રની બેદરકારી ઃ યોગેશ્વર ચોકડી પર ફરી મોટા ટ્રેઈલરોના લીધે ડખ્ખો.!ઃજનાક્રોષ ભભુકયો..
જાગૃતલોકોએ કર્યોે ચક્કાજામ : લાપરવાહતંત્ર માટે ચમકારો
કચ્છ કલેકટર દ્વારા કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી થઈ, અંજાર જનરલ હોસ્પિટલ અને નાગલપર ચોકડી પરથી પસાર થવા માટે પ્રવેશબંધી જ ફરમાવતો હુકમ કેરલ છે, અતિ ભારે વાહનોને વૈકલ્પીક માર્ગ પર ડાયવર્ટ કરવો, વૈકલ્પીક માર્ગનો પણ હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયલો જ છે : તેમ છતા પણ ભારે વાહનો આ જ વિસ્તારમાથી મોટી માત્રામાં ધમધમી રહ્યા હોય તો કોની બલિહારી? : કળશ સર્કલ પર ઉભા રહેતા ટીઆરબી જવાનો તથા સમયાંતરે ગોઠવાઈ જતા ટ્રાફિક પેાલીસવાળાઓ શું આ જાહેરનામાથી અવગત નથી?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પોલીસતંત્ર અને ટીઆરબીના જવાનો હાઈવે પર કે પછી કોઈ પણ ચોકડીએ નામ પુરતી જ ફરજ બજાવતા હોય તેમ વધુ એક વખત અંજારની યોગેશ્વર ચોકડી પર હલ્લાબોલની ઘટના બનવા પામી ગઈ છે.
આ મામે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ અંજાર શહેરની યોગેશ્વર ચોકડી પર માટેા અને પ્રતિબંધિત છે તેવા ટ્રેઈલર તળે એક સ્કુટી ચાલક આવી ઘટના બનવા પામતા મામલો જોતજોતામાં જ બીચકી જવા પામ્યો હતો. નોધનીય છે કે, આ યોગેશ્વર ચોકડી પર અગાઉ પણ ટ્રેઈલરો નિદોર્ષ લોકોને માટે યમદુત પુરવાર થવાની ઘટનાઓ બની ચુકી છે એન અહી લોકેએ આક્રમકતા સાથે વિરોધ નોધાવ્યો હતો તે બાદ તંત્રએ જાહેરનામુ પણ બહાર પાડી અને આવા ટ્રેઈલરોે સહિતનાઓ માટે ચોકકસ દિશા-નિર્દેશ જાહેર કરવામા આવ્યા હતા. આ પ્રકારના જાહેરનામાનો ફરીથી ઐસીતૈસી જ કરવામા આવતી હોય તેવી રીતે પુનઃ ધોળા દીવસે આડેધડ નીતીનિયમોને નેવે મુકીને મોટા ટ્રેઈલરો અહી દોડતા થઈ ગયા હોય તેમ આજે આજે સવારે એક સ્કુટીચાલકને હડફેટે લઈ લીધી છે તેનુ કરુણ મૃત્યુ થવા પામ્યુ છે. આ ઘટના અને અકસ્માત બાદરોષે ભરાયેલા લોકોએ અહી રીસતરનો ટ્રાફિક જામ જ કરી અને રોષ પ્રગટ કર્યો હતો. આ તબક્કે જાણે કે એકાએક જ ઉંઘમાથી સફાળી જાગી હોય તેમ પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે સમયે મામલો સહેજ વધારે ઉગ્ર બની જવા પામ્યો હતો અને જાગૃત એકત્રિત થયેલા લોકોએ અહી ઉભેલા મોટા મોટા ટ્રેઈલરોના ટાયરોની હવા પણ કાઢી નાખી હતી. અહી જાગૃત લોકો દ્વારા રોષ પ્રગટ કરવામા આવ્યો હતો કે, ભારે વાહનો માટે પ્રતીબંધ હોવા છતા બેરોકટોક ભારે વાહનો અહીથી પસાર થવા પામી રહયા છે. કલકેટરના જાહરેનામાનો ભગ થવા છતા સ્થાનિક તંત્ર-પોલીસ દ્વારા કોઈ જ પગલા લેવામા આવતા નથી.
..........
ખાખીધારીઓની હપ્તાખાઉ નીતી કારણભુત : ટ્રાફિકબ્રિગેડવાળા શું કરે છે?
ગાધીધામ : અંજારના કળશ સર્કલ પાસેથી થઈ અને યોગેશ્વર ચોકડીથી મુંદરા તરફ જતા મોટા ટ્રેઈલર સહિતના વાહનોને માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ જ બહાર પાડી અને રાત્રીના ૧૧થી સવારના સંભવત છ વાગ્યા સુધી જ આ વાહનોને અહીથી પસાર થવાનુ છે અને તેનું ઉલ્લઘન ન થાય તે માટે પૂર્વ કચ્છ પોલીસના જવાબદારો તથા ટીઆરબી જવાનોને પણ કળશ સર્કલ પાસે તૈનાત કરતું જ હોય છે. પરંતુ જાણે કે અહી આ ટીઆરબીવાળાઓ ને ટ્રાફિક વ્વયસ્થાઓમા કરવાના બદલે અથવા તો જાહેરનામાની અમલવારી કરાવવાના બદલે માત્ર અને માત્ર હપ્તા વસુલીમાં જ રસ હોય તે રીતે વર્તી રહ્યા છે. અથવા તો પછી અહી ઝાડના છાંયડાની નીચે ગાડી મુકી અને તેમાં મોબાઈલમાં જ મથેલા હોય તેમ જોવા મળી આવતા હોય છે. જો પૂર્વ કચ્છ પોલીસ ટ્રાફિક વિભાગ અને ટીઆરબી વાળા તેમને સોપવામા આવેલી ફરજ ચુસ્તતાથી નિભાવે તો આ પ્રકારની ઘટનાઓ જ ન બને તેવુ પણ જાણકારો દ્વારા કહેવાઈ રહ્યું છે.
.........
આ માર્ગ પર તંત્રની બેદરકારીથી
કઈક નિદોર્ષના ભોગ લેવાયા છે.!
ગાંધીધામ : અંજારના જે યોગેશ્વર ચોકડી વિસ્તારમાં આજ રોજ નીદોર્ષ પ્રજાનો ગુસ્સો ફુટી નીકળ્યો છે તે વિસ્તાર અગાઉ પણ નીદોર્ષ ટુ વ્હીલરવાળાઓ અને રાહદારીઓ માટે પણ ઘાતક પુરવાર થવા પામી ચૂકયો છે. અહીથી દોડતા મોટા વાહનો, ટ્રેઈલરો બેફામ આડેધડ રીતસરના યમદુત બનીને જ દોડતા હોય છે. અગાઉ લોકોના જીવ આ ઘટનામાં હણાયા હોવા છતા પણ ફરીથી અહી તંત્ર લાપરવાહ જ બની ગયુ છે અને વાહનોને પુનઃ આડેધડ દોડવાનો છુટોદોર જ આપી દીધો હોય તેમ દેખાવવા પામી રહ્યું છે. શું હજુય ફરીથી વધુ નીદોર્ષ લોકોના અહી ભોગ લેવાય તેની તંત્રને ઈંતેજારી છે?
........
અંજારના પ્રજાવત્સલ ધારાસભ્ય ત્રિકમ છાંગા
તેમના સ્વભાવનો તંત્રને આપે પરચો..!
શાંત અને સાદગી સભર પ્રતિભા ધરાવતા ત્રીકમભાઈ પ્રજાના હીતના મુદ્દે આક્રમક લડત આપતા પણ અચકાતા નથી, ભુતકાળમાં તે જોયું જ છે, આજે ફરીથી ભારે પ્રતિબંધિત વાહને એક કોડભરી કન્યાનો જીવ હણી દીધો છે, ત્યારે અંજારના ધારાસભ્યશ્રી ફરીથી તેમની લાલઆંખ નિર્ભર તંત્રને દેખાડે અને અહીથી ભારે વાહનોની સદંતર પ્રતિબંધની કરાવે કડક અમલવારી
ગાંધીધામ : અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા પ્રજાવત્સલ છબી ધરાવી રહ્યા છે. તેઓનો શાંત અને સદાગીસભર સ્વભાવ ધારાસભ્ય તરીકે આખાય ગુજરાતમાં જાણીતો છે. જો કે, ત્રીકમભાઈ જેટલા શાંતી અને સૌમ્ય છે તેટલા જ પ્રજા અને મતદારો તથા વિસ્તારના લોકોના વિષયોને લઈને ગંભીર રહેતા હોય છે. તેઓ આમપ્રજાજનોને નડતા મુદાઓ મામલે આક્રમક લડત છેડતા પણ જરા સહેજ વાર કરતા જ નથી. ભુતકાળમાં પણ અંજારમાં કેટલાક એવા કિસ્સાઓમાં ત્રિકમભાઈએ તેમના કડક અને પ્રજાભીમુખ સ્વભાનો પરચો દેખાડયો જ છે. હવે ફરીથી જરૂર છે કે, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ તેમના સ્વભાવનો કડક પરચો આ નિર્ભર બની ગયેલા તંત્રને આપી દેખાડે. અંજારમાં આજે એક કોડભરી તરૂણી-કન્યાનું નિયમ વિરૂદ્ધ દાડેતા ભારે ટ્રેઈલરે જીવ હણી લીધો છે. અહી કલેકટરના જાહેરનામાને આ યમદુત બનીને દાડેતાટ્રેઈલર વાહનો ગણકારતા નથી, ગાંઠતા નથી, અને એથીય વિશેષ કલેકટરશ્રીના જાહેરનામાની જે રીતે કડકાઈથી અમલવારી કરાવવાની થાય છે તેને મામલે અહીનુ પોલીસ સહિતનુ તંત્ર પણ વામણું જ પુરવાર થવા પામ્યુ છે તેમ જોવાઈ રહ્યું છે. આવા સમયે હવે કલેકટરશ્રીના જાહેરનામાની કડક અમલવારી થાય તે દીશામાં અંજારના ધારાસભ્ય ત્રીકમભાઈ તેમની લાલઆંખ લાપરવાહ રહેલા તંત્રની સામે કરી દેખાડે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.
.......
અંજારમાં યોગેશ્વર ચોકડીએ ભારે વાહનની ટક્કરે સ્કૂલે જતી તરૂણીનું મોત થતાં અરેરાટી
ગાંધીધામ : અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. ભારે વાહનો માટે પ્રવેશ બંધી હોવા છતાં બેફામ અવર જવરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બાયપાસની જરૂરીયાત હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની બેદરકારીના કારણે આ મુદ્દો ટલ્લે ચડી ગયો છે. પરિણામે આજે અકસ્માતમાં શાળાએ જતી તરૂણીનું મોત થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટના સ્થળેથી મળેલી માહિતી અને પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારે આ બનાવ બન્યો હતો. અંજારમાં રહેતા ૧૬ વર્ષિય રાજવીબા સોલંકી અને હસ્તી જોષી એક્ટિવા પર શાળાએ જતા હતા, તેઓ રોડ સાઈડમાં ઉભા હતા એ દરમિયાન પુર ઝડપે આવેલા ટ્રેઈલર ચાલકે ટક્કર મારતા બંનેને ઈજાઓ થવા પામી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન રાજવીબાનું મોત થયું હોવાનું અંજાર પોલીસે જણાવ્યું છે. જયારે હસ્તીને છોલછામની ઈજાઓ થયેલી છે. દરમિયાન યોગેશ્વર ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતને પગલે લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.

Comments