સામખિયાળી ટોલનાકે ૩.૭૭ લાખની વિદેશી સીગારેટ પકડાઈ ’
કુરીયર સર્વિસના પિકઅપ ડાલામાંથી મુદ્દામાલ કબ્જે કરાયો : ગાંધીધામના શખ્સની ધરપકડ
ગાંધીધામ : લાંબા સમય બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સામખિયાળી ખાતે કુરીયર સર્વિસના વાહનને રોકાવીને પીકઅપ ડાલામાંથી વિદેશી સીગારેટ કબ્જે કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળી ટોલપ્લાઝા પાસે કુરીયર સર્વિસના પીકઅપ વાહન નંબર જી.જે. ૧ર બીએક્સ પપ૬૭ને રોકાવી તપાસ કરવામાં આવતા તેમાંથી ૩.૭૭ લાખની અલગ અલગ બ્રાન્ડની વિદેશી સીગારેટનો જથ્થો મળી આવ્યો હતો. તમામ મુદામાલ કબ્જે કરી મૂળ સિદ્ધપુરના હાલે ગાંધીધામની કાવ્યા રેસીડેન્સીમાં રહેતા કનૈયાલાલ ઈશ્વરલાલ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યો હતો. આ માલ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
..........
કચ્છમાં વિદેશી સીગારેટ ઘુસાડવાના નવા કીમીયાનો પર્દાફાશ?
કુરિયર વાહનની આડમાં પ્રતિબંધિત સિગારેટની હેરફેર
ગાંધીધામ : કચ્છમાં અસામાજીક પ્રવૃતીનો સડ્ડો નીતનવી રીતે સતત વકરતો હોય તેવી ઘટનાઓ બનવા પામી રહી છે. અહી ટોલનાકા પાસેથી કુરીયરના પીકઅપ વાહનમાં પ્રતિબધિત સીગારેટ વાહનનો જથ્થો પોલીસે પકડી પાડયો છે ત્યારે અહી સવાલ થઈ રહ્યો છે કે, આ જથ્થો કોને આપવાનો હતો? કયાથી લવાયો હતો? આ પહેલા પણ આ રીતે પીક અપ વાહનમાં આ શખ્સે કેટકેટલી વખત આવી પ્રતીબંધિત સિગારેટ અહી ઠાલવી દીધી છે?

Comments