Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પણ નર્મદા-પા.પુ.બોર્ડ-સિંચાઈ-GWIL સહિતમાં કઈક બેઈમાન બાબુઓને ફરજીયાત રીટાયર્ડે કરો

08 July

સીએમની લાલઆંખ જે જે પંડયા સહીતનાઓ સુધી જ કેમ સીમીત ?





પાણી મુદ્દે ભ્રષ્ટાચાર આચરનારાઓને તો સસ્પેન્ડ નહી ડીસમીશ જ કરો.!


રાજયના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈએ સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર જે જે પંડયા    ને ફરજીયાત વહેલી નિવૃતી લેવડાવી ઘરે બેસાડી દીધા, ખાતાકીય તપાસનો પણ શરૂ કરી દેવાયો છે ધમધમાટ


આદિપુર રામબાગ રોડ પર આવેલી નર્મદા નિગમની કચેરીમાં જો કયારેક ઉચ્ચ અધિકારીઓ સરપ્રાઇજ ચેકીંગ તવાઈ બોલાવે તો ફરજના સમયે, ચાલુ દીવસોમાં પણ આ કચેરીઓ મોટા માગે ખાલી ખમ્મ જ ભાસતી દેખાશે, કારણ કે, અહી સ્થાનિકના ગણ્યાગાણ્યા અધિકારીઓ જ હાજર મળશે, બાકીનાઓની હાજરી તો રજીસ્ટર્ડમાં પુરાયેલી હશે, પરંતુ તેઓ વતનમાં મોજ કરી રહ્યા હશે, ફિલ્ડ મુલાકાત, વિઝિટ દેખાડી અને વતનમાં જ આ અધિકારીઓ મોટા માગે રહેતા હોય છે : જરૂર છે ઉચ્ચ કક્ષાએથી આ કચેરીમાં પણ ઓંચિતી તપાસ તવાઈ બોલાવવાની..!


રાજય સરકાર દ્વારા કરાયેલી આ કાર્યવાહી આવકારદાયક છે પરંતુ હકીકતમાં જળસંચય-પાણી મુદ્દેના વિવિધ વિભાગોમાં અલગ અલગ જિલ્લાઓમાં પેંધી ગયેલા અન્ય અધિકારીઓ સુધી પણ આ પ્રકારની કાર્યવાહીનો વ્યાપ વધારવો છે જરૂરી

સીએમશ્રીએ જે પગલા અધિક્ષક ઈજનેર સામે લઈ દેખાડયા છે ત્યારે હવે સ્થાનિક રાજકીય સત્તાપક્ષના પદાધીકારીએ કચ્છમાં પેંધી ગયેલા આવા તત્વો અને તેમના થકી સરકારની ખરડાતી છબીઓ મામલે લાલઆંખ ભરી કાર્યવાહી કરાવવાની દીશામાં આગળ આવશે ખરા?

કચ્છમાં પણ નર્મદા જળનો વિષય હોય કે પછી દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામોને ટલ્લે ચડાવવાની વાતો જ કેમ ન હોય, તેમાં સરકારની ઈચ્છાઓ પછી પણ કામ અદ્વરતાલે રાખવામાં અધીકારીઓની જ ભુમિકા સતત આવતી હતી શંકાના દાયરામાં : અગાઉ પણ કચ્છના આમપ્રજાજનોના હિતનું પાણી ઉધોગોને બારોબાર પધરાવી દેવાને માટે પણ જીડબલ્યુઆઈએલ વિભાગ અને તેના માટીપગા અધિકારીઓ સામે ઉઠતા રહ્યા છે સવાલ : આ ઉપરાંત નર્મદાજળની હાઈવે હોટલોમાં પણ ગેરકાયદેસર જોડાણો સહિતના મામલે ઢીલીનીતી અથવા તો ભ્રષ્ટ આંચમિચાંમણાં પણ અધિકારીઓએ કર્યા હોવાના થતા રહ્યા છે અંગુલીનિર્દેશ : તો વળી સુજલામ સુફલામ યોજનાઓમાં પણ ફરી ફરીને કચ્છમાં ગોઠવાઈ જઈ-રાજકીય આક્કાઓના ઈશારે ગેરરીતીઓ કે ગેરવહીવટને લઈને પણ નોડેલ અધિકારીઓ આવી ચૂકયા છે વિવાદમાં



ગાંધીધામ : ગુજરાત રાજયના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં જ સરકારની છબી વિના વાંકે ખરડાતી હોય તેવી કામગીરી કરનારા બાબુઓમાં સોપો પાડી દેતો એક મોટો નિર્ણય લઈ લીધો હતો. તેઓએ સરદાર સરોવર નર્મદા નિગમના રાજયના અધિક્ષક ઈજનેર જે.જે. પંડયા ને એક જ ઝાટકે ફરજીયાત નિવૃતીમાં ઉતારી અને ઘરભેગા જ કરી દીધા છે. આ અધિકારી  દ્વારા સરદાર સરોવર નિગમમાં ચાલતા ઘોટાળાઓ અને ભોપાળાઓને છાવરવાના લીધે ગુજરાત સરકારની છબી ખરડાઈ હોવાનુ તથા પ્રજાહિતના કામો પાછા ઠેલાયા હોવાની પ્રાથમીક આળ મુકવામા આવી અને તેમને સસ્પેન્ડ નહી પણ ઘરભેગા કરી, ફરજીયાત નિવૃતીમાં ઉતારી અને ડીસમીશ જ કરી દેવાયા અને તેમની સામે ખાતાકીય તપાસનો પણ ધમધમાટ શરૂ કરી દેવામા આવ્યો છે. ગુજરાતના સીએમ દ્વારા જે રીતે આ બેઈમાન સરકારી બાબુ પર ગાજ વરસાવી દેવાઈ છે તે ખુબ જ આવકારદાયક કહી શકાય તેવી છે. સરકાર છેવાડાના માનવીના વિકાસને માટે અથાગ પ્રયાસો કરી રહી છે પરંતુ આવા ભ્રષ્ટ સરકારી બાબુઓ એક યા બીજીરીતે સરકારના સારા હેતુઓના સબોટેજ જ ભાંગી નાખે છે અને પ્રજાજનોને પણ તેમની મળવા પાત્ર સુવિધાઓથી વિમુખ કરી દેતા હોય છે. સીએમ દ્વારા લેવાયલ આ પગલાની કચ્છમાં પણ સરાહના જ થવા પામી રહી છે તેની સાથોસાથ જ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, સીએમશ્રીની આ પ્રકારની લાલઆંખ શું જે જે પંડયા પુરતી જ સીમીત રહેશે? હકીકતમાં નર્મદા જળ અન કચ્છ તેના માટે સતત ટળવળતુ રહે તેવી ઘટનાઓ વરસોથી સરકારની સારી મનસા હોવા છતા જોવાતી જ રહી છે. એટલે કચ્છમાં પણ પાણી-નર્મદાજળને લગતા વિભાગોમાં કયાંક ને કયાંક સમયાંતરે અધિકારીઓની ભૂમીકાઓ સદાય શંકામાં રહેતી જ આવી છે. તો પછી જે જે પડયાની સામે જે રીતે તેમને ફરજીયાત નિવૃતી આપી ડીશમીશ કરી દેવાયા છે તે જ અનુસારના પગલા કચ્છ સહિતના વિવીધ જિલલાઓમાં પણ આ કક્ષાએ કનડગતો કરી અને માત્ર અને માત્ર પોતાની ભ્રષ્ટ રીતીનીતીઓને જ અમુક ઠેકેદારો સાથે હળીમળીને ચલાવનારા બેઈમાન સરકારી બાબુઓ સુધી પણ કેમ લંબાવવામાં ન આવે? વાત સહેજ વિગતે કરીએ તો કચ્છમાં પણ બહુ જુના ભુતકાળમાં જવાની જરૂર નથી પરંતુ દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અને તેના ટેન્ડરોના કામોમાં જે તબક્કાવાર વાધાઓ એક પછી એક સતત પડયા અને આ ટેન્ડર ૧પ૦૦ કરોડની રકમમાથી માત્ર પ૦૦ કરોડે આવીને ઉભુ રહી ગયુ તેમાં પણ બે વખત તો ટેન્ડર રદ થવા પણ પામી ગયુ હતુ? આ બધાયની પાછળ કોની મલિન મથરોટી કામ કરતી હતી? ખુદ મુખ્યપ્રધાન ભુપેનદ્રભાઈ, કે કૈલાસનાથન સહિતનાઓએ બેઠક બોલાવી અને એક જ માસમાં જે દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો ચાલુ થઈ જવાની ખાત્રી આપી હતી તે કામો દોઢ વર્ષ સુધી તો ટેન્ડર કક્ષાએ જ અટકવાઈ ગયા? ગાંધીનગર કક્ષાએ કે પછ કચ્છ કક્ષાએ તેમાં કયા અધિકારીઓના સ્થાપિત હિતો સંકળાયેલા હતા? આવા સવાલો પણ ખુલ્લીને તે વખતે લાભાર્થીઓમાં ચર્ચાવવા પામી ગયા હતા. દુબઈ સબ બ્રાન્ચ કેનાલ ઉપરાંત  ગુજરા વોટર ઈન્ફ્રાસ્ટ્રચર એટલે કે જીડબલ્યુઆઈએલ કે જેઓ નર્મદાના જળને લઈને સંચાલન સંભાળી રહ્યા છે, તે વીભાગના જવાબાદરોની પણ કચ્છમાં કડક પુછતાછ થવી જરૂરી છે? કારણ કે, કચ્છની પ્રજાના હિતનુ પાણી આડેધડ ઉદ્યોગો સાથે સાંઠગાંઠ કરી અને મોપાપાયે ઉદ્યાગોને અપાતુ રહ્યુ હોવાની પણ વિગતો ચર્ચામાં આવતી જ રહેતી હોય છે. આ બધુય અધિકારીની જાણ બહાર કેવી રીતે થઈ શકે? અહી ઉદ્યોગોને પાણીની લ્હાણીઓ અને આમપ્રજાજનો હેરાનપરેશાન થતી રહે તો સરકારની છબી નહી ખરડાય? ચોકકસથી ખરડાઈ જ રહી છે. આવી જ રીતેહાઈવે હેાટલો પર ગેરકાયદેસર મોટાપાયે કનેકશનો લગાડીને પાણીચોરીઓ થતી જ રહેતી હોય છે તેમાં સમ ખાવા પુરતી બે-પાંચ ઠેકાણે કામગીરી થતી હોય છે બાકી તો અધિકારીઓ પણ આ ભ્રષ્ટ જોડાણોમાં ખાયકીના ધુબાકાઓ મારી જ રહ્યા હોય તેમ જોવાતુ રહ્યુ છે. આવો જ તાલ સુજલામ સુફલામ યોજનાના નોડેલ ઓફીસરની ભુમિકાને લઈને પણ થતો રહેતો હોય છે. આ નાડેેલ ઓફીસર જિલ્લા બહાર ગમે ત્યા બદલાય પણ જાન્યુઆરી ફેબ્રુઆરી માસ અને સુજલામ સુફલામ યોજના આવે એટલે કચ્છનો કાર્યભાર સભાળી જ લેતા હોય છે. સુજલામ સુફલામાં જે બન્ની વિસ્તારમાં રેવેન્યુ ગામના દરજજાનો વિવાદ ચાલી રહ્યો છે તેવા પટ્ટાઓમાં કાગળ પર તળાવડી અને ખાણેત્રાના બીલો આવા બની બેઠેલા અમુક અધિકારીઓ રાજકીય ઓથ તળે બનાવી અને સરકારની કરોડોની સંપત્તી-તિજોરી પર લુંટ જ ચલાવતા ફરતા હોય છે. આ બધુય કયા કોઈથી છાનુ છે? આવા તો કચ્છમાં પાણીને લઈને એ પછીનર્મદાજળ, સરદાર સરોવર વિભાગ, જીડબલ્યુઆઈએલ, સિંચાઈ કે પછી પાણી પુરવઠા વિભાગ જ કેમ ન હોય..! બધાય વિભાગના અમુક બની બેઠેલા ભ્રષટ્‌ અધિકારીની ભુમિકાઓ સમયાંતરે શંકાના ઘેરામાં આવતી જ રહેતી હોય છે. ખરેખર તો સીએમ દ્વારા જે કાર્યવાહીનો આરંભ કરાયો છે તેવી જ લાલઆંખ ભરી કાર્યવાહી હવે કચ્છમાં સત્તાપક્ષના પદાધિકારીઓ પણ જાગૃત બની અને તંત્રને પ્રજાના હિતાર્થે કરવાની દીશામાં જાગૃત કરે, જરૂર પડે તો કાન આમળે, ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરે અને આવા માટીપગાબેઈમાન સરકારી બાબુઓને શબક શીખવાડે તે જ સમયનો તકાજો બની જાય છે.

..........



 

Comments

COMMENT / REPLY FROM