Trending News
સ્થાનિક સમાચાર

એટીએસ ૪ શખ્સોને ઉઠાવી ગઈ તો કચ્છની સ્થાનિક એજન્સી-ગુપ્તચરતંત્રોને કેમ આ વાતની ગંધ ન આવી.?

08 July




મુંદરાના ૧ શખ્સને ગાંધીધામથી અને અન્ય બેને લખપતમાંથી એટીએસએ ઉઠાવતા તરેહ તરેહના સવાલો : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લામાં સ્થાનિક એજન્સીઓને સંકલન વધારવું જ રહ્યું..!


જિલ્લામાં ડબલ એજન્ટ-સોર્સના વધતા નેટવર્કથી ચેતવું અનિવાર્ય : કલેકટરશ્રી સંકલન વધારે

ડ્રગ્સ માફીયા હૈદરના કેસમાં કચ્છમાં અનેકવખત સર્જાય છે ભેદભરમ : કયારે એટીએસને તો કયારેક નેવીનો સોર્સ બની અને એજન્સીઓમા આવા ડ્રગ્સ પેડલર કરાવી જાય છે અહંમના આંતરીક ટકરાવ અને તેમાં દેશવિરોધી કૃત્યોને મળી જતુ હોય છે અંજામ


ગાંધીધામ : તાજેતરમાં જ રાજયની આતંકવાદ વિરોધી દળની ટુકડીએ કચ્છમાથી ત્રણથી ચાર શખ્સોને સામેપારની સંદિગ્ધ ગતિવીધીઓ અથવા તો ફોન કોલ ટ્રેસ થયાના આધારે ઉઠાવી લીધા અને તેમની પુછતાછ કરાઈ રહી હોવાનુ સામે આવવા પામી રહયું છે. એટીએસની ટુકડીએ મુંદરાના એક ગ્રામીણ વિસ્તારના શખ્સને ગાંધીધામના ગેસ્ટહાઉસમાથી ઉપાડી લીધો હતો તો વળી તેની સાથે જ કડીઓ ધરાવનારા અન્ય બે શખ્સોને લખપત પટ્ટામાથી ઉપાડી લીધા છે. આ શખ્સોમાથી મુંદરાના શખ્સનો કોલ પાકીસ્તાન વધારે વખત થયેલ હોવાથી અને તેને ટ્રેસ કરી અને પકડી વધુ પુછતાછ કરાઈ હોવાનુ પ્રાથમીક રીતે બહાર આવ્યુ હતુ અને એમ પણ કહેવાયુ હતુ કે, તે શખ્સના પાકીસ્તાનમાં સબંધી હોવાના નામે તેણે ફોન કરેલો હતો. હવે આ બાબતોમાં સત્ય કેટલુ છે તે તો એજન્સી અને એટીએસ જ જાણે પરંતુ અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, કચ્છ એ નાપાક મુલકને અડીને આવેલો આંતરરાષ્ટ્રીય જળ-ભુમી અને વાયુ સરહદ સ્પર્શતો વિસ્તાર છે, અતિ સંવેદનશી વિસ્તાર છે, ભારત દેશની વ્યુહાત્મક સુરક્ષાને જોતા પણ આ વિસ્તારની મહત્વતા અનેકધણી વધી જાય છે. 
આવામાં એટીએસે ચાર શખ્સોને ઉપાડયા અને જાગૃતી દાખવી તથા પુછતાછ કરાઈ તેમા કોઈ જ વાંધો નથી પરંતુ સવાલ અહી મોટો એ થવા પામી રહ્યો છે કે, એટીએસને જો આ પ્રકારની બાતીમોઅ વિગતે મળી શકતી હોય તો પછી કચ્છમાં કાર્યરત સ્થાનિક એજન્સીઓને કેમ તેની ગંધ શુદ્ધા નથી આવતી? કચ્છમાં દેશભરની અલગ અલગ મોટી મોટી એજન્સીઓના પ્રતિનીધીઓ ધામા નાખીને બેઠા જ છે. પરંતુ આ એજન્સીએ કોઈ મોટી નાપાક હલચલ પકડી હોય તેવુ કયાંય સામે આવવા પામતુ નથી. ડ્રગ્સના પેકેટસનો પણ જે બિનવારસુ જથ્થાઓ મળવાનો સિલસીલો હતો તેમા પણ સૌ પ્રથમ તો એટીએસ જેવી એજન્સીને જ જાણ થાય અને તે જત્રાટકે બાદમાં આબરૂ બચાવવા અલગ અલગ એજન્સીઓ સિલસિલાવાર દરીયાઈ વિસ્તારમાં એક પછી એક પેકેટસ પકડવાની કાર્યવાહી કરતી દેખાડતી હોય છે. ખરેખર કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક એજન્સીઓ તૈનાત રખાયેલી છે તો તેઓની વચ્ચે સંકલન વધે, અહંમના ટકરાવ ઘટે, માહીતીઓની આપ લે સચોટ રીતે થાય તે દીશામાં ધ્યાન આપવુ ખુબજ જરૂરી છે. કેટલીક એજન્સીઓ તો ગ્રાન્ટ જે આવતી હોય છે તેમાં જ રસ ધરાવતા હોય છે અને તે જ લોભ-લાલચમાં ડબલ સોર્સ જેવા તત્વો આ એજન્સીને ઉલ્ટા ચશ્મા પહેરાવતા રહેતા હોય તો પણ તેનો ખ્યાલ આવી શકતો નથી. હૈદર જેવાઓના ડ્રગ્સ કેસમાં આવી વાતો અનેકવિધ રીતે દાખલારૂપ કહી શકાય તેમ છે. કયારેક નેવીને તો કયારેક એટીએસને બાતમીઓ આપી અને હૈદર જેવાઓ એજન્સીઓ વચ્ચે પણ અહંમના ટકરાવ ઉભા કરી અને નાપાક હેતુને પાર પાડી જતા હોય છે. જિલ્લા સમાહૃર્તા શ્રી આ પાકીસ્તાનની સીમાને અડીને આવેલા જિલ્લામાં એજન્સી-ગુપ્તચર તંત્રોની વચ્ચે સંકલન વધારે સારૂ બનાવવા આગળ આવે, સંકલન બેઠક મહીનામાં અકાદ વાર યોજવાની પ્રથા અમલી બનાવે તે જ સમયતો તકાજો બની રહ્યો છે. 


.......



આટ-આટલી એજન્સીઓ સરહદી જીલ્લામાં છે તૈનાત.!આટ-આટલી એજન્સીઓ સરહદી જીલ્લામાં છે તૈનાત.!



સરહદી જિલ્લાઓમાં વધુમાં વધુ એજન્સીઓ કચ્છમાં અને કામના નામે મળી રહ્યું છે બાબાજીનું ઠુલ્લું...!


૧. આમી-ઈન્ટલીજન્સ, ૨. બીએસએફ જી-બ્રાન્ચ, ૩. એરફોર્સ, ૪. નેવી-કોસ્ટગાર્ડ- ૫. સ્ટેટ આઈબી- ૬. સેન્ટ્રલ આઈબી, ૭. સીઆઈડી, ૮.રો(રીચર્સ એન્ડ એનાલીસીસ વિંગ), ૯.પોલીસતંત્ર અને તેમના હસ્તકના મરીન મથકો,૧૦. કસ્ટમવિભાગ, ૧૧. કસ્ટમ એસઆઈઆઈબી વિંગ,૧૨. ડીઆરઆઈ(ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ).

Comments

COMMENT / REPLY FROM